અતૂટ મિત્રતા
અતૂટ મિત્રતા


પ્રિયા: "રાજ તને ખબર છે ટીના લગ્ન કરી રહી છે."
રાજ: હા યાર. કાલે જ આવી હતી કંકોત્રી આપવા. પણ તેનો ચહેરો બહુ ઉદાસ હતો.
પિન્કી : હા ફ્રેન્ડ મને પણ એવું જ લાગ્યું. કંઈક તો છુપાવી રહી છે ટીના.
સોહમ : ટીના તો ગૌરાંગને પ્રેમ કરે છે, તો પછી તે બીજા સાથે લગ્ન કેમ કરી શકે!
નેહા : સાચી વાત છે સોહમ. ટીના ગૌરાંગને ખૂબ જ પ્રેમ કરે છે. એ જ નહી સમજાતું કે ટીનાએ તેના લગ્ન વિશે આપણને કેમ ક્યારેય કશું કહ્યું નહીં. સીધી કંકોત્રી દેવા આવી ગઈ! કંઈ સમજાતું નથી.
પ્રિયા : મને તો એવું લાગે છે કે ટીના તેની મરજી વિરુદ્ધ લગ્ન કરે છે. અને જો એવું હશે તો આપણે તેને બચાવવી પડશે.
રાજ : હું ગૌરાંગને કોલ કરી પૂછી લઉં. તેને તો ખબર જ હશે.
પ્રિયા : પિન્કી તું તો ટીનાના પરિવારને સારી રીતે ઓળખે છે ને! એક કામ કર તું આજે જ ટીનાના ઘરે જા. મને લાગે છે કે ટીના કંઈ બોલશે નહીં, પણ તું ગમે તેમ કરી જાણવાનો પ્રયત્ન કરજે કે ટીના આ લગ્ન પોતાની મરજીથી કરે છે કે કેમ!
પિન્કી: સારું ફ્રેન્ડ હું અહીંથી સીધી ટીનાના ઘરે જ જાવ છું. પછી કોલ કરી જણાવું તમને.
રાજ: સારું તો હું પણ ગૌરાંગને પૂછી લઉં.
બધા ફ્રેન્ડ છૂટા પડે છે. બધાને ટીનાની ચિંતા સતાવે છે.
પ્રિયા,રાજ,પિન્કી,સોહમ,ટીના અને નેહા નાનપણના મિત્રો હતા. સ્કૂલ, કૉલેજ બધે એકસાથે જ જોવા મળતા. કોલેજ પૂરી કરી છ મહિના થયા ને ટીનાના લગ્નની કંકોત્રી આવી. બધાને ખબર હતી કે ટીના ગૌરાંગને ખૂબ જ પ્રેમ કરતી હતી.
બીજા દિવસે પ્રિયા બધાને કોન્ફરન્સ કોલ કરે છે.
પ્રિયા: ટીના વિશે કંઈ ખબર!
રાજ: હા ફ્રેન્ડ મને એક વાત જાણવા મળી છે.
પિન્કી : મને ટીનાએ તો કંઈ નથી કહ્યું પણ. તેની ભાભી પાસેથી જાણવા મળ્યું.
સોહમ : ફ્રેન્ડ એક કામ કરીએ. આપણે બધા આજ સાંજે પાંચ વાગ્યે સેન્ટ્રલ પાર્ક ભેગા થઇએ. ત્યાં જ ચર્ચા કરીશું.
ટીના સિવાય બધા ફ્રેન્ડ સેન્ટ્રલ પાર્ક પહોંચી ગયા.
પિન્કી : ફ્રેન્ડ ટીના પોતાની મરજીથી લગ્ન નથી કરતી. તેની ઉપર તેના પરિવારનું દબાણ છે.
રાજ : હા ! ગૌરાંગે પણ એ જ કહ્યું. ગૌરાંગ ટીનાને બહુ પ્રેમ કરે છે. તે ટીના વગર રહી નહી શકે. ટીનાના પપ્પાને અમીર છોકરો જોઈતો હતો. અને તમને તો ખબર છે ગૌરાંગ મધ્યમ વર્ગનો છે.
સોહમ : મને એવું લાગે છે આપણે આ લગ્ન રોકવા જોઈએ. શું લાગે છે તમને બધાને!
નેહા : હા, એકદમ સાચું. ટીનાના લગ્ન ગૌરાંગ સાથે જ થવા જોઈએ. ટીના જેને પ્રેમ કરે છે તેની સાથે લગ્ન કરવાનો હક્ક છે તેનો.
પ્રિયા: સારું તો પહેલા આપણે ટીના અને ગૌરાંગને મળવું પડશે. અને એ પણ એકસાથે.
પિન્કી ગમે તેમ કરી ટીનાને બહાર લઈ જાય છે. અને રાજ પણ ગૌરાંગને ત્યાં લાવે છે. બધા ફ્રેન્ડ આવી ગયા.
ગૌરાંગને જોઈ ટીના ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. અને ગૌરાંગને ભેટી એક જ શબ્દ બોલી,"હું તારી વગર નહી જીવી શકું."
પ્રિયા : ટીના અમે તારા નાનપણના મિત્રો છીએ. તે અમને પણ ના કહ્યું. સારું હવે અમે તારા લગ્ન બીજે નહી થવા દઈએ. વિશ્વાસ છે ને અમારી ઉપર!
ટીના : હા ફ્રેન્ડ મને તમારી ઉપર ખુદ કરતા વધારે વિશ્વાસ છે.
નેહા : આપણે કાલ ટીનાના ઘરે જઈશું. પણ તેના મમ્મી પપ્પા નહી માંને તો!
પ્રિયા : સાંભળ ટીના ! તું ગૌરાંગને પ્રેમ કરે છો ને! તેની સાથે જીવન વિતાવવા માંગે છો ને! જો તારા મમ્મી પપ્પા ના માને તો તું કોર્ટ મેરેજ માટે તૈયાર છો?
ટીના વિચારમાં પડી ગઈ.
થોડી વાર પછી ટીનાએ ગૌરાંગનો હાથ પકડ્યો અને કહ્યું," હું લગ્ન કરીશ તો ગૌરાંગ સાથે જ."
બધા મિત્રો ટીના ના ઘરે ગયા. પણ તેના મમ્મી પપ્પા માન્યા નહી.
ટીના હવે મક્કમ હતી. બધા મિત્રોના સાથ સહકારથી ટીના અને ગૌરાંગે કોર્ટ મેરેજ કરી લીધા.
લગ્નના પાંચ વર્ષ પછી તેના ઘરે લક્ષ્મી અવતરી. ગૌરાંગ એક સારી કંપનીમાં મેનેજર બની ગયો. બંનેનો પરિવાર હવે એકબીજાના ઘરે આવવા જવા લાગ્યો.
ટીનાને ખુશ જોઈ તેના મમ્મી પપ્પાને સમજાયું કે તેઓ કેટલી મોટી ભૂલ કરવા જઈ રહ્યા હતા.
બધા ફ્રેન્ડના સાથ સહકારથી આજ ટીના ગૌરાંગ સાથે તેનું જીવન આનંદથી વિતાવી રહી છે.