Swati Dalal

Tragedy

4  

Swati Dalal

Tragedy

કાયદો

કાયદો

1 min
248


ફટાફટ રોટલા ટીપી રહેલી સવલી ખોરડાના ખૂણામાં બેસીને મોટા અવાજે ભણી રહેલા રઘુ ને સાંભળી રહી. એક જ લાઈન વારેઘડીએ રટતો, સાતમી ચોપડી ભણતા રઘુનો અવાજ, સવલીની વિચારતંદ્રા તોડીને તેના મનોજગત સુધી પહોંચ્યો.

" ભારતનું 'બંધારણ' બધાંને સમાનતાનો હક આપે છે. કાયદાની દ્રષ્ટિએ બધા નાગરિક સમાન છે."

    વારે ઘડીએ બોલાયેલા રઘુ ના શબ્દો, સવલીના મગજમાં ઘર કરી ગયા હતા. તે બોલી ઊઠી, હેં રઘુ બધા સરખા ? કોઈ ભેદભાવ નહીં ?  ના મા....અને પછી નાનકડા રઘુએ શાળામાં સમજાવેલુંં બધુંય માને સમજાવ્યું.

દિવસભરની મજૂરીથી પરવારીને સવલી કોન્ટ્રાક્ટર પાસે દહાડી લેવા ઊભી.... ભીખાને ૧૫૦ અને પોતાને સો રૂપિયા મળતા જ તે તાડુકી કે,"ભારતનું બંધારણ બધાંને સમાનતાનો હક આપે છે. કાયદાની દ્રષ્ટિએ બધા નાગરિક સમાન છે "તો તું કેમ મને ભેદ કરે છે ? કામ તો મેં પણ સરખું જ કર્યું છે."

      કોન્ટ્રાક્ટર આશ્ચર્યથી તાકી રહ્યો અને ગુસ્સાથી બોલ્યો,"ચાલતી થા... નવાઈની મને કાયદો શીખવાડે છે ! અને હા .કાલથી અહીં દેખાતી નહીં..! સવલી આઘાતથી જોઈ રહી ! પોતે ખોટી કે રઘુનું ભણતર ? તે વિચારી રહી.

   ખુલ્લા પગે, થાકેલા શરીરે રોડ પર ચાલતા તેના મગજમાં રઘુનો અવાજ ઘુમરાઈ રહ્યો.."ભારતનું બંધારણ બધાંને સમાનતાનો હક આપે છે. કાયદાની દ્રષ્ટિએ બધા નાગરિક સમાન છે."


Rate this content
Log in

Similar gujarati story from Tragedy