divya jadav

Drama

3  

divya jadav

Drama

શ્રી

શ્રી

2 mins
146


ઘરે દિપાવલી પૂજન હોવાથી નતાશા આખો દિવસ કામમાં પરોવાયેલી હતી. એક એક ચીજ વસ્તુને યાદ કરી કરીને ભેગી કરી મહેમાનો માટે જમવાનું આજે નતાશાએ હાથે જ બનાવવાનું છે એવો ફતવો બહાર પડતાં સાસુમાંનાં શબ્દોને નતાશા સંભળાતા જ બરાડી ઉઠી. " મમ્મી હું લક્ષ્મી પૂજાની તૈયારી કરું કે પછી જમવાની ? આજે તો હોટલમાંથી જ મંગાવી લઈએ. અથવા તો ખાલી પાવભાજી બનાવી નાખું. "

" આપણે બાયું ને કામ કરતાં આળસ ના કરાય." ઘર છે કામ અને જવાબદારી તો હોય ને ? હોટલમાંથી લઈને આવ્યે તો મહેમાનોમાં આપણું કેવુ દેખાઈ ! અને સાવ પાવભાજી ખાવા મેમાનને ઘરે બોલવાના. સ્વાદિષ્ટ ભર્યું ભાણું બનાવ એટલે મહેમાનો પણ તારા વખાણ કરે." સાસુમા મલકાઇને બોલ્યા.

" પણ મમ્મી હું એકલે હાથે કેટલુંક કરીશ.પચાસ સાઈઠ માણસનું જમવાનું.વાર લાગે અને થાકી પણ રહેવાય. આજે તહેવારનો દિવસ પણ મારે રસોડામાં જ પસાર કરવાનો ? " નતાશાએ મનની વ્યથા બહાર કાઢતાં કહ્યું.

" નતાશા બેટા ઘરનું કામ કરવામાં વળી થાક શેનો ? " સાસુમા નતાશાનાં માથે હાથ ફેરવતાં કહ્યું.

નતાશા દિવાળીના તહેવારને મનભરીને ઊજવવા માંગતી હતી પરંતુ દિવાળીનાં દિવસે વહેલી સવારથી કામનો વરસાદ વરસી પડયો. અને સાથે મહેમાનોના જમણવારનું પોતાના હાથે જ બનાવવાનું . " સારું જેવી તમારી ઈચ્છા." કહેતા નતાશા આંસુભરી આંખે રસોડામાં પ્રવેશી. બપોરનું જમવાનું પતાવી એ સીધી રાતના જમણવાર બનાવવામાં વળગી ગઈ. માંડ માંડ કરીને સાંજ સુધીમાં એ રસોઈનું કામ આટોપીને પોતાના બેડરૂમમાં પ્રવેશી. પોતાનું શરીર જાણે તપી રહ્યું હોય એવું એને લાગ્યું. હળવું માથું પણ દુઃખી રહ્યું હતું. એને પતિ વિવાનને પોતાની તબિયત વિશે ફરિયાદ કરી પરંતુ વિવાન " થાક લાગ્યો હશે. તું તૈયાર થઈને આવ. વહેલી આવજે મેકઅપ કરવામાં બહુ વાર ના લગાડતી. " એમ કહી ત્યાંથી બહાર મહેમાનો પાસે જઈને બેસી ગયો.

નતાશા આંખોમાં આવેલા આંસુને હૃદયમાં ઉતારી તૈયાર થવા લાગી. લાલ રંગની બનારસી સાડી, કમર સુધી લટકી રહેલો એનો લાંબો ચોટલો, હળવો મેકઅપ અને કપાળે લાલ બિંદિમાં નતાશા સાક્ષાત લક્ષ્મીદેવીનું સ્વરૂપ લાગી રહી હતી.

પૂજન વિધિમાં ગોર મહારાજ લક્ષ્મી નારાયણનું પૂજન કરાવતા હતા. અને નતાશા સખત તાવમાં પણ ઘરની જવાબદારી નિભાવતા મનોમન ભગવાન પાસે પ્રાર્થના કરવા લાગી." જ્યાં ઘરની શ્રીનું કોઈ મહત્વ નથી ત્યાં શ્રી અને શ્રીપતિ પૂજન કેટલું યોગ્ય ? "


Rate this content
Log in

Similar gujarati story from Drama