કડી ~ત્રીજી ખુલાસો
કડી ~ત્રીજી ખુલાસો
કડી ~ત્રીજી.
વહી ગયેલી બે ભાગ ની વાર્તા....
માઉન્ટ આબુની એક જૂની હવેલી, એક પાયલનો રણકાર, અને દરવાજા પર “ઠૂક… ઠૂક…” — “કડી”ની શરૂઆતમાં મુરલી એકલો ચોકીદાર, રુપલીની આત્માની હાજરીથી હચમચાઈ જાય છે. પહેલી કડીમાં, રાતના અંધારામાં દરવાજાની પાછળથી આવતો અવાજ, રુપલીના આપઘાતની યાદ, અને શેઠના રહસ્યમય મૃત્યુ સાથે એક અનકહેલી કડી ખુલતી જાય છે. બીજાં ભાગમાં, પાયલ, લોહી, અને જૂની ખાતાવહીના પાનાંઓથી મુરલીને શેઠના પાપોનો પર્દાફાશ થાય છે — પણ રુપલીની આત્મા કહે છે: “હજી એક કડી બાકી છે…”
🔥 “કડી ~ત્રીજી “ખુલાસો ”
મુરલી એ પાયલ કુવામાં પધારાવી દીધી એ રાતે એને લાગ્યું કે હવે બધી ભૂતાવહ પૂરી
હવેલીનો થપ થપાટનો હવાલો આપી, તેણે રુપલીનું કુવા મા નાખેલું ઝાંઝર, અને પુરાવા ની પુરાણી ખાતાવહી નો પિત્તળ નો ડબ્બો.અને શેઠનું ભયાનક રહસ્યની વિગત જોડી પોલીસને આપી ગોટો ચડાવતી ફરિયાદ પણ કરી, તે શાણો બની ગયો .
આમ તાવરીખમા પહેલી વાર હતું કે આબુની હવેલીમાંથી કોઈ દફન થયેલો ભુતકાળ બોલતો હતો.
પોલીસ ઇન્સ્પેક્ટરે મુરલીનું સ્ટેટમેન્ટ લીધું:
“છત્રપાલ રૂપલીની ગરીબાઈમા તેનું શોષણ કરતા . પૈસા, શારીરિક દબાણ પછીની સ્થિતિ અને પછી આપઘાત જેવી ઘટના… એ રૂપલીનું અકાળે મૃત્યુ. કોઈ સગડ નહિ અને કેસ દફતરે...થઈ ગયો!!!
પણ પુરાવા મળી ગયાં છે.”
મુરલી એ સાહસપૂર્વક FIR મા સહી કરી.
ખાતાવહી પોલીસના પુરાવા રૂપમાં મોકલાઈ.
શહેરના અખબારો માં શીર્ષક છપાયું —
“જૂની હવેલીનો રહસ્યનો ખુલાસો, પ્યાસી આત્મા એ વેપારીનાં મૃત્યુ ને અંજામ આપ્યો કે તે અકસ્માત હતો ?”
મુરલીને આખા માઉન્ટ આબુમાં લોકો “વાહ!” “ ભૂત ને ભેટનાર બહાદુર !” જેવી નજરથી લોકો જોવા લાગ્યા.
---
લોકો ને શું ખબર,? કે તે જ રાત્રે કંઇક બદલાવ આવવાનો હતો .
આમાસની રાતે હવેલીમાં ઠીક રાત્રે અઢી વાગે ટિક… ટિક… ટિક…કરતુ જૂની ઘડિયાળનું લોલક જે બંધ થઈ ગયું હતું,
તે અચાનક મોટા અવાજે ફરી ચાલવા લાગ્યું.જાણે કોઇએ અટકેલ સમય ફરી ચાલુ કરી દીધો હોય.
તે રાતે આ સુતેલો મુરલી સફળે ઉઠ્યો....
રે... મુરલી... તે મારી આ કૂવાના ટાઢા બોર પાણી એ મારી ખસ, તે કાઢી દીધી ,અને હવેલી ની તરાઈ એ હવે સુખે નીંદર લે, એ ક્યાંનો ન્યાય....
અવાજ કોઈ નાં ગળામાંથી નીકળતી અવાજ…એક ત્રીજી કડી બાકી છે…”
મુરલી જાગી ગયો. છાતી પર ભારે વજન…ટીક ટીક ટીક અવાજનાં તાલે કોઈ તેની છાતી ઉપર કોદાળીનાં ઘા લગાવી રહેતું હોય તેવી પીડા થઈ આવી.
તે બારાડી ઉઠ્યો....કોણ?ફાનસની વાટ સંકેરી ,બારીની પાતળી ફાટ માંથી જોયું તો ત્યાં એક છાયા હતી .
ત્યાં, અઠવાડિયા પહેલાનો હુબહુ પાયલ નો ઝણકાર ફરી સંભળાયો.
સાથે રુપલીનો અવાજ સ્પષ્ટ:
“નાપાવટ તે હજુ પૂરું સત્ય નથી કહ્યુ.”
મુરલી ધ્રુજી ગયો. “મેં બધું પોલીસને તો આપ્યું! છે! બધું!”
છાયા હસી. તે આ વખતે માત્ર સામાન્ય હાસ્ય નહીં —એક કંપાળી ઉઠાવતું કળક.
“છત્ર તો વરસમા ચંદ દિવસ માટે જ હતો…
મારી ખરી તબાઈ અને મોતને અંજામ કોણે આપ્યું, યાદ આવે છે કાંઈ?”
---
ફાનસનાં ઉજાસ મા બારી સામેના અરીસામાં મુરલીએ તેનો ઉતરી ગયેકી ચહેરો જોયો …

અને તે ક્ષણે પાછળ બીજો પણ રક ચહેરો ઉપસી આવ્યો...
તે રુપલી હતી , ઠરી બરફ થયેલું ચાંદી જેવું રુ જેવું મુખ, આંખો, કાળી મોટા કોડા જેવી.
હવે, કાંઈ યાદ આવે છે…મુરલી તને.. જે તું છાયા બોલી ..વર્ષોથી દાબતો આવ્યો છું...
બાર વર્ષ પહેલા —
હવેલીની છત નીચે , વરસાદ, સુમસામ હવેલી મા છૂટવા માથતી રડતી રૂપલી અને મુરલીનો મજબૂત હાથ ની પકડ.
“જવા દે, મુરલી , શેઠ પાસે હું મજબૂરી થી …” ઓણ ફટ તું મારો ભાઈ સમાન અને તું પણ આવી અધમતા ઉપર ઉતરી આવ્યો... લગ્ન નો લારો આપી “તે મને દગો આપ્યો! હવે તું પણ?”
પણ રૂપલી “હું તો નામર્દ છું , હું તારા પેટ હું કેવી રીતે......માટે શેઠ જવાબદાર હોઈ શકે.... તો...હું તારી સાથે લગ્ન કેવી રીતે કરું?
શેઠે જ તને, ક્યાયની નહીં છોડી.”
અને તે રાતે ને મેં તને આ વાત કહી ત્યારે રૂપલી તું જ કુવાના કિનારે ગભરાઈ ગઈ…હતી. મેં તને રોકવા કોઈ પ્રયાસ કરવા નાં બદલે તારો સાથ દીધો..
અને પાયલ ઝણકાર સાથે તું પડી ગઈ.
પાણીની ભારે છાબક અને પછી નિશબ્દ અંધારું.
મુરલીએ હાથ કંપાવતાં પોતાના મનને કહ્યું
“આ આપઘાત નહોતો … ”
શેઠે વણ લેખ્યો હવેલી નો માલિક બનાવી પૈસા આપ્યા.એક નોકરી.ચોકીદારનું પદ.
પણ આ સુખ બી સેજ મેં ભયમા ફેરવી .
વર્ષો સુધી,સ્મૃતિ કુવામાં દાટી દીધી.
હવે ભુતકાળ નો દરવાજો ખુલી રહ્યો હતો. રૂપલીની આત્મા માત્ર ગુસ્સે નથી, તેની તડપ સચોટ છે.તેનાં પાયલ ની ગુંજ અવાજ હવે હવેલીમાં નહીં,મુરલીના મનમાં રણકે છે.
“તે પાયલ ત્યાં નાખી…પણ મારી ચીસ?”
“પોલીસને ખાતાવહી આપી …પણ બાકી રાખ્યું ખરું નામ?”
રૂમમાં લાલ શાહી થી દીવાલ પર એક શબ્દ ઉપસી આવ્યો, અસલી“દોષી.”
ભર રાતે મુરલી પાગલની જેમ હવેલીમાંથી દોડ્યો.પોલીસ સ્ટેશન.
“Inspector સાહેબ! બચાવો આ ટીક ટીક ટીક થી ,હું… હું… બધું સાચું કહું છું…!”
ઇન્સ્પેક્ટરે FIR ની ફાઈલ ખોલીને જોયું:
સ્ટેટમેન્ટ, પાનું નંબર ૩, છેલ્લે ઉમેરાયેલી એક લાઈન:
“મુરલી શેઠ પાસેથી પૈસા લેતો અને મને પણ બ્લેકમેલ કરતો હતો ”
ઇન્સ્પેક્ટર ચોંક્યો —
“આ કોણે લખ્યું?
આ તો તમારા હાથની લખાવટ નથી!”
ત્યાં પોલીસ સ્ટેશનનાં ખુલ્લા દરવાજે અવાજ આવ્યો
ઠૂક…ઠૂક…
સ્ટેશનની બહાર જોરદાર ટકોરા.
બધા પોલીસવાળા બહાર દોડ્યા —
કોઈ ન હતું.
માત્ર એક ભીનું પાયલ સ્ટેશનના ટેબલ પર મુકેલી.
લોહીના બે નાના બિંદુઓ…
અને તૂટેલો ઘુઘરો.
ઇન્સ્પેક્ટરે મુરલી તરફ જોયું:
“હવે તમારે સ્વીકાર કરવો પડશે.”
મુરલી રડીને બોલ્યો,
મુરલીએ બૂમ પાડી
“રૂપલી તો હજુ જીવતી છે…… એ હજુ મરી નથી…
“હું હત્યારો નથી… મેં… મેં ફક્ત… એને… દૂર ધકેલી હતી …”
રૂપલીનો અવાજ છેલ્લી વાર ગુંજ્યો, ફટ રે મુરલી તું નામર્દ નહતો, મારા પેટમા તારું રતન નું જતન કરતી હતી...
“હું પાછી તને લેવા આવી ગઈ છું., ચાલ તારા દીકરા ને મળી લે...
મુરલી નું પોલિશ સ્ટેશન મા પ્રાણ પંખેરુ ઉડી ચૂક્યું હતું . કોઈ કોર્ટ કોઈ ચુકાદા ને કોઈ અવકાશ ન હતો. રહેતી ગઈ માત્ર વાતો.... અને હવેલી મા શાંતિ.”
છત્રાપાલ શેઠનાં વારસોએ આબુની મનહૂસ નું લેબલ લાગેલી જૂની હવેલીને વેચાણમાં મૂકી.કુવાની ઉપર નવા લોખંડના ઢાંકણ લગાવી દીધા.
પણ હજુય કોઈ રાતે જ્યાંરે ત્યાં ચાંદીનાં પાયલ નો ઝણકાર રણકે છે ત્યાંરે લોકો કહે છે.
“દરવાજા પર ઠૂક…ઠૂકનાં ટકોરા…થી ત્રણ નાં મોત પછી પણ રુપલીની હજુ કોઈ કડી બાકી છે .”
આબુની હવેલી મા હજુય ઘડિયાળ નાં ટીક ટીક થતાં લોલકે..વાતાવરણ હજુ જીવતું છે…

