વ્યસનમુક્તિ
વ્યસનમુક્તિ
[એક નાનકડું જંગલ, તેમાં વાંદરાનો પરિવાર રહે, વાંદરો વ્યસની બન્યો, વાદરી અને તેના બચ્ચાએ વ્યસન છોડવા યુક્તિ કરી.]
*પાત્રો* : વાંદરો, વાદરી, વાંદરાનું બચ્ચું,હાથી, જંગલ, દવાખાનું.
(દ્રશ્ય એક, પડદો ખુલે છે, જંગલમાં વાંદરા કુદાકૂદ કરે છે.)
વાંદરી : આ શું સવારનાં પોરમાં માંડ્યું છે ?
વાંદરો : આઘી રે, પીવા દે, મને જીવવા દે!
વાંદરી : આ તમારા પીવા વાંહે ઘરમાં કાંઈ વધ્યું નથી. છોકરો હમજણો થઈ ગયો છે. તમારા આ વેતા જોહેને તો એનું ભવિષ્યનું શું ? ભાન છે કંઈ ?
વાંદરો : વાદરીની થામા, ઘરમાં ગરી જા ? આમ લવારો કરે છે? જંગલમાં મારી આબરૂનું શું ?
બચ્ચું : હાય ડેડ ! વોટ્સ અપ ડુડ ?
વાંદરી : હાય હાય મારાં રોયા ! આ ડુકર ડુક્કર શું કરે છે ? આ તારો બાપો વાંદરો છે. સવારમાં કોથરી કોલા સળગાવીને બેઠો છે, જોને.
બચ્ચું : ડોન્ટ વરી, મેં હું ના.
વાંદરી : બેટા, મારી જિંદગી બરબાદ કરી નાખી તારા બાપે. તું નિર્વ્યસની બનજે. જેથી કોઈની જિંદગી ખરાબ ન થાય.
બચ્ચું :- મોમ, આ બ્લેક એન્ડ વ્હાઇટ સીન બંધ કરી વૈજ્ઞાનિક વિચાર. આપણે ડૉક્ટર પાસે જઈને કંઈક રસ્તો કાઢીએ.
(દ્રશ્ય બીજૂ-દવાખાનુ)
ડૉ.હાથી :- કોણ પેશન્ટ છે ? શું તકલીફ છે ?
બચ્ચું :- ડૉ. સાહેબ, મારા પપ્પા દારૂ બવ પીવે છે. છુટી જાય એવી દવા દ્યોને.
ડૉ.હાથી :- હમમમ... વ્યસની ડરે તો વ્યસન છુટે.
વાંદરી:- એ કેમ બને ?
બચ્ચું:- હું સમજી ગયો સાહેબ, આપો દવા.
ડૉ.હાથી :- આલે, ગમે તેમ કરી આ દવા પાઈ દે પછી દવાખાને લઈ આવો. જો ડર ગયા તો વ્યસન ગયા !
(બચ્ચું અને વાંદરી ઘરે આવે છે)
વાંદરી:- એ તમને કવ શુ જમી લો.
વાંદરો:- આ સાલુ જમ્યા પછી મજા નથી આવતી. ચક્કર અને ઉલટી ઉબકા આવે છે. પરસેવો છુટે છે. હાય હાય મરી નય જાવને ? ડૉક્ટર બોલાવો, જલ્દી મને દવાખાને લઈ જાવ.૧૦૮ બોલવો.
(બધાં દવાખાને જાય છે)
ડૉ.હાથી :- ભાઈ, ટાઇમસર આવ્યાં બચી ગયા. દારૂ મૂકો નહીંતર મરી જશો ! લિવર, કિડની, ફેફસાં, હ્રદય ડેમેજ થયું છે.
વાંદરો:- મેં સાલા ઝુકેગા નહીં. ઐસે મરેગા નહીં. ડૉ. બચાવી લ્યો.
ડૉ. હાથી :- ભાઈ બધું તમારા હાથમાં છે. વ્યસન મૂકી જીવન જીવો.
વાંદરો :-(હાથ જોડીને) બધાંને કહું છું આ વ્યસન તમને ગુલામ બનાવે છે. માટે દૂર રહો. પરિવાર સાથે રહો.
(પડદો પડે છે.)
