STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Children Stories Inspirational

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Children Stories Inspirational

ઈશ્વરે આપ્યું તે યોગ્ય

ઈશ્વરે આપ્યું તે યોગ્ય

1 min
135

વિનોદ નાનો એવો બાળક. આજે સ્કૂલમાં પ્રથમ દિવસ. નવા મિત્રો, નવું વાતાવરણ અને નવો પડાવ. બધુ અજુગતું લાગતું હતું. શું કરવું તે વિનોદને સમજાતું નહોતું. આ દ્વિધામાં રિસેસ પડી. બધાં બાળકો પોતાના ગ્રુપ અને મિત્રો સાથે મોજે વળગ્યા. એવામાં કોઈ ટીખળખોર છોકરાએ વિનોદના દેખાવ પર મઝાક કરી, "ચશ્મિસ"," ટીટો". બીજા બાળકો પણ હસ્યાં. વિનોદ દુઃખી થઈ ગયો. 

ઘરે આવીને વિનોદે બધી વાત માતાને કરી. માતાએ પણ હસતાં હસતાં જવાબ આપ્યો કે તું ક્યાં પહેલવાન છે ! ચશ્મા છે તો છે ! એમાં દુઃખી શું થવાનું ? આપણી આવડત અને શારીરિક ક્ષમતા જાણી આપણે શ્રેષ્ઠ બનવા પ્રયત્ન કરવો જોઈએ. આમ કોઈનાં કહ્યે દુઃખી થોડું થવાય ! ખુશ રહેવાય અને આનંદ કરાય. સામેવાળા પણ વિચારતા થઈ જાય કે આ કેવાં મજાનાં માણસ છે. બરાબર સમજાયું વિનોદ ? વિનોદ કહે હા, સમજાયું. બીજાનાં વ્યવહારથી આપણે દુઃખી થવા કરતાં શ્રેષ્ઠ બનવા પ્રયત્ન કરવો જોઈએ અને આપણી ક્ષમતા જાણી ઉત્તમ બનવા પ્રયત્ન કરવો જોઈએ.

બોધ : તમારી જાતને સ્વીકારવી એ સુખનું પ્રથમ પગલું છે. ઉણપને ઉપહાસ ના બનવા દઈએ. તમારી પાસે જે નથી તેના માટે દુઃખી થવાને બદલે, તમારી પાસે જે છે તેને સ્વીકારી જીવનમાં આગળ વધવું જોઈએ.


Rate this content
Log in