મંઝિલ
મંઝિલ


આયુષી અને તન્મય બંને એકબીજાને કોલેજ ટાઈમથી પ્રેમ કરતા હતાં. બંનેનો પ્રેમ નિઃસ્વાર્થ અને પવિત્ર હતો. બસ બંનેના પરિવારમાં બહુ મોટો તફાવત હતો. આયુષી એક ગરીબ ઘરની દીકરી હતી. અને તન્મય અમીર બાપનો દિકરો હતો. કોઇ સંજોગોએ બંને પરિવારનાં સભ્યો એકબીજાના લગ્ન માટે તૈયાર નહોતા.
આયુષી અને તન્મય બંનેએ પોતાના પરિવારને કહ્યું કે અમે લગ્ન કરીશું તો એકબીજાની સાથે જ કરીશું.
આયુષીને તેના પરિવારે ખૂબ જ મારી. અને કહ્યું જો તે તન્મય સાથે લગ્ન કરશે તો તેના માટે તેની દીકરી મરી ગઈ માનશે.
બીજી બાજુ તન્મયના પરિવારે પણ નિર્ણય કર્યો કે જો તે આયુષી સાથે લગ્ન કરશે તો તેને પહેર્યા કપડે જ ઘર
ની બહાર નીકળવું પડશે.
પરંતુ આયુષી અને તન્મય બંને મક્કમ હતાં. બંનેએ કોર્ટ લગ્ન કર્યા. પણ કોઈ તેની સાથે નહોતું. બંને એકલા પડી ગયા. રહેવા, જમવા માટે પણ કંઈ નહોતું.
પણ બંને હાર માને એવા ક્યાં હતાં !
તન્મય મને ખબર છે આપણો નવો સંસાર ઘણી બધી દ્વિધાથી ભરેલો છે. સહેલું નથી. આપણે પાયાથી બધું જ ઊભું કરવાનું છે. આપણે બહુ લાંબી મુસાફરી કાપવાની છે. ખબર છે કે દૂર દૂર સુધી મંઝિલ દેખાતી નથી. પણ આપણે બંને સાથે હશું તો ગમે તેટલી દૂરી હશે કાપી લેશું. અને હા તન્મય આપણે આપણી મંઝિલ સુધી પહોંચીને જ રહેશું.
બંનેનો પ્રેમ જ એટલો હતો કે મંઝિલ ને પણ સામેથી મળવા આવવું પડ્યું.