divya jadav

Inspirational

4  

divya jadav

Inspirational

છૂટકારો

છૂટકારો

2 mins
259


 આજે ઘણા સમય પછી ખુશખુશાલ જણાતો મયંકે ઘરમાં પ્રવેશતા જ બૂમ પાડી." મમ્મી આજે કઈક નવિનમાં જમવાનું બનાવજે. બહુ ભૂખ લાગી છે."

  મયંકનો અવાજ કમલાબેનના કાને પડ્યો. " મયંક આજે ખુશ છે." સાડીના પાલવથી ભીના હાથ લૂછતાં કમલાબેન રસોડામાંથી બહાર આવી મયંકના ચહેરા સામે જોઈ રહ્યા. મયંક ઘણા સમયથી ઉદાસ રહેતો હતો. કમલાબેન મયંકને પૂછી પૂછીને થાકી ગયા હતા. છતાંય મયંક કોઈ જવાબ નહતો આપતો. એ હંમેશા કમલાબેનની વાતને ટાળી દેતો ને અચાનક મયંક આજે ખુબ ખુશ હતો.

" શું વાત છે મયંક ? આજે ઘણો ખુશ છે. કોઈ લોટરી લાગી છે કે શું ?" કમલાબેને, મયંકની બાજુમાં ગોઠવાતા કહ્યું.

" મમ્મી ! આજે મને મારી નોકરીમાંથી છૂટકારો મળી ગયો." મયંકે, કમલાબેનનો હાથ પોતાના હાથમાં લઈ કહ્યું.

કમલાબેન મયંકની વાત સમજી ન શકતાં મયંકના ચહેરા સામે જોવા લાગ્યા. નોકરી છૂટી ગઈ છતાંય મયંક ખુશ છે. શું એ નોકરીના કારણે આટલો ઉદાસ રહેતો હતો ! કમલાબેન વિચારોમાં ગરકાવ થઈ ગયા.

" એ મમ્મી ! ક્યાં ખોવાઈ ગઈ ?" મયંકે કમલાબેનને ખભેથી હચમચાવતા કહ્યું.

" કંઈ નહિ." 

" હું જાણું છું તું મારા વિશે વિચારે છે ને ?" મયંક ભ્રમરો સંકોચાતા બોલ્યો.

" હા ! તારી નોકરી છૂટી ગઈ ને તું ખુશ છે ?"

" મમ્મી સાચું કહું ! ને તો એ કંપનીમાં મને અજંપો લાગતો. હા માન્યું કે ત્યાં પગાર વધારે હતો, પરંતુ મમ્મી એ કંપની દવા નહિ પરંતુ ધીમું ઝેર બનાવી રહી હતી. ત્યાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા હતા. મમ્મી આવી કંપનીમાં નોકરી કરવી કરતા બેકારી શું ખોટી !"

" હવે શું કરીશ. ઘર કેમ ચાલશે ? તે એનો વિચાર કર્યો. " કમલાબેન મયંકના માથાં ઉપર હાથ ફેરવતા બોલ્યા.

" મમ્મી હું કંઇ પણ કરીશ ! છેલ્લે મજૂરી પણ કરીશ. પરંતુ આવા ઝેર બનાવાના ધંધામાં કામ નહિ જ કરું."

કમલાબેનને મયંક ઉપર અભિમાન આવી ગયું. કમલાબેને દીકરાની પીઠ થાબડી.

" ચાલ તારી મનપસંદ લાપસી બનવું." કમલાબેને મયંકના કપાળ પર વ્હાલભર્યું ચુંબન કરતા કહ્યું.

કમલાબેનના ગયા પછી મયંકે સોફા ઉપર પગ લાંબા કરી ટીવી ચાલુ કરી. ટીવીમાં ન્યૂઝ આવી રહ્યા હતા.

 મશહૂર વર્ધમાન કેમિકલ કંપનીની હકીકત આવી સામે. કંપનીનો માલિક અરવિંદ રાઠોડ ગિરફ્તાર ! કંપનીમાં પોલીસના દરોડા. કંપનીના કાળા ધંધાનો વિડિયો થયો વાઇરલ.

રસોડાનાં ઉંબરે ઊભા ટીવીમાં ચાલી રહેલા ન્યૂઝ સંભળાતા કમલાબેનની નજર મયંક પર પડી. મયંકના ચહેરા પર ગજબની શાંતિ હતી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational