Jyotindra Mehta

Action Crime Thriller

3  

Jyotindra Mehta

Action Crime Thriller

પ્રતિસૃષ્ટિ-અ સ્પેસ સ્ટોરી - ૮

પ્રતિસૃષ્ટિ-અ સ્પેસ સ્ટોરી - ૮

5 mins
624


(પાછલા ભાગમાં જોયું કે ડૉ હેલ્મના લેબમાં થયેલ ચોરીની પાછળનું રહસ્ય શું હતું. કેવી રીતે યુલરે તે ચોરીને અંજામ આપ્યો હતો. સિરમે સાયમંડને બંગલો, ગાડી બધું આપ્યું પણ તેની બાદશાહી ફક્ત બે દિવસ ટકી અને શ્રેયસે તેનું મર્ડર કરી નાખ્યું હવે આગળ...)


બીજે દિવસે સવારે જયારે આ સમાચાર સિરમને મળ્યા ત્યારે તેની આંખો ક્રોધથી લાલ થઇ ગઈ. કોઈએ સાયમંડને મારીને તેને ચેલેન્જ આપી હોય તેવું લાગ્યું. એટલામાં તેની આસિસ્ટન્ટ ઇયા ત્યાં આવી, સિરમને આટલો ક્રોધમાં જોઈને તે ડરી ગઈ છતાં તેણે સ્માઈલ આપતા કહ્યું 'શું થયું સર આજે બહુજ ગુસ્સામાં છો ?' એક પણ શબ્દ બોલ્યા વગર સિરમ તેને જોઈ રહ્યો પછી તેને લાગ્યું કે તે નિરર્થક ક્રોધ કરી રહ્યો છે. હવે મગજ શાંત કરીને માર્ગ કાઢવો પડશે. ઇયા સામે જોઈને તે હસ્યો અને કહ્યું 'કઈ નહિ બિઝનેસ છે આ બધું તો ચાલતું રહેવાનું. તેણે કહ્યું 'ગઈકાલે ઈમ્પોર્ટન્ટ ઇમેઇલ કરવા કહ્યા હતા તે કરી દીધા ?' ઇયાએ કહ્યું 'હા.' સિરમે કહ્યું 'ગુડ ગુડ હવે આજના શું પ્રોગ્રામ છે ?' ઇયાએ કહ્યું 'આજે રીજનલ અને ઈંટરરીજનલ ડિસ્ટ્રીબ્યુટરોની મિટિંગ છે, સાંજે આપણા રીજનના ડેપ્યુટી ચેરમેન મિસ્ટર સિરોકામાં સાથે વિડિઓ કોન્ફરન્સ છે અને કાલે JICAPS રીજનમાં એક કોન્ફરન્સમાં જવાનું છે.' સિરમે કહ્યું 'એક કામ કર ડિસ્ટ્રીબ્યુટરોની મિટિંગ કાલે રાખ.' ઇયાએ કહ્યું કે 'આપણે પહેલી વાર મિટિંગ બોલાવી છે અને કાલે તો તમે JICAPSમાં હશો.' સિરમે કહ્યું કે 'કાલની કોન્ફરન્સ તું અટેન્ડ કરજે અને અહીંની મિટિંગ હું અટેન્ડ કરીશ સાંજનો પ્રોગ્રામ જેમ હતો તેમ રાખ કારણ આપણે અત્યારે એક જગ્યાએ અંતિમ સંસ્કારમાં હાજરી આપવા જવાનું છે.' ઇયાએ પૂછ્યું 'કોના ?' સિરમે કહ્યું ડૉ. સાય..... મેન્યુઅલના અંતિમ સંસ્કારમાં.' ઇયા ધ્યાનપૂર્વક સિરમને જોઈ રહી તેણે આજથી પહેલા કોઈ દિવસ સિરમને થોથવાતા જોયો નહોતો. ઇયા ડૉ. મેન્યુઅલને સારી રીતે ઓળખતી હતી. ઇયાએ કહ્યું 'અરે કેવી રીતે હજી ત્રણ દિવસ પહેલા તો અહીં જોયા હતા ?' સિરમે કહ્યું 'કોઈએ તેમનું ખૂન કર્યું છે. ઇયા અવાક થઇ ગઈ અને કહ્યું 'ઠીક છે સર હું તૈયાર થઈને આવું છું.' બહાર જતી વખતે તેના હોઠ ઉપર હાસ્ય રમી રહ્યું હતું.


થોડી વાર પછી સિરમ પૂર્ણપણે કાલા કપડામાં સજ્જ થઈને ઇયા સાથે સાયમંડના અંતિમ સંસ્કારમાટે જઈ રહ્યો હતો. ત્યાં જઈને તેણે ભઠ્ઠીનું બટન દબાવ્યું કારણ સાયમંડના પરિવારમાં કોઈ ન હતું. થોડીજ વારમાં બે ટુકડામાં વહેચાયેલું સાયમંડનું શરીર રાખમાં ભળી ગયું. પછી સિરમે ત્યાંના કેરટેકરને કહ્યું. 'આ અસ્થિને જમીનમાં દાટીને ત્યાં એક છોડ વાવી દેજે એમ.' કહીને તેને દસ ડોલરની નોટ આપી. પછી બહાર આવીને ઇયાને કહ્યું 'તું અહીંથી ઘરે જ અને કાલની કોન્ફરન્સ ની તૈયારી કર. સાંજની મિટિંગનું જોઈ લઈશ.' 'ઠીક છે એવું' કહીને તે ત્યાંથી નીકળી ગઈ. પોતાની કન્વર્ટિબલમાં બેસીને પછી તેણે સામેની સ્ક્રીન ઓન કરી અને અને એક કોલ લગાવ્યો અને કહ્યું કે કોઈ સ્પેશિયાલિસ્ટ ક્રેકરને શોધો મારે એક અલ્ટ્રા કોમ્પ્યુટીંગ ડિવાઇસ ક્રેક કરવાનું છે પછી તે લેબમાં પહોંચ્યો અને તેણે સાયમંડનું ડ્રોવર ખોલ્યું તો તેના હોશ ઉડી ગયા કારણ ત્યાં ડિવાઇસની જગ્યાએ એક જૂનો કોઈન પડ્યો હતો. તેણે કોઈન આમતેમ ફેરવી જોયો પણ કઈ ખબર ન પડી એટલે તેણે કોઈન ત્યાં પાછો મૂકી દીધો અને લેબના સિકયુરિટી ઇન્ચાર્જ ને બોલાવ્યો અને કહ્યું 'અહીંથી કોઈ ડિવાઇસ જતું રહે છે અને કોઈ કોઈન મૂકી જાય છે અને તમે કરો છો શું ?' સેક્યુરીટી ઇન્ચાર્જે કહ્યું 'આપણી ઇન્સ્ટ્રક્શન છે કે આ એરિયામાં કોઈ સેક્યુરીટી ઓફિસર ન હોવો જોઈએ.' પછી સિરમને પોતાની ભૂલનું ભાન થયું તેણે કહ્યું 'ઓક ઓક અહીંના કેમેરાનું રેકોર્ડિંગ મારી પાસે મોકલી દેજો' એમ કહીને તે ત્યાંથી નીકળી ગયો. થોડી વાર પછી તેના મોબાઈલમાં એક વિડિઓ આવ્યો તેમાં તેણે જોયું કે વ્યક્તિ કાળા કપડાં અને કાળા માસ્કમાં સજ્જ થઈને તે ડ્રોવરને પાસવર્ડ નાખીને ખોલ્યું અને તેમાંથી એક ડિવાઇસ કાઢ્યું અને પોતાની પાસે રહેલો સિક્કો ઉછાળીને તે ડ્રોવરમાં નાખ્યો. પછી તે ત્યાંથી નીકળી ગયો. સિરમને તેની સિક્કો ઉછાળવાની સ્ટાઇલ યાદ રહી ગઈ.


સિરમનું શરીર ઢીલું પડી ગયું અને તે ખુરસીમાં બેસી ગયો. હવે શું કરવું તેની તેને ખબર પડતી ન હતી તે વિચારવા લાગ્યો કે હવે તેમને શું જવાબ આપીશ ? એટલામાં તેની સામેની સ્ક્રીનમાં મેસેજ આવ્યો કે મિસ્ટર સિરોકામાં થોડીજ વારમાં ઓનલાઇન આવશે. થોડીજ વારમાં તેની સ્ક્રીન પર એક વ્યક્તિ દેખાઈ રહી હતી. બ્લેક સૂટમાં સજ્જ તે વ્યક્તિ રાજકારણીને બદલે બિઝનેસમેન વધુ દેખાઈ રહી હતી. રેશમી વાળ, મોટું કપાળ, બ્રાઉન કલરની પાણીદાર આંખો, સીધું અને અણીદાર નાક અને થોડો ઘોઘરો અવાજ. તેણે સ્ક્રીન પર આવતાજ સિરમનું અભિવાદન કર્યું અને કહ્યું 'ગુડ ઇવનિંગ સિરમ કેમ છે ?' સિરમે કહ્યું 'ગુડ સર.' પણ તેના અવાજનું ઢીલાપણું જોઈને કહ્યું 'કોઈ પ્રોબ્લેમ થયો છે ?' સિરમે કહ્યું 'હા બહુ મોટો પ્રોબ્લેમ થયો છે.' પછી બધી વાત સિરોકામાંને કહી એટલે તેમણે કહ્યું 'જો કોઈ મોટું મિશન હાથમાં હોય તો નાના મોટા પ્રોબ્લેમ આવતા રહે છે તું એક કામ કર સૌથી પહેલા સાયમંડનું મર્ડર કોણે કર્યું તે શોધ ઉપરાંત બધી ઇન્ફોર્મેશન સાયમંડ એક ડિવાઇસમાં જ રાખે એટલો મૂર્ખ તે નહોતો એટલે પહેલા તે શોધ.' સિરમે કહ્યું મને ખબર છે કે ઇન્ફોર્મેશન કયા કોમ્પ્યુટરમાં છે પણ તે ફક્ત સાયમંડની આય પ્રિન્ટથી અને વોઇસ કમાન્ડથી ખુલે છે અને બીજું કોઈ ટ્રાય કરવા જશે તો બધો ડેટા ડીલીટ થઇ જશે મેજ એવું પ્રોગ્રામિંગ કરાવ્યું હતું.' સિરોકમાંએ કહ્યું તો 'પછી જેનેટિકલ સાયન્સ ની મદદ લે તેનો ક્લોન તૈયાર કરાવ. સિરમે હકારમાં માથું હલાવ્યું આમેય તેના મગજમાં આજ ઓપશન આવ્યો હતો પણ તેમાં થોડો સમય જવાનો હતો ૬ મહિના જેટલો. સિરોકામાંએ કહ્યું 'મારુ કહેલું કામ ક્યારે કરીશ ?' સિરમે કહ્યું પણ 'હવે કામ કરવું રિસ્કી થઇ ગયું છે.' સિરોકામાંએ કહ્યું 'થોડું રિસ્ક તો લેવું પડશે.' સિરમે કહ્યું 'ઠીક છે આપ સારો ફોટો મોકલો.' પછી સ્ક્રીન ઓફ થઇ ગઈ.


સિરમે આવેલો ફોટો પોતાના એક ડિવાઇસમાં ટ્રાન્સફર કર્યો અને એક એડ્રેસ ફીડ કર્યું અને પછી ઇન્સ્ટ્રક્શનની જગ્યા પર એક શબ્દ ટાઈપ કર્યો "કિલ "

 

સાયમંડ ના ડિવાઇસની ચોરી કોણે કરી ? ઇયા ખરેખર કોણ છે ? સિરોકામાંએ શું કામ કરવાનું કહ્યું ? પ્રશ્નોના ઉત્તરો મેળવવા વાંચતા રહો 'પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી.' 


Rate this content
Log in

Similar gujarati story from Action