STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Children Stories

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Children Stories

પંખી પ્રેમ

પંખી પ્રેમ

2 mins
203

એક નાનું એવું ગામ હતું. જ્યાં સુંદર મજાનાં વૃક્ષો અને તે વૃક્ષો પર ધણાં બધાં પક્ષીઓ રહેતા હતાં. તે ગામની ભાગોળે એક સરસ મજાની શાળા હતી. ગામના બાળકો તેમાં ભણવા જાય. આ શાળા પાસે ધણાં બધાં ઘેઘૂર વૃક્ષો અને તેના પર ધણાં બધાં પક્ષીઓ. બાળકો રિશેષમાં પક્ષીઓને ચણ નાખે અને કોયલ, ચકલી,કાબર, પોપટના ગીતો સાંભળે અને મજા કરે.

એક દિવસ ગામમાં સરપંચે જણાવ્યું કે આપણાં ગામમાં વિકાસ પથ બનશે અને તેમાં વચ્ચે ઝગમગતી લાઈટો ગોઠવાશે. આ સાંભળી બધાં ખૂબ ખુશ થયાં. ગામનો વિકાસ થયો એવાં નારા લગાવ્યા. ઉનાળામાં રસ્તો બનવાનું શરૂ થયું. વેકેશન ખુલતાં વિકાસ પથ તૈયાર!

બાળકો શાળામાં આવી જોવે તો ઘણાં બધા વૃક્ષો ગાયબ. પક્ષીઓ વીજળીના થાંભલા અને તાર પર બેઠાં હતાં. કેટલાક માળા પણ થાંભલા પર હતાં. એવામાં એક કબૂતર અને ચકલી કરંટ લાગતા નીચે પટકાયા. બાળકો દોડતાં શાળામાં ગયાં અને ગુરૂજીને જાણ કરી. ગુરૂજી બન્ને પક્ષીઓને શાળામાં લાવી એનિમલ હેલ્પલાઇનમાં જાણ કરી. થોડી વારમાં તેઓ આવી પહોંચ્યા અને પક્ષીઓની સારવાર કરી.

બીજા દિવસે ગુરૂજીએ બધાં બાળકોને પ્રાર્થના સભામાં કહ્યું કે "આપણે શાળામાં અને ઘરમાં પક્ષીઓનાં માળા લગાવશુ જેથી આ પક્ષીઓ વીજળીના કરંટ લાગતા બચે." પછી શું, બીજા દિવસે પક્ષી બચાવો અભિયાન ગૃપ દ્વારા માળા વિતરણ અને પક્ષીઓની સારસંભાળ બાબતે સમજાવવામાં આવ્યું. બાળકોએ શાળામાં અને ઘરમાં પક્ષીઓ માટે ચણની ડિશો, પાણીનાં કુંડા ગોઠવ્યા.આ રીતે ફરી પાછા પક્ષીઓ અને બાળકો આનંદથી રહેવા લાગ્યાં.


બોધ:- બાળમિત્રો આ વાર્તા આપણને શીખવે છે કે કોઈ પણ સંજોગોમાં ડરવું જોઈએ નહીં અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો જોઈએ.


Rate this content
Log in