Click Here. Romance Combo up for Grabs to Read while it Rains!
Click Here. Romance Combo up for Grabs to Read while it Rains!

CHETNA GOHEL

Romance fantasy classics inspirational


4.0  

CHETNA GOHEL

Romance fantasy classics inspirational


પુસ્તક પ્રેમી

પુસ્તક પ્રેમી

3 mins 12.1K 3 mins 12.1K

"આજ તો તે ગયો જ! આજ તો પીછો કરે ને તો પ્રીન્સિપલ સર પાસે જ જવું પડશે." મનમાં બબડતી બબડતી શ્રીનાએ કોલેજ તરફ સાઈકલ ચલાવી.

"હાશ પીછો છૂટ્યો. સાલો રોજ પીછો કરે છે! હું તેને ઓળખાતી પણ નથી. નામ પણ ખબર નથી. મોટી મોટી આંખો ફાડી મારા ચહેરાને બસ ઘુર્યા જ કરે છે." એક હાશકારાં સાથે કોલેજના કેમ્પસમાં સાઈકલની ઘોડી ચડાવી.

મોઢા પરથી દુપટ્ટો ઉતારી બેગમાં મૂકે ત્યાં જ બાજુમાં કોઈએ સાઈકલ પાર્ક કરી અને શ્રીનાની નજર તેની ઉપર પડી.

અરે આજ તો અહીંયા પહોંચી ગયો. આજ તો તેની ખેર નહી! જોઈ લઈશ હવે.

શ્યામ અને શ્રીના બંને એક જ કોલેજમાં અને એક જ ક્લાસમાં અભ્યાસ કરતા. શ્યામ દેખાવે સુંદર અને ભણવામાં પણ હોશિયાર. તે મનોમન શ્રીનાને ખૂબ જ પ્રેમ કરતો. શ્રીનાને વાંચનનો ખૂબ શોખ એટલે ફ્રી ટાઈમમાં તે લાયબ્રેરી જતી. શ્યામને પણ વાંચનનો શોખ. બસ તેની શ્રીના ઉપર પહેલી નજર ત્યાં જ પડી. શ્રીનાને થતું તે મને જોવા માટે જ આવે છે. રોજનું થયું. ધીમે ધીમે શ્યામ શ્રીનાને પ્રેમ કરવા લાગ્યો. પરંતુ તે શ્રીનાને ક્યારેય કહી નાં શક્યો. 

ફરી એ દિવસે બંને લાયબ્રેરીમાં મળી ગયા. આજ શ્યામ બહું ખુશ હતો.તેના હાથમાં બહું બધી પુસ્તકો હતી. શ્રીના પણ વિચારમાં પડી ગઈ, કે આજ એ શું નાટક કરવાનો છે!

નમસ્કાર મિત્રો. તમારા વાંચનમાં ખેદ બદલ ક્ષમા માંગુ છું. પણ આજ હું તમારી સાથે મારી ખુશી શેર કરવા માંગુ છું. આજ મારો જન્મદિવસ છે. અને હું તો રહ્યો પુસ્તક પ્રેમી. આજ મારી 1000 પુસ્તકોનું વાંચન પૂરું થયું અને આજ મારી ખુદની લાઇબ્રેરીનું ઉદઘાટન છે. તો બધા જ મિત્રો એ મારા ઘરે રાત્રે આવવાનું છે.

શ્યામ બધાને એક એક પુસ્તક આપે છે.

"તમારી રાહ જોઇશ." આટલું કહી શ્યામ શ્રીનાના હાથમાં એક પુસ્તક આપે છે. શ્રીના પુસ્તક લઈ ક્લાસ તરફ ચાલવા લાગી.

ઘરે જઈ શ્રીના એ પુસ્તક જોયું. તેમાં એક ચિઠ્ઠી હતી. શ્યામે પોતાના દિલની બધી જ વાત તેમાં લખી હતી. શ્રીના થોડી વાર વિચારે ચડી ગઈ. "હું કેટલું ખોટું વિચારતી હતી શ્યામ વિશે. હું પુસ્તક પ્રેમી થઈ બીજા પુસ્તક પ્રેમીના દિલને પારખી ના શકી.

"હું ચોકકસ જઈશ આજ તેના ઘરે." શ્રીનાના ચહેરા ઉપરથી ચોખ્ખું દેખાતું હતું કે તેના મનમાં પણ શ્યામ પ્રત્યે પ્રેમના બીજ તો રોપાઈ જ ગયા.

રાત્રે શ્રીના શ્યામના ઘરે જાય છે. બીજા બધા પણ મિત્રો હતા. શ્યામને જોતા જ શ્રીનાની નજર શ્યામ સાથે મળી. શ્રીનાના દિલમાં અચાનક કંઇક ટકોર થઈ. અચાનક બધું બદલાઈ ગયું.

"વેલકમ શ્રીના" શ્યામ નજર ફેરવી શ્રીનાને આવકારે છે.

શ્યામનું ઘર જાણે હવેલી જ જોઈ લો. અને તેની લાયબ્રેરી એટલે ... શ્રીના તો જોઈ દંગ રહી ગઈ. બધી જ પુસ્તકો જોવા લાગી. 

આનંદથી ઉછળી શ્રીનાએ શ્યામને પૂછી લીધું,"શ્યામ મને વાંચવા આપીશ ને!"

"શ્રીના આ પૂરી લાયબ્રેરી તારી માટે જ છે." ફરી શ્રીના અને શ્યામ બંનેની આંખો કઈંક કહેવા લાગી.

શ્યામ કઈંક એનાઉન્સમેન્ટ કરવા જઈ રહ્યો હતો.

"સાંભળો સાંભળો.... આજ મારો બહુ ખાસ દિવસ છે. હું એક સરપ્રાઈઝ આપવા માંગુ છુ. તૈયાર છો ને બધા!!"

"યસ, શ્યામ વી આર રેડી.સ્પીક ફાસ્ટ."

બધા મિત્રો આતુરતાથી શ્યામની સરપ્રાઈઝની રાહ જોઈ રહ્યા.

શ્યામ શ્રીનાની નજીક આવ્યો. તેનો હાથ પકડ્યો અને તેને બધાની વચ્ચે પ્રપોઝ કર્યું.

"શ્રીના હું તને ખૂબ જ પ્રેમ કરું છું. હું તારી સાથે મારી જિંદગી વિતાવવા માંગુ છું. તારી સાથે મારી એક એક ક્ષણને સજાવવા માંગુ છું.વિલ યુ મેરી મી?"

શ્રીના શ્યામને જોઈ જ રહી. અને નજર નીચી કરી તેને કહ્યું,"આઈ લવ યુ ."

અને બધા જ મિત્રો ખુશીથી ઉછળી પડ્યા.

"જોયું મે કહ્યું હતું ને કે આ પૂરી લાયબ્રેરી ઉપર તારો જ હકક છે. બરાબર ને!" શ્રીનાના કાનમાં ધીમેથી શ્યામ બોલ્યો.

ખુશીથી ઉછળી શ્રીના શ્યામને ભેટી પડી.

બંને પુસ્તક પ્રેમી સાચી જિંદગીમાં પ્રેમી બની ગયા.


Rate this content
Log in

More gujarati story from CHETNA GOHEL

Similar gujarati story from Romance