વિદ્યાર્થીને પત્ર
વિદ્યાર્થીને પત્ર
શીર્ષક :- વિદ્યાર્થીને પત્ર.
પ્રિય વિદ્યાર્થી,
આશા છે કે નવા સત્રથી શાળા અભ્યાસ સાથે બોર્ડની પરીક્ષા માટે તૈયારી પૂરજોશમાં ચાલી રહી હશે. વાલી સંમેલન દરમિયાન કેટલાક પ્રશ્નો સામે આવ્યા છે. જેની ચર્ચા કરવી જરૂરી જણાય છે.
પ્રથમ બાબત, આ બોર્ડની પરીક્ષા છે જે આગળ જતાં વ્યવસાયિક અને સામાજિક બન્ને તબક્કે જરૂરી અને ઉપયોગી છે. તેથી વાલીની ચિંતા વાજબી છે. તો મોબાઈલ, ટીવી, રખડવું વગેરે ઓછું કરી અભ્યાસમાં ધ્યાન આપો જેથી પાછળથી પસ્તાવો ન થાય.
બીજું, જીવન છે, સતત તક મોકા આવતા જ રહેશે. પણ વીતી ગયો તે સમય અને સંજોગ પાછાં નહીં આવે. તો આ સમય તમારા અભ્યાસનો છે તો તેમાં જ રચ્યાપચ્યા રહો. આ સમય તમારા અભ્યાસનો છે માટે અભ્યાસ સિવાય અન્ય કોઈ પ્રવૃત્તિ કે વૃત્તિ નહીં.
ત્રીજું, માતા પિતા ટકટક કરે છે. આખો દિવસ ભણો ભણો કરે છે. હવે આ સમય તેમના જમાના જેવો નથી. જૂનવાણી વિચારના આધુનિક યુગમાં શું સમજી શકે? તો વહાલાં હેત, જેને તમે જૂનવાણી વિચારના સમજો છો તે તમારા અને તમારા જમાનાનાં સર્જક છે. આ તેમની જ તમને જીવનમાં આપેલી મોકળાશ છે જે તમે માણો છો. માટે ભાવના ધ્યાને લ્યો. સંભાવના નહીં.
અંતમાં વિતેલો સમય ક્યારેય પાછો નહીં આવે. આથી સમયનો સદુપયોગ કરો.
લિખિતંગ;
કે. કે. બગથરિયા.
✍️ કેતનકુમાર કાંતિલાલ બગથરિયા 'રાહી'
