રાધિકા એક જીવાતી લાશ...
રાધિકા એક જીવાતી લાશ...
રાધિકા ને મનિષના લગ્નને દસ વર્ષ થઇ ગયા હતાં. રાધિકા બધી જ રીતે હોશિયાર છે. રાધિકા જોડે બધું જ છે. પૈસા, એશ-આરામ, રૂપ-રંગ દરેક પ્રકારની સગવડ છે.
બસ તેના જોડે નથી તો એ છે એક માં બનવાનું સુખ..
રાધિકા એ ખૂબ જ દવાઓ કરાવી, પથ્થર એટલા દેવ કર્યા, મન્નતો રાખી તો પણ તેનું કોઈ જ ફળ ના મળતું. પણ રાધિકા અને મનિષ હિંમત હાર્યા વગર પ્રયત્ન કરતા જ રહ્યા.
બંનેના આ પ્રયત્નથી ભગવાન ખુશ થઈને બાર વર્ષે એક સુંદર એવું બાળક આપ્યું. રાધિકા ને મનિષ ખૂબ ખુશ હતાં. તેનું નામ પર્વ રાખ્યું.
રાધિકાની પુરી જિંદગી તેના બાળકમાં જ જતી. પર્વ ખૂબ જ મોડેથી બોલતા શીખ્યો હતો.
પર્વ ત્રણ વર્ષે બોલતા શીખ્યો. પર્વ નો પેહલો શબ્દ "માં " હતો. રાધિકા ખૂબ જ ખુશ થઇ ગઈ. રાધિકા એ આખું ઘર ખુશીના લીધે માથે ચડાવી લીધું.
રાધિકા માં સાંભળવા માટે પૂરો દિવસ પર્વ ને બોલાય બોલાય કરતી.
એક દિવસ રાધિકા અને મનિષ પર્વને બગીચામાં રમવા લઇ ગઈ. પર્વ બગીચામાં રમતો હતો અને એટલામાં જ ત્યાં બે આખલા આવી ગયા.
આખલા ત્યાં લડતા હતાં. રાધિકા અને મનિષની નજર પડી. હજી તો મનિષ પર્વ જોડે જાય એટલામાં જ આખલા ત્યાં આવી ગયા અને બે આખલાની લડાઈ વચ્ચે પર્વ આવી ગયો.
રાધિકા અને મનિષની નજર સામે જ આખલા એ પર્વ ને અડફેટમાં લઇ લીધો.
મનિષ તરત જ પર્વ ને દવાખાને લઇ ગયો. પણ ત્યાં તો ડૉક્ટર છુટા પડી ગયા. અને દેખ-દેખતા માં જ પર્વ ભગવાન જોડે જતો રહ્યો.
આ આઘાતથી રાધિકા ના મગજ પર ખૂબ જ અસર થઇ. અત્યારે રાધિકા જીવતી લાશ બનીને જીવે છે.
એક પળ માં જ મનિષ નું સર્વસ્વ લૂંટાઈ ગયું.
