Ketan Bagatharia

Horror Crime Thriller

3  

Ketan Bagatharia

Horror Crime Thriller

સૌ એક સમાન

સૌ એક સમાન

2 mins
137


એક ગાઢ જંગલ હતું. તેમાં ઘણાં બધાં પશુ પક્ષી રહેતા હતાં. તે જંગલમાં એક સુંદર મજાની નદી હતી. ત્યાં બધાં જીવો પાણી પીવા આવતા. શિયાળ પણ અહીં શિકાર કરવા આવતું. પણ બીજા મોટા પ્રાણી તેને ભગાડી દેતાં.

એક દિવસ શિયાળ હાથીના સરદાર પાસે જઈને કહે છે તમે આ જંગલોમાં સૌથી તાકાતવર છો. નદી પર તમારો હક્ક હોવો જોઈએ. આમ તે શિયાળ સિંહ, મગર, પક્ષી, સસલાં બધાંની કાનભંભેરણી કરી આવ્યો.

  બીજા દિવસે નદી કિનારે મહાભારત થયું. જેમાં ગુસ્સે ભરાયેલા હાથીઓ નદીના વેણને બંધ કરી દીધું.

અને પોતાના વિસ્તારમાં બીજા પ્રાણીઓને આવવાં મનાઈ કરી. આવુંજ બીજા પ્રાણીઓએ કર્યું. નદી સૂકાઈ ગઈ, જંગલ પણ સૂકાવા લાગ્યું. હવે બઘાં પ્રાણીઓ મૂજાણા. શું કરવું? તેવામાં એક તપસ્વી ત્યાંથી પસાર થયા. જંગલોની અવદશા જોઈને દુઃખી થાય. તેઓએ બધાં પ્રાણીઓને પોતાની પાસે બોલાવી વિગત જાણી. પછી તપસ્વી બોલ્યા કે આ સંસારમાં એક ચક્ર ફરે છે. જેમાં તમામ જીવો એક બીજાની પૂરક કળી છે. બધાં એક બીજા પર નભે છે. આમાંથી એક પણ જીવ જોખમમાં મૂકાય તો સંપૂર્ણ જીવ ઘડિયાળ કે જીવ ચક્ર જોખમાય. તેથી આપણા અસ્તિત્વ માટે બધાં સમાન છીએ. તેથી મોટા કે શક્તિશાળી કે ઊંચ નીચેના ભેદભાવ વગર બધાને સમાનતા આપી જીવન જીવો.

બધાં પ્રાણીઓ જંગલની અવદશા જોઈને આ વાત સ્વીકારી ફરી પાછા પોતાના નૈસર્ગિક જીવનમાં જીવવા લાગે છે. પશુ પક્ષીઓના પાછા ફરવાથી બીજનાં વાવેતર થવા લાગ્યા. પાણીનું વહેણ ચાલુ થવાથી ફરી જંગલ ખુશ ખુશાલ થઈ ગયું.

બોધ:- બાળકો આ વાર્તા આપણને શીખવે છે કે આ સૃષ્ટિમાં બધાં સમાન છે. દરેક જીવનું આગવું સ્થાન છે. જો તેમાં ભેદભાવ કરશું તો સમગ્ર જીવ સૃષ્ટિ વિનાશ પામશે.


Rate this content
Log in

Similar gujarati story from Horror