મોબાઈલ એક ઝંઝટ
મોબાઈલ એક ઝંઝટ


આજથી 20 વર્ષ પહેલાની વાત છે.
સંધ્યા અને સમીરની સગાઈ થઈ. બંને પહેલા ક્યારેય મળ્યા નહોતા. બસ એકબીજાને જોવાનો પ્રસંગ ગોઠવ્યો હતો. બસ પછી તો સીધી સગાઈ. ત્યારે છોકરાવ ને પોતાના મમ્મી પપ્પા ઉપર પૂરો ભરોસો હતો. કે મમ્મી પપ્પા કરે એ બધું બરાબર જ હોય.
હવે સગાઈ થઈ ગયા બાદ ફોન ક્યાં હતા ! ફોન હતો પણ રીસીવર વાળું ડબલું. ઘરના બધા સભ્યની સામે જ વાત કરવાની.
પણ ખરેખર એ સારું જ હતું. સંધ્યા અને સમીર આઠ દિવસે એકવાર એકબીજાનો અવાજ સાંભળતા. કેમ છો ! મજામાં ! બસ બહુ લાંબી- ચોડી વાત નહી.
આજ પણ સંધ્યાનો પરિવાર ખૂબ ખુશ છે.
હવે તમને અત્યારની વાત કરું.
છ મહિના પહેલાંની જ વાત છે. નીમી અને સેમનો પરિવાર એકબીજાને મળવા હોટેલ પહોચ્યા. નીમીએ થોડો ટાઈમ માંગ્યો. નીમી બોલી કે હું છોકરા સાથે આઠ થી દસ વાર મળું તો જ ખબર પડે. આ મુલાકાત તો બરાબર રહી.
નીમી અને સેમની સગાઈ થઈ. સેમે નીમીને મોબાઈલ ગિફ્ટ કર્યો. હવે શરૂ થઈ ઝંઝટ. બસ આખો દિવસ ને રાત ફોન ઉપર વાતો શરૂ જ રહે. વાત ત્યાં સુધી પહોંચી ગઈ કે ફોન ઉપર ઝગડા શરૂ થઈ ગયા. એકબીજાની પસંદ નાપસંદ બધું બદલાઈ ગયું. ને નક્કી કર્યું કે બંને લગ્ન નહી કરે.
એક વીસ વર્ષ પહેલાંનો સમય જેમાં મોબાઈલ નહોતા. ફોનનું ડબલું જ હતું, ત્યારે સંબંધ બગડતા નહી, અને આજ મોબાઈલ ના કારણે એક સેકન્ડમાં સબંધ તૂટી જાય છે.