Ketankumar Kantilal Bagatharia "Rahi"

Children Stories Inspirational

4  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Children Stories Inspirational

વિશ્વ પર્યાવરણ દિવસ

વિશ્વ પર્યાવરણ દિવસ

2 mins
346


દ્રશ્ય : શાળા, સાતમ-આઠમની રજાઓ પછી શાળામાં ઉદાસ બાળકો.

(પડદો ખુલે છે, વર્ગખંડમાં બાળકો બેઠાં છે અને વાતો કરે છે.)

શિક્ષક: કેમ છો બાળકો ? મજામાં ! એ સાતમ આઠમની રજા અને મેળાની મજા !

દેવાંશ: હા, સાહેબ રાજકોટ, ગોંડલ, તરણેતર મેળામાં ખૂબ મજા કરી પણ..

શિક્ષક : શું પણ ?

દેવાંશ: સાહેબ, ચારેબાજુ ભીડ અને ગંદકી, જ્યાં જોઈએ ત્યાં પ્લાસ્ટિક કચરો, ખાદ્ય પદાર્થોની ડિસો, પીણાની બોટલો, આઈસ્ક્રીમ, ચોકલેટના રેપર અને ધણું બધું.

સોમિલ: પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ.

હાર્દિક: પ્રતિબંધ છે જ ઝભલાના વપરાશ પર તેના ઉત્પાદન પર નહીં...

(બધાં હસે છે)

સોમિલ: સાહેબ, આપણી શાળાનાં ખૂણામાં બહાર કેટલો પ્લાસ્ટિકનો કચરો ભેગો થયો છે!

હાર્દિક: હા, ગામનો જ છે.

(બધાં હસે છે)

દેવાંશ: બહુ ખરાબ કહેવાય, આપણે કંઈક કરવું જોઈએ.

હાર્દિક: એ સરપંચની જવાબદારી છે. આપણે શું કરી લઈએ ?

સોમિલ: રેવાદે એ જવાબદારી ગામની થાય.

હાર્દિક: હવે તુ પકતુભા થામા, રેવા દે...

 શિક્ષક: એ, ઝગડો નહીં. 

તમારી ચર્ચા ખૂબ સારી છે. વિષય પણ ગંભીર છે તો નિરાકરણને બદલે આ સંસદ કેમ બની ગઈ ?

હાર્દિક: સાહેબ, તમે જ કહો આમાં શું કરી શકાય?

શિક્ષક: જોવો બાળકો, આપણે જાતે પ્લાસ્ટિક ઉપયોગ ઘટાડવો પડશે. સવારમાં દૂધથી લઈ રાત્રે દાદાજીની ટીકડી આ બધું, કેટલો પ્લાસ્ટિકનો ઉપયોગ ?

હાર્દિક: હા, સાહેબ હા, પણ ઉપાય શું?

       (બધાં હસે છે)

શિક્ષક: હુમ.... આપણે પોતે આનો જવાબ છીંએ!

સોમિલ: એ કેવી રીતે? સાહેબ.

શિક્ષક: આપણે રોજીંદી જરુરીયાતમા પ્લાસ્ટિક ઉપયોગ બંધ કરવો પડશે.

હાર્દિક: ફેક્ટરા ભલે પ્લાસ્ટિકના ચાલુ આપણે વાપરવું નહીં!

શિક્ષક: રાઈટ, વેપાર નફો હોય ત્યાં સુધી નભે. લોકો ઉપયોગ કરતાં બંધ વાર્તા પૂરી! બાળકો પ્લાસ્ટિક વપરાશ બંધ થવાથી બિમારી પણ ઘટશે. ઘણાં જીવન બચશે અને પર્યાવરણ પણ પ્રદુષણ મુક્ત રહેશે. દરિયો, નદી, નાળાં, તળાવ કૂવા, વાવ વગેરે કચરા અને પ્રદૂષણ મુક્ત રહેશે. 

દેવાંશ: આપણે પણ ખાવાપીવાની વસ્તુઓને પ્લાસ્ટિક ફ્રીમાં ફેરવી તો ઘણી ગંભીર બીમારીથી બચી શકીએ.

શિક્ષક: સાચું, હવે તમે સમજી ગયા કે પ્લાસ્ટિક મુક્ત કેમ બનવું અને જીવન પણ કેમ બચાવવું. તો બધાને જગાડો અને ખુદ પણ જાગો.

(બધાં તાળીઓ પાડે છે)

      (પડદો પડે છે)

બોધ:- સ્વ જાગૃતિ વગર ક્રાંતિ શક્ય નથી. ખુદ જાગો, બીજાને પણ જગાડો.


Rate this content
Log in