મજા બની સજા
મજા બની સજા


"સપના હું તને વચન આપું છું કે આજ પછી હું ક્યારેય સિગારેટને હાથ પણ નહી અડાડું." શૌર્ય સિગારેટને કચરાપેટીમાં ફેંકતા બોલ્યો.
સપનાને શૌર્ય પર પૂરો વિશ્વાસ હતો.
શૌર્ય સિગારેટનો બંધાણી. સપનાને વચન તો આપી દીધું પણ પૂરું કરી શકશે!
શૌર્ય સિગારેટ માટે તડપતો. તેનાથી રહેવાયું નહિ. તેને ફરી સિગારેટ શરૂ કરી.
શૌર્ય દિવસની ત્રણ- ચાર સિગારેટ ફૂંકી મારતો. આ બધું સપનાથી અજાણ હતું. સપનાને તો એવું જ લાગતું કે શૌર્યે સિગારેટ છોડી દીધી.
થોડા વર્ષો પછી શૌર્યની તબિયત બગડવા લાગી. તેનું શરીર સુકાવા લાગ્યું. અને એક દિવસ તેણે લોહીની ઊલટી થઈ. શૌર્ય હજી દવાખાને જવા તૈયાર નહોતો. પણ સપના તેને પરાણે લઈ ગઈ.
ડોક્ટરે તપાસ કરી અને રિપોર્ટ કરાવ્યા.
પછી જે સત્ય સામે આવ્યું તે સાંભળી સપના બેહોશ થઈ ગઈ.
શૌર્યને બ્લડ કેન્સર હતું અને એ પણ છેલ્લા સ્ટેજમાં. સપના સામે જોવાની હિંમત નહોતી હવે. શૌર્ય સપનાની સામે હાથ જોડી માફી માંગવા લાગ્યો. સપના હું ક્યારેય સિગારેટ છોડી ના શક્યો. તારાથી આ વાત મે છૂપાવી. જેનું પરિણામ આજ મારી સામે છે.
સપના કંઈ બોલી ના શકી. તે અંદરથી સાવ તૂટી ગઈ. શૌર્યએ તેની સાથે વિશ્વાસઘાત કર્યો છે, આ વાત સપના સ્વીકારી નહોતી શકતી.
પણ હવે શું? શૌર્ય મહિના બે મહિનાનો મહેમાન હતો.
શૌર્યએ સિગારેટને સાથી બનાવ્યો, જ્યારે સિગારેટે શૌર્યને મૃત્યુનો સાથ આપી દીધો.
શૌર્યની કુટેવે સપનાની જિંદગી વેરવિખેર કરી દીધી.