CHETNA GOHEL

Children Stories Inspirational

4.5  

CHETNA GOHEL

Children Stories Inspirational

આર્યા

આર્યા

2 mins
128


"મમ્મી ! મમ્મી ! પેલા પસ્તીવાળા અંકલ આવ્યા છે." આર્યા દોડતી દોડતી મમ્મીને બોલાવી લાવી.

"સારું તમે આવી ગયા. પસ્તીનો ઢગલો થયો છે. આ વખતે તો બાળકોના પુસ્તકો પણ બહું ભેગા થઈ ગયા છે." મમ્મી અંદરના રૂમમાંથી બે થેલા ભરી પસ્તી લઈ આવી.

પેલો પસ્તીવાળો બન્ને થેલા ખાલી કરી પસ્તી ગોઠવવા લાગ્યો. આર્યા બધું ધ્યાનથી જોતી હતી. પસ્તીવાળાભાઈએ આર્યાની જૂની બુક એકબાજુ કરી. અને છાપા એક થેલામાં ભરી લીધા.

"અંકલ તમે મારી બુક કેમ એકબાજુ મુકી ?" આર્યાએ આતુરતાથી સવાલ પૂછ્યો.

"બેટા મારી દીકરી તારી જેવડી જ છે. તેને ભણવાનો બહુ શોખ છે, અને એ પણ અંગ્રેજી માધ્યમમાં. અમારી પરિસ્થિતિ એવી નથી કે અમે તેને અંગ્રેજી માધ્યમમાં ભણાવી શકીએ. એટલે દર વર્ષે તારી બધી પુસ્તકો હું સાચવી ઘરે લઈ જાવ છું. દર વખતની જેમ આજે પણ એ બહુ ખુશ થઈ જશે." પસ્તીવાળા ભાઈના ચહેરા ઉપર કેટલો આનંદ હતો!

"આર્યા દોડીને સીધી તેના દાદાજી પાસે ગઈ.

દાદાજી મારે મોટા થઈ શિક્ષક બનવું છે. અને હું ફક્ત ગરીબ છોકરાવનેજ ભણાવીશ. અને એ પણ અંગ્રેજી માધ્યમમાં. પછી કોઈ ગરીબ એમ નહિ કહી શકે કે અમારી પાસે ભણાવવા માટે પૈસા નથી. હું બધાને ફ્રીમાં જ શિક્ષણ આપીશ." આર્યાની વાત સાંભળી તેના દાદાજીની આંખમાં આંસુ આવી ગયાં.

સાચે આર્યા મોટી થઈ શિક્ષક બની. અને આજે ગરીબ બાળકોને મફતમાં શિક્ષણ આપે છે. એ પણ અંગ્રેજી માધ્યમમાં. બધા બાળકોને ફ્રી માં પુસ્તકો આપે છે. બસ તેનું એક જ ધ્યેય છે કે કોઈ બાળક શિક્ષણથી વંચિત ના રહેવું જોઈએ.


Rate this content
Log in