divya jadav

Romance

4  

divya jadav

Romance

પાઘળીના વળ

પાઘળીના વળ

2 mins
352


દાદી ! તમે આ રંગબેરંગી કપડાંને કા, વળ ચડાવી રહ્યા છો ? શું છે આ ?"

વર્ષોથી વિદેશમાં રહેતા,ને અઠવાડિયાથી ગામડે પરત ફરેલા ઉજીબાના પૌત્ર, રોમીએ પૂછ્યું.

" બેટા,આ તારા દાદાની પાઘડી છે !" ઉજીબા એ રોમીના કપાળ પર હાથ ફેરવતા કહ્યું.

" તો, દાદા આ પાઘડી કાં નથી પહેરતા ? મે તો નથી જોયા એમને ક્યારેય પાઘડી પહેરતા."

રોમીની વાત સાંભળી ઊજીબા અને તેમના દીકરા રાજેશની આંખો ભીની થઈ ગઈ. રાજેશે, રોમીને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું. બેટા જ્યારે હું વિદેશમાં નહોતો ગયો. એ વખતની વાત છે.

તારી ફોઈ અને મારી બહેન, મેઘનાને એક છોકરા સાથે પ્રેમ થઈ ગયો. દાદાએ ઘણી સમજાવી એને, પરંતુ એ ના માની. અને અંતે રાતના અંધારાનો ફાયદો ઉઠાવી, મેઘના એ છોકરા સાથે ભાગી ગઈ. ગામના લોકોએ બાપુજીને ઘણી ખરી ખોટી સંભળાવી. બાપની આબરૂ તો દીકરી કહેવાય, અને એ દીકરીએ છડે ચોક, બાપની પાઘડીને ઉતારી નાખી. એ દિવસથી બાપુજીએ ક્યારેય પણ પાઘડી માથે નથી પહેરી.

" ડેડ, એમાં ખોટું શું કર્યું ફઈએ ! પ્રેમ કર્યો તો, તેની સાથે મેરેજ કરી લીધા, આમા દાદા એ સમજવાની જરૂર હતી." રોમીએ પોતાની જનરેશનનાં વિચારો રજૂ કર્યા.

" બેટા, જે માતા પિતા કહેતા હોય એ આપણા માટે સારું જ હોય. વિચારો ભલે જુદા હોય, પરંતુ માણસ પારખવાની શક્તિ આપણા કરતાં એમનામાં વધુ હોય છે. બાપુજી, એ છોકરાને અને તેના પરિવારને સારી રીતે ઓળખતા હતા. એટલે ના પાડી રહ્યા હતા."

" ડેડ, હવે તો આટલા વર્ષો વિતી ગયા. હવે તો દાદાએ મેઘના ફઈને માફ કરી દેવા જોઈએ."

" બેટા !! ઘણું મોડું થઈ ગયુ. મેઘના હવે આ દુનિયામાં નથી રહી." ઉજીબાથી ડૂસકું ભરાઈ ગયું.

" વોટ !! શું થયું ફઈને ?" રોમીએ આશ્ચર્ય પામતા કહ્યું.

" એ !!, નરપીસાચોએ મારી મેઘનાને જીવતી સળગાવી નાખી." ઉજીબાં સાળીનાં છેડેથી આંખોનાં આંસુ લૂછતાં બોલ્યા.

  એવામાં ડેલો ખખડવાનો અવાજ આવ્યો. ખોંખારો ખાતા માવજી દાદા ઘરમાં પ્રવેશ્યા. દાદીએ રોમીને શ... કારો કરી ચૂપ રહેવા ઈશારો કર્યો. રોમી દાદાને અને પાઘડીને વારાફરતી જોવા લાગ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Romance