Swati Dalal

Abstract Thriller

4.3  

Swati Dalal

Abstract Thriller

પુનરાવર્તન

પુનરાવર્તન

2 mins
426


એક દિવસ માટે બેંગ્લોરની હેડ ઑફિસમાં કામ હોવાથી ઈશાન સવારની ફલાઈટમાં બેંગ્લોર પહોંચ્યો. બપોર સુધી બધું કામ પતી જતાં રાતની ફ્લાઈટ હોવાથી સમય પસાર કરવા માટે ઈશાન નજીક ના શોપિંગ મોલ માં ગયો.આમ પણ ઈશાન એકલતા નો જીવ ન હતો. સાંજ પડયે લોકો ના કોલાહલ અને ભીડથી મોલ ઉભરાઈ રહ્યો હતો.એકાદ ચકકર લગાવી ને ઈશાન મોલ ના કોફી શોપ માં ગયો..બહારની રંગબેરંગી ચહલપહલ પર નજર રહે તે રીતે ગોઠવાઈ ને ફેવરીટ કોફી નો સ્વાદ માણી રહ્યો હતો.. અચાનક તેની આંખોમાં ચમક આવી ..સામે ની દુકાનમાંથી બહાર આવતી સ્ત્રીને જોઈને !

હા એ ત્વિશા જ હતી ..તેની કોલેજ સમય ની પ્રેમિકા જેની સાથે તે લગ્ન કરવા ઈચ્છતો હતો.. એ જ સુંદરતા, વાંકળિયા વાળ અને ચહેરા ની ચમક..અને ઈશાનની નજર તેની સાથે રહેલા ખેંચતાણ કરી રહેલા નાનકડા ૭- ૮ વર્ષ ના બાળક પર પડી ..ઈશાન ઊભો થઈને તેની પાસે પહોંચી ગયો ..બેય ની આંખોમાં આશ્ચર્ય હતું..પણ જાણે ઈશાન ને જોઈને ત્વિશા આનંદિત થવાને બદલે ખચકાઈ ગઈ હોય એવું લાગ્યું.. ખૂબ ઉત્સાહથી ઈશાન બધું બોલ્યે જતો હતો... પૂછયે જતો હતો. તું અહીં કેવી રીતે ? ત્વિશા તું મજામાં છે ? તારો પુત્ર છે ? ત્વિશા કંઈપણ જવાબ આપે તે પહેલા ઈશાન ની નજર ત્વિશા પરથી ખસીને ગમેતેમ કૂદકા મારતા, મોઢામાંથી લાળ ટપકાવતા, મંદબુદ્ધિ જેવા લાગતા ત્વિશાના પુત્ર પર પડી ...કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ ત્વિશા તેને આગળ ખેંચતી ત્યાંથી નીકળી ગઈ.. ઈશાન ને ફરીથી ત્વિશા ના એ ૧૦ વર્ષ પહેલાં બોલાયેલા છેલ્લા શબ્દો યાદ આવી ગયા, "જો ઈશાન તારે મારી સાથે લગ્ન કરવા હોય તો તારા મંદબુદ્ધિ ભાઈને છોડવો પડશે, હું આખી જિંદગી એક મંદ બુદ્ધિ ને નહિ સહન કરી શકું !


Rate this content
Log in

Similar gujarati story from Abstract