divya jadav

Drama

3  

divya jadav

Drama

સ્વાગત

સ્વાગત

2 mins
239


સુલભાના ઘરે આજે તહેવાર જેવો માહોલ હતો. આખી રાત જાગીને આખાફળીમાં સમાય એવડી મોટી સુંદર મજાની રંગોળી ચીતરી હતી. હાથે બનાવેલું બારસાખમાં ગલગોટા અને આસોપાલવ, આંબાના પાંદમાંથી બનાવેલું તોરણ લટકી રહ્યું હતું. આખું ઘર ગુલાબની સુગંધતી મહેમકતું હતી. સુલભાએ ઘરને લાલ, પીળા, ગુલાબી, સફેદ, ગુલાબના ફૂલોથી શણગાર્યું હતું. ફર્શ નીચે લાલ ગુલાબની પાંદડીઓ જાજમની જેમ પાથરી હતી.

સોમેશ્વર આશ્રમનાં મહંત નંદન મહારાજની પધરામણી થવામાં થોડી જ મિનિટોની વાર હતી. સુલભાએ એટલા સમયમાં ફરી એક વાર તૈયારીમાં કોઈ કચાશ ન રહી જાય એટલા માટે એ ફરીફરીને બધું ચેક કરી લેતી.

લાંબી સફેદ કલરની ઓડી બહાર ઊભી રહી ગઈ. ગાડીમાંથી સફેદ કુર્તો પાયજામો પહેરેલ મહારાજ બહાર નીકળ્યા. સફેદ હવામાં લહેરાતી દાઢી, અને માથાં ઉપર ખંભે પહોંચે એવા લાંબા વાળ. દસેય આંગળીમાં સોનાની વીંટીમાં મઢેલા સાચા નીલમ, માણેક, મોતી, જેવા રત્નો ઝળહળી રહ્યા હતા.

 સુલભાએ મહારાજનું ભાવભીનું સ્વાગત કર્યું. આરતી ઉતારી તિલક કર્યું. મહારાજ સુલભાનાં સ્વાગતથી અત્યંત ભાવવિભોર થઈ ઉઠ્યા. ભક્તો મહારાજનો જયજયકાર કરવા લાગ્યા.

મહારાજનું પ્રવચન પત્યા પછી બધા ભાવિક ભક્તોને પ્રસાદી, સ્વરૂપે જમણવાર કરાવ્યું ભકતો સૂલભાના વખાણ કરતા થાકતાં ન હતા. સાસુમા પણ વહુની ભક્તિથી, મહારાજ પ્રત્યેની લાગણીથી ખુશ થઈ ગયા. પ્રસંગ પતિ ગયો. મહારાજ સુલભા અને એના પરિવારને આશીર્વાદ આપી. દક્ષિણામાં પચાસ હજાર, અને સુલભાના પતિએ આપેલી સોનાની કંઠમાળા લઈ. બીજા નિમંત્રણે જવા ઉપડ્યા.

મહારાજના ગયા પછી સુલભા પોતાનું કામ આટોપવા લાગી. અસ્તવ્યસ્ત પડેલા ઘરને સાચવવા મથતી હતી. એવામાં ભિખારીએ બહારથી બૂમ પાડી." બહેન ભૂખ્યો છું. કઈક ખાવા આપોને."

" અહી કઈ ખાણ છે. તે ભીખ માંગવા ઉપડી પડે ! કંઈ નથી જમવાનું ચાલતો થઈ જા !"

ભીખારી ફળિયાની રંગોળી અને ઘરની સજાવટ જોતો વિલે મોંઢે પેટ પકડતો ત્યાંથી નીકળી ગયો. સુલભા સોમેશ્વર મહારાજે શીખવાડેલા શ્લોકનું ગાન કરતી પોતાને કામે વળગી.


Rate this content
Log in

Similar gujarati story from Drama