Ketan Bagatharia

Abstract Inspirational

4  

Ketan Bagatharia

Abstract Inspirational

પત્ર - એક શિક્ષકનો તેનાં વિદ્યાર્થીને

પત્ર - એક શિક્ષકનો તેનાં વિદ્યાર્થીને

1 min
160


સરસ્વતી વિદ્યાલય હોસ્ટેલ, 

રિલીફ રોડ.


વહાલા વિદ્યાર્થીઓ,

જાણીને ખુશી થાય છે કે તમો ભવિષ્યને લઈ ચિંતિત છો. બાળકો તમારી ચિંતા વાજબી છે, કે આગામી દિવસોમાં શું થશે? મોંઘવારી, બેરોજગારી, પેન્શન વગરની નોકરી, આતંકવાદ, રાષ્ટ્રોની આંતરીક સુરક્ષા વગેરે વગેરે... 

વહાલા બાળકો આ બધી સમસ્યાઓ અને તેના નિરાકરણ એક વ્યક્તિના જીવનચરિત્રમાં સમાયેલ છે. તે છે ભગવાન શ્રી કૃષ્ણ. ઉછેર પલક માતા-પિતા છતાં તેઓ બધાંને ખુશ રાખી શક્યાં ! બચપણમાં અનેક હુમલા તથા મુશ્કેલીમાં અડગ રહ્યાં એટલુંજ નહીં સામાજિક માન્યતાઓ, ધાર્મિક રીતરિવાજો વગેરેમાં વિરોધ કરી સમાજ ઉપયોગી સિદ્ધાંતો સ્થાપિત કર્યા અને લોકોની માન્યતા પણ મેળવી. આજની પરિસ્થિતિમાં આપણે રાજસત્તા કે અન્ય પર આધારિત રહી સ્વવિકાસ સાધી શકતાં નથી ત્યારે કૃષ્ણ ગોકુળ, વૃંદાવનમાં ખેતી, પાણી પુરવઠા વગેરે બાબતોમાં આત્મનિર્ભર બનવાની વાત સમજાવે છે. રાજસત્તા જ્યારે બાધક બને છે ત્યારે સત્તાને પડકારી સામાજિક મૂલ્યોની સ્થાપના કરે છે. જ્યારે તેના રાજ્યમાં અશાંતિ અને વિદેશી હુમલા વધે છે ત્યારે તે રાજ્યનું વડુમથક સલામત દ્વારિકા ફેરવી લોકોને સુખી કરે છે. લોકોને આત્મનિર્ભરતા અને સલામતી પ્રદાન કરે છે. તો બાળકો હવે કદાચ તમારી સમસ્યાઓ સમાધાન તરફ વળી હશે તેવી આશા છે. સ્વના વિકાસ સાથે સમાજ અને રાષ્ટ્રના વિકાસ તરફ અગ્રેસર થઈ એ. અખંડ રાષ્ટ્રની જાળવણી કરીએ. બોલો ભારત માતા કી જય, વંદે માતરમ્. 

શુભાશિષ સહ.....  

લિ.

ગુરુજી.


Rate this content
Log in

Similar gujarati story from Abstract