Swati Dalal

Abstract

4  

Swati Dalal

Abstract

દ્રોહ

દ્રોહ

2 mins
335


હજી હમણાં જ ખ્યાતનામ હોસ્પિટલના હેડ એડમીનીસ્ટ્રેશનની નોકરીમાંથી નિવૃત્ત થઈને વસુધાબહેને માનસિક રોગીઓના દવાખાનામાં સેવા કાર્ય શરૂ કર્યું. દીકરો વહુ અને પૌત્રનો સુખી પરિવાર હતો ....પતિ તો ખૂબ વર્ષો પહેલા ગુજરી ગયેલા.

નવી જગ્યાએ પહોંચીને પહેલાં બધા દર્દીઓની ફાઈલની વિગતો તપાસીને વાંચી અને જાણકારી મેળવી .. બધાની વિગતો વાંચતા વાંચતાં એક નામ પર વસુધાબેનની નજર અટકી ! આ એ જ તો નહીં હોય ? નામ, ઉંમર બધું જ મેળ ખાતું હતું.

મન બોલ્યું ...ના ...ના એ તો વર્ષો પહેલા અમેરિકા જતો રહ્યો હતો...કેટલું રોક્યો હતો તો પણ..

છતાં ઊંડે ઊંડે એક અજંપો.. કદાચ એ જ હોય તો ?

બીજા દિવસે એમણે બધા દર્દીઓને મળવાનું નક્કી કર્યું. ...દૂરથી જોઈને જ વસુધાબેન એને ઓળખી ગયા. ... આશુતોષ ...એ જ ભોળી કથ્થઈ આંખો, ઉંમરને કારણે થોડા પાંખા થઈ ગયેલા વાળ,પણ એ જ માસૂમ સ્મિત. બાળપણનો સખો,અને યુવાનીના સપનાઓનો સાથી.

 ૬૦ માં વર્ષે પણ વસુધાબહેનને એ પળે પળ યાદ હતી..બાળપણની નાની નાની રમતોથી લઈને યુવાનીના પહેલાં ગુલાબ સુધી..તે દુઃખી હૃદયે દૂરથી તેને જોઈ રહ્યા.. તેમણે આશુતોષની ફાઈલ ખોલી ....."અલ્ઝાઈમર" ...આશુતોષ લગભગ બધું જ ભૂલી ચૂક્યા છે ! વસુધાબેને એક ઊંડો નિસાસો નાંખ્યો !

બીજે દિવસે હાથમાં ગરમા ગરમ જલેબીનું બોક્સ લઈ વસુધાબેન આશુ પાસે ગયા ..આશુની ખૂબ ભાવતી જલેબી... કદાચ કંઈક યાદ આવે ! કદાચ બાળપણની પ્રીત ફરી જાગે !

આશુ એ ડબ્બો લઈને વસુધા ને પૂછ્યું ",શું તમે મને ઓળખો છો ?" વસુધાબેને ભરેલી આંખે "હા "કહી ..આશુએ કહ્યું ,"બધા કહે છે કે હું બધું ભૂલી ચૂક્યો છું"," મને કંઈ યાદ નથી "..કહીને ચૂપચાપ ડબ્બો લઈ ફરી અંદર તરફ જતો રહ્યો ...ભીની આંખે વસુધા બહેન એને જતો જોઈ રહ્યા...મનોમન બોલ્યા, આશુ તું તો બધું જ ભૂલી ગયો !

અંદરના રૂમમાં જઈને પલંગ પર બેસીને આશુએ ડબ્બો પોતાના ખોળામાં મૂક્યો અને ધીમેથી બોલ્યો, "વસુ તને કેમ કરીને ભૂલું !

"મેં તો તારો દ્રોહ કર્યો, પણ તારી યાદો ખૂબ વફાદાર નીકળી !"


Rate this content
Log in

Similar gujarati story from Abstract