divya jadav

Drama

3  

divya jadav

Drama

માવતર

માવતર

2 mins
190


અરજણબાપાને બે દીકરા,ને એક દીકરી. બન્ને દીકરાઓ વડોદરા શહેરમાં નોકરી કરતા હતા. ને દીકરી પણ વડોદરામાં જ સાસરે હતી. એટલે અરજણબાપાને દીકરીની કંઈ ચિંતા નહોતી. દીકરાની બન્ને વહુઓ પણ, દીકરીને સારી રીતે રાખતી હતી.

દીકરીના ઘરે તેની નણંદના લગ્નનો પ્રસંગ આવ્યો, ને સમાજના રિવાજ પ્રમાણે દીકરીનું મામેરું પણ લઈને જવું પડે.

" વિશાલ ! તું બેનનું મામેરું કરી દેજે. અને લગ્નમાં જઈ આવજે." અરજણબાપાએ મોટા દીકરાને ફોન કરી કહ્યું.

" બાપુજી ! હું મામેરું નહિ કરું ? મારે કુમાર સાથે મગજમારી થઈ છે. હું એના ઘરનું પાણી પણ નથી પીવા માંગતો." વિશાલે, સામો જવાબ આપ્યો.

" એમાં, બેનનો શો વાંક ? તારે મામેરું તો કરવું જ પડશે, તારી બાની તબિયત ઠીક નથી, બાકી તો અમે જ આવી જાત." અરજણબાપા ગુસ્સામાં બોલ્યા.

" એ જે કરો એ ! હું નહિ જાવ." વિશાલે, સામી ત્રાડ પાડી.

" તો હું જઈશ !" અરજણબાપા બોલ્યા. ને ફોન કાપી નાખ્યો.

અરજણબાપા,અને તેની પત્ની સંતોકબા, બંને વડોદરા દીકરીના પ્રસંગને ઉજળો કરવા પહોંચી ગયા. ફરી અરજણબાપાએ વિશાલને ફોન કરી આવવા કહ્યું. પરંતુ વિશાલ એક ટરીને બીજોનાં થયો.

" તો, પછી વહુ અને છોકરાઓને મોકલ." અરજણબાપા કરગરતા બોલ્યા.

" એ પણ નહિ આવે. કોઈ નહિ આવે ત્યાં !" વિશાલે કહ્યું.

" તો, તું હવે, હું મરુંને તોયના આવતો, જીવતા નાહિ લે ! મારું." ગુસ્સાથી રાતાપીળા થઈ રહેલ અરજણબાપા બોલ્યા.

અરજણબાપાની, ગુસ્સામાં કહેલી આ વાત વિશાલના મનમાં ઘર કરી ગઈ. એ દિવસ પછી એણે, ગામડે જવાનું બંદ કરી નાખ્યું. એક દિવસ દીકરી વર્ષાનો ફોન આવ્યો.

" બાપુજી, વિશાલભાઈને કિડનીમાં પથરી થઈ ગઈ છે. ને તાત્કાલિક એમનું ઓપરેશન કરાવવું પડે એમ છે. ઓપરેશન કાલે જ થશે કદાચ તો. તમે અહી ! આવી જાવ."

વાત સાંભળીને અરજણબાપા, અને સંતોકબા, વહેલી તકે વડોદરા જવા નીકળી ગયા. ગામડેથી વડોદરાની, આખી રાતની સફર ખેડીને, એ હોસ્પિટલ પહોંચ્યા. પરંતુ ઓપરેશન થઈ ગયું હતું. ને વિશાલ બેભાન હતો.

વિશાલ ભાનમાં આવ્યો. સામે બા,અને બાપુજીને જોઈ ફરી તાડુક્યો" મે તમને અહી તેડાવ્યા ? જવા દ્યો અહીથી ! સામે આવ્યા તો ઠીક નહિ થાય. " ને માથા નીચે રાખેલ ઓશિકાનો અરજણબાપા પર ઘા કર્યો.

પરંતુ, અરજણબાપા, પરિસ્થિતિની નજાકત સમજી ત્યાંથી ફરી ગામડે પરત આવ્યા. આ વાતને છ એક મહિના વીત્યા હતા. ત્યાં વહુનો ફોન આવ્યો.

" બાપુજી, તમારા દીકરાનું બીજી કિડનીનું પણ ઓપરેશન કરાવવું પડે એમ છે. એને અત્યારે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. ને ઘરમાં રાતીપાઈ નથી. તમે જલ્દી આવો."

ફોન સાંભળી રહેલ સંતોકબા, પતિની સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યા.

" જો છો હું ? હાલ તૈયારી કર જવાની ! આપણે તો માવતર કહેવાયે. અરજણબાપાની વાત સાંભળી સંતોકબાથી ડૂસકું ભરાઈ ગયું.


Rate this content
Log in

Similar gujarati story from Drama