STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Inspirational

2  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Inspirational

જીવન

જીવન

1 min
80

જીવન એક સતત ચાલતી પ્રક્રિયા છે. અનાદિકાળથી અવિરતપણે ચાલુ છે. સામાન્ય માનવી પોતાનાં રોજબરોજના જીવનમાં એટલો અટવાય જાય છે કે આ ઘટમાળ તેની પૂર્ણ જિંદગી લોગે છે ! માણસ વિચારવા લાગે છે કે આ ઘટમાળ જ વાસ્તવિક જીવન અને ભૂલી જાય છે કે જીવન સૌંદર્ય તેની લાલિમામાં નિહિત છે. 

આજનું યંત્રવત જીવન માનવને જીવનમાં નિખાલસ અને બાળસહજ આનંદ માણવાથી દૂર કરી દે છે. જાતને જ પૂછો ? ક્યારે નિરાંતે ઊંઘી શક્યાં ? ક્યારે નિરાંતે ઊગતો કે આથમતો સૂર્ય દીઠો ! ક્યારે બાળ સહજ હસ્યાં ! આ બધું લાગણીહીન યંત્રવત જીવનશૈલીનાં પરિણામે બન્યું છે કે આપણી અંધદોડ આ માટે જવાબદાર છે ! 

  જીવન સહજ ચાલતી પ્રક્રિયા છે અને અનંત છે. તેમાં વિચારોની જટીલતા અને કુટીલતતા સર્વોપરી વિનાશ વેરે છે. આ સહજ ચાલતું જીવન તેની અપાર લાલિમા અને સૌંદર્ય ખોઈ બેસે છે અને જીવન એક ઘટમાળમાં કેદ બની પીડા સહન કરે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational