દ્રઢ નિર્ધાર
દ્રઢ નિર્ધાર
નાનપણથી પ્રેક્ષાને ડોક્ટર બનવાનું સપનું હતું. જે ઉંમરમાં બાળકો શેરીની રમત રમતા એ ઉંમરે પ્રેક્ષા ડોક્ટર ડોક્ટર રમતી. તેના રમકડાં પણ એવા જ. પ્રેક્ષા એક મધ્યમ વર્ગીય કુટુંબની હતી. તેના કુટુંબમાં ભાગ્યે જ કોઈ છોકરી ભણતી. વાંચતા લખતા આવડે એટલે બસ. ઘરકામ કરવા લાગી જાય. તેના માતા પિતા પ્રેક્ષાને બહુ સમજાવતા કે બેટા ડોક્ટર બનવું આપણું કામ નહી. તું ક્યારેય ડોક્ટર નહી બની શકે.
પ્રેક્ષાનું મનોબળ દ્રઢ હતું. કોઈ કંઈ પણ કહે પણ પ્રેક્ષાને કંઈ અસર ના થતી. બસ તેની એક જ ઈચ્છા હતી કે ડોક્ટર બનવું. પોતાના પરિવારની વિરુદ્ધ જઈ પ્રેક્ષાએ અભ્યાસ શરૂ રાખ્યો. તેનો પરિવાર તેનાથી હંમેશા નારાજ રહે
તો. પ્રેક્ષા સ્કોલરશીપ લઈ આગળ ભણવા શહેર ગઈ. ત્યારે તેના પરિવારે તેની સાથે સબંધ પણ તોડી નાખ્યો. પ્રેક્ષાને તો ઝનૂન સવાર હતું. પાર્ટ ટાઇમ જોબ કરતી જતી. તેનું ડોક્ટર બનવાનું સપનું સાકાર થયું. આજ તે એક સફળ હૃદયની ડોક્ટર છે.
તે ડોક્ટર બની પહેલી વાર પોતાના ગામ ગઈ. તેનું ફૂલોથી સ્વાગત કર્યું. પ્રેક્ષાએ જોયું તેના માતા પિતા નહોતા. પ્રેક્ષા ઘરે ગઈ. પ્રેક્ષાને જોતા જ તેના તેના માતા પિતા તેને ભેટી રડવા લાગ્યા અને માફી માંગવા લાગ્યા. પ્રેક્ષા આજ બહુ ખુશ હતી. તેનું સપનું આજ પૂરું થયું અને તેનો પરિવાર પણ આજ તેની સાથે હતો.
પ્રેક્ષાનો પોતાના સપનાં પ્રત્યેનો દ્રઢ નિર્ધાર સફળ થયો.