STORYMIRROR

divya jadav

Horror Thriller Children

3  

divya jadav

Horror Thriller Children

પ્રવાસ

પ્રવાસ

4 mins
209

બસમાં મોજ મસ્તી કરતા ગીતો ગાતા ગાતા. અમે એક ઘનઘોર જંગલનાં રસ્તેથી પસાર થઈ રહ્યા હતા. સૂરજ ઠળવાની તૈયારીમાં હતો. ધીમેધીમે, સાંજના કેસરીયા રંગોથી, આખું આકાશ ચિતરાઈ રહ્યું હતું. અમે જંગલની વચ્ચેના રસ્તા પરથી પસાર થઈ રહ્યા હોય, તેવું લાગી રહ્યું હતું. એવામાં જોરદાર ધળાકો થયો, ને બસ ઊભી રહી ગઈ. ' શું થયું હશે ? 'અમારા સૌના જીવ તાળવે ચોંટી ગયા.

' હું નીચે ઉતરી જોવ છું. તમે કોઈ નીચે ઉતરતા નહીં.' પ્રોફેસર, કપિલ સચદેવ બોલ્યા. હવે સંધ્યા રાણી પણ, પોતાનો ઉજાસ સંકેલી રહી હતી. અંધારું વધારે ઘેરું બની રહ્યું હતું. સાથે ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. કપિલ સરે, પોતાની બેગમાંથી ટોર્ચ કાઢી. ડ્રાયવરને સાથે આવવા ઈશારો કરતા, એ બન્ને બસની નીચે ઉતર્યા. 

' સાહેબ ! ટાયર પંચર નથી.'ડ્રાઈવરે બસના બધા ટાયર ચેક કરતા કહ્યું. 

"તો! આ અવાજ શેનો હતો ? "કપિલસરે, પ્રશ્નાર્થ નજરે જોતા કહ્યું.

"સાહેબ, આ જંગલ ભયાનક છે. અત્યારે અંધારું પણ થઈ ગયું. હવે અહીંયા જાજો વખત રહેવું યોગ્ય નથી. આપણે અહીંથી બને એટલા વહેલા નીકળી જવું જોઈએ. "ડ્રાઈવરે કહ્યું.

"તું સાચું કહે છે. "કપિલસર, ડ્રાયવરને બસ ચલવાનો ઈશારો કરતા બોલ્યા.

ડ્રાઈવરે બસ સ્ટાર્ટ કરવાનો ઘણો પ્રયત્ન કર્યો. પરંતુ બસ સ્ટાર્ટ થવાનું નામ નહોતી લેતી. "એકાએક બસને શું થયું ? "ડ્રાઈવર મનમાં‌ બબડયો.

 "શું વાત છે ? તું બસ ચાલુ કેમ નથી કરતો ? કપિલસર, ડ્રાઈવર પાસે જઈને બોલ્યા.

"સાહેબ,બસ ચાલુ થઈ રહી નથી. સાહેબ, આ જંગલમાં અત્યારે કોઈની મદદ નહીં મળે ? "ડ્રાઈવરે સવાલ કર્યો.

"અત્યારે કોણ મદદ કરવા આવે !, વરસાદ પણ વધી રહ્યો છે. ને અત્યારે વન્ય પ્રાણીઓનો ખતરો પણ માથે મંડરાઈ રહ્યો છે. "કપિલસરે ચિંતા વ્યક્ત કરતા કહ્યું.

   ઘનઘોર જંગલ, ને એમાંય વરસતો વરસાદ, ક્યાં જવું ? અમે તો બસના બારી, દરવાજા બંધ કરી. પોતપોતાની સીટ પર, લપાઈને બેસી ગયા. બારીમાંથી બહારનું દ્ર્શ્ય ભયંકર જણાઈ રહ્યું હતું. એવામાં બસ જોરજોરથી હલવા લાગી. અમે ચીસો પાડી ઉઠ્યા. કપિલસરે, અમને શાંતિથી બેસવા કહ્યું. ને પોતે બસના પાછળના કાંચમાંથી જોવા લાગ્યા. બહાર ધૂંધળી માનવ આકૃતિ દેખાઈ. બસ ચકડોળની માફક હિલોળા રહી હતી. પેલી આકૃતિ. અમારી બસની નજીક આવી ઊભી રહી. ત્યાં વીજળી ચમકી. એ અંજવાળામાં, પેલી આકૃતિ સાફ દેખાઈ આવી. અમારી ચીસ નીકળી ગઈ. અમને ચીસો પાડતા જોઈ કપિલસર, અમારી વચ્ચે આવી સિટને કચકચાવી પકડીને ઊભા રહ્યા.

"તમે, ડરો નહીં. હિંમતથી કામ લો. લાગે છે. આપણે કોઈ મોટી મુસીબતમાં મુકાઈ ચૂક્યા છીએ. આનો સામનો હિંમતથી કરવો પડશે. ડરતા નહીં. બધા એકબીજા સાથે રહેજો. "કપિલસરે, કહ્યું.

"પેલી આકૃતિ !! સર એ શું હશે ? "રોનકે, પેલી ભયાનક દેખાતી આકૃતિ સામે હાથ લંબાવતા કહ્યું.

અમારી વાતો સાંભળી, ડ્રાઈવર પણ, મહા પરાણે સિટોને પકડતો પકડતો અમારી પાસે આવી ઊભો. એણે બારીના કાંચમાંથી એ આકૃતિને નીરખી જોઈ. બહાર ધોધમાર વરસાદ,ને એમાંય હવેતો વીજળીના કળાકાં વાતાવરણને વધારે ભયંકર બનાવી રહ્યા હતા.

"એ અડધું શરીર માનવને, અડધું વાનર, વિચિત્ર જાનવર છે. આ કોઈ પ્રેત હોય એવું લાગે છે. નહીંતર બસ આટલી ઉછળે નહીં. કોઈ આસુરી શક્તિ હોય એવું લાગે."ડ્રાઈવરે, પેલા જાનવરને જોઈ તર્ક લગાવતા કહ્યું.

"સર અહીંયા જુઓ એવા જાનવરો તો આહિયાં પણ છે. એ જ, બસને આમતેમ ડોલાવી રહ્યા છે. "પાછળની સીટ પર બેસેલા વિદ્યાર્થીઓ બોલ્યા.

  હવે અમે મૂંઝાયા, ક્યાં જવું. બસની બહાર પણ નીકળી નહોતા શકતા. એવામાં પેલી ભયંકર આકૃતિએ બસના દરવાજા પર હાથ પછાડવાનું શરૂ કર્યું. લાગ્યું કે હમણાં દરવાજાના કાંચને તોડીને, એ અંદર ઘુસી જશે.

   કપિલસરે, તેની આંખોમાં ટોર્ચની લાઈટ મારી. પેલી આકૃતિ ટોર્ચના પ્રકાશને, સહન ના કરી શકી. એણે સામી ત્રાડો પાડી. બસની બહાર પડેલા પથ્થર વડે, કાચને તોડી નાખ્યો. દરવાજો ખોલીને, એ બધા અર્ધ માનવ શરીરો, વારાફરતે, બસની અંદર પ્રવેશ્યા.

   હવે બસ એકદમ શાંત પડી ગઈ હોય એમ. સ્થિર ઊભી રહી ગઈ. પેલા સાત અર્ધમાનવ શરીરો અમારી એકદમ નજીક આવી ઊભા. અમે ડરના માર્યા એક બીજાના હાથ પકડી લીધા. સીટ પર ટૂંટિયું વાળીને, મો છૂપાવી.આંખો બંધ કરી બેસી ગયા. પેલા ભયાનક અર્ધ માનવ શરીરો અમારી પાસે આવી અમને વરાફરતી સૂંઘવા લાગ્યા. અમારા હૃદય જાણે ધબકતા બંધ થઈ ગયા હોય એવું લાગ્યું. મોત સામે દેખાઈ રહ્યું હતું. કપિલ સર, અને ડ્રાઈવરે હિંમત એકઠી કરી. 

   કપિલ સર, ધીમા પગલે, ડ્રાઈવરની સીટ પાસે ગયા. સીટ પાસે રાખેલો ફાયર સ્પ્રેને લઈ આવ્યા.

"બાળકો,તમારા નાકને કપડા વડે ઠાંકી દો. ને આંખો ખોલશો નહીં. "કપિલ સરે બૂમ પાડી કહ્યું.

કપિલ સરનો અવાજ સાંભળી, પેલા સાતેય અર્ધ માનવોએ, કપિલ સર તરફ ત્રાટક્વા પોતાના પગ ઉપાડ્યા. કપિલ સરે એકી સાથે સાતેયની આંખોમાં સ્પ્રે છાંટ્યો. એ અર્ધમાનવોની આંખોમાં બળતરા, થવા લાગી. ને એ અર્ધમાનવો બળતરાંના કારણે ચીસો પાડતા ત્યાંથી ભાગી છૂટયા.

અમે રાહતનો શ્વાસ લીધો. ડ્રાઈવરે બસ ચાલુ કરવા ફરી પ્રયત્ન કર્યો. ડ્રાઈવરે એક બે વખત, ચાવી ફેરવી,અમારા આશ્ચર્ય વચ્ચે બસ ચાલુ થઈ ગઈ. અમારા ચહેરા પર ખુશીની લહેર ફરી વળી.

  ડ્રાઈવરે એ ધોધમાર વરસાદમાં પણ,બસને પૂર ઝડપે દોડતી કરી. દરવાજાના તૂટેલા કાચમાંથી વરસાદનું પાણી બસની અંદર આવી રહ્યું હતું. જંગલોના રસ્તામાંથી પસાર થતાં, આગળ ચાલી રહી હતી.

એ ડરાવની ભયંકર, રાત પસાર થઈ. વરસાદ પણ હવે વરસતો બંધ થઈ ગયો. ડ્રાઈવરે એક ગામ આવતા ત્યાં બસને રોકી. બસની નીચે ઉતરી. અમે જમીન પર બેસી ગયા. ગામના ઝાડની નીચે. બે ત્રણ ભાભલાઓ બેઠા હતા. કપિલસર, તેની નજીક ગયા અને અહીંયાથી બહાર નીકળવાનો રસ્તો પૂછવા લાગ્યા. સાથે અને રાતે બનેલ ઘટનાં કહી.

કપિલસરની વાત સાંભળી. એક ભાભાએ કહ્યું. "ભાઈ નસીબદાર છો. કે બચી ગયા. એ ઈલાકામાં રાતના સમયે કોઈ નથી જતું. જાય એ જીવતું પાછું નથી આવતું. હવે ફરી રાત પડે તે પહેલા અહીંયાથી નીકળી જાવ.

અમે એ લોકોની વાત સાંભળી રહ્યા હતા. અમારા શરીરમાં કંપારી છૂટી ગઈ. કપિલસરે અમને બસમાં બેસવાનું કહ્યું. ને ડ્રાઈવરે બસ ફરી હંકારી. અમે રાત પહેલા અમારા શહેર પહોંચ્યા. અમે તો પ્રવાસમાં મજા કરવા ગયેલા. પરંતુ આ મજા તો માથે પડી. એ ભયાનક અને અકલ્પનીય રાત, યાદ આવતા આજે પણ રુંવાડા ઊભા કરી દે છે.   

 ( સમાપ્ત).  


Rate this content
Log in

Similar gujarati story from Horror