વિદુષક
વિદુષક
સૂરજ નાનપણથી જ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. સ્કૂલમાં સર કંઈ પણ પૂછે તેની આંગળી હંમેશાં ઊંચી જ રહેતી.
પે'લા બીજા ધોરણ સુધી તો લગભગ બધું બરાબર જ હતું. પણ પછી ખબર નહીં તેની ઊંચાઈ વધતી બંધ થઈ ગઈ. હવે સૂરજ લગભગ છઠ્ઠા ધોરણમાં હતો પરંતુ તેની હાઈટ પહેલા ધોરણ ના છોકરા જેટલી જ હતી. તેની હાઈટ વધી જ નહીં. તેની હાઇટ લગભગ ત્રણ ફૂટ જ રહી.
હવે તો સ્કૂલમાં બધા તેની મજાક ઉડાવવા લાગ્યા. ઠીંગુજી ઠીંગુજી કહીને તેને બધા ચીડવતા. કોઈ તેનો મિત્ર બનવા તૈયાર નહોતું. સૂરજ સાવ એકલો જ પડી ગયો.
કૉલેજ પૂરી કર્યા બાદ હવે નોકરીનો પ્રશ્ન !
કોઈ તેને નોકરી આપવા તૈયાર નહોતું. બધી જ જગ્યાએ તેને તેની હાઈટ નડતી. તેની પાસે ડિગ્રી હતી છતાં&nbs
p;કંઈ કામ નહોતું. બધા તેની મજાક ઉડાવતા.
સૂરજે મન મક્કમ કરી એક નાનકડો ધંધો શરૂ કર્યો. તેને ચપ્પલની દુકાન શરૂ કરી. પણ થયું એવું કે તેની દુકાને માણસો આવતા જરૂર પણ તેને જોવા અને હસવા માટે, કોઈ તેની દુકાનેથી ખરીદી ના કરતું.
નાનપણથી જ એવું સંભળાતો આવ્યો હતો કે તું તો જોકર છે.
સૂરજ અંદરથી સાવ તૂટી ગયો અને તેને નક્કી કર્યું કે તે સર્કસમાં જશે.
આજ સૂરજ સર્કસમાં ખેલ કરી બધાને મનોરંજન પૂરું પાડે છે. બધાને હસાવે છે. પણ તેના ચહેરા પાછળની વેદના તો ફક્ત તે જ સમજે છે. તેની ઈચ્છા ના હોવા છતાં તેને ખેલ કરવા પડે છે.
એક જોકરના ચહેરાની પાછળ હંમેશા બીજો ચહેરો હોય જ છે. સ્મિતનો મુખોટો પહેરી આંસુઓને ગળી જાય છે.