દ્રઢ નિર્ધાર
દ્રઢ નિર્ધાર


સંધ્યા નાનપણથી જ બહુ જાડી હતી. બધા તેની બહુ મજાક ઉડાવતા. તેને હાથી કહી ને જ બોલાવતાં.
નાનપણથી જ આવું સાંભળી સાંભળી સંધ્યાના મનમાં નકારાત્મક વિચારો ઘર કરી ગયા. પોતાની જાત ઉપર ગુસ્સો આવતો તેને. તેના કારણે તે ક્યારેય કોઈ સાથે વધુ વાતો પણ ના કરતી.
એક દિવસ તેની સખી એ કહ્યું કે તું ક્યાં સુધી આમ જીવીશ. દેખાડી દે બધાને કે તું કંઈ જેવી તેવી નથી. બધાના મોઢા બંધ કરાવી દે.
પણ સંધ્યાને ખબર નહોતી પડતી જે એવું શું કરવું ..
તેની સખી રેગ્યુલર જિમમાં જતી. તેને સંધ્યાને જિમ જોઇન્ટ કરવાનું કહ્યું.
સંધ્યા પણ મક્કમ બની ગઈ કે તે પોતાનું વજન ઉતારીને જ રહેશે.
છ મહિનામાં સંધ્યા એ સો કિલો માંથી સિત્તેર કિલો વજન કર્યું અને એકદમ ફીટ બની ગઈ.
હવે તો જિમ તેની રેગ્યુલર લાઈફમાં વણાઈ ગયું અને પોઝિટિવ વિચારો સાથે સંધ્યા ફરી આનંદથી જીવવા લાગી.