Manishaben Jadav

Abstract

4.8  

Manishaben Jadav

Abstract

પુત્રીનો સ્વીકાર

પુત્રીનો સ્વીકાર

1 min
354


રંજન ખુબ જ હોંશિયાર અને ડાહી છોકરી હતી. તે તેના માતા પિતા સાથે એક નાનકડાં શહેરમાં રહેતી હતી. તે માતા પિતાને કામમાં મદદ કરતી. અને અભ્યાસ કરતી હતી.

તે જે કોલેજમાં અભ્યાસ કરતી હતી ત્યાં એક ગૌતમ નામનો છોકરો અભ્યાસ કરતો હતો. રંજન આમ તો ખાસ કોઈ સાથે વાતચીત કરતી નહીં. પરંતું ગૌતમ હંમેશા તેની પાસે મદદ માંગવા આવતો. રંજન તેને હંમેશા મદદ પણ કરતી.

ધીમે-ધીમે તેમની વચ્ચે એક મિત્રતા બંધાઈ ગઈ. તેમની દોસ્તી ખૂબ ગાઢ બનતી જતી હતી. બંને એકબીજા વગર રહી શકતા ન હતા. ગૌતમ અને રંજન લગ્ન કરવાનું નક્કી કર્યું. રંજને આ બાબતે તેમના માતા-પિતા સાથે વાત કરી.

રંજનના માતા પિતા આ લગ્ન માટે તૈયાર ન હતા. ગૌતમ અને રંજને સાદાઈથી એક મંદિરમાં લગ્ન કરી લીધાં. તેમના માતા-પિતાએ તેની સાથે સંબંધ તોડી નાખ્યો. રંજનને ખૂબ અફસોસ થતો. પરંતુ કરવું શું ?

અહીં તેના માતા-પિતા પણ તેને ખૂબ યાદ કરતા. રંજનના આ પગલાંથી તેમને ખૂબ આઘાત લાગ્યો હતો. અહી રંજનને પણ ખૂબ પસ્તાવો થતો. માતા-પિતાની યાદ આવતી. દિવાળીનો તહેવાર નજીક હતો. રંજન હિંમત કરી માતા-પિતા પાસે માફી માગવા ગઈ.

માતા-પિતાનું દિલ પુત્રીને જોતા તરત પીગળી ગયું. બધા એકબીજાને ભેટી પડ્યા. રંજનને ફરી માતા-પિતાનો પ્રેમ મળ્યો. હૈયામાં આનંદ થયો.

"તું છે મારી દીકરી લાડકી

જાણે જીવનની મીઠડી."


Rate this content
Log in

Similar gujarati story from Abstract