Jyotindra Mehta

Action Crime Thriller

3  

Jyotindra Mehta

Action Crime Thriller

પ્રતિસૃષ્ટિ-અ સ્પેસ સ્ટોરી - ૨૨

પ્રતિસૃષ્ટિ-અ સ્પેસ સ્ટોરી - ૨૨

5 mins
616


(પાછલા ભાગમાં જોયું, કે બિલ્વીસ રિવાની મદદથી કેદની બહાર આવે છે અને શ્રેયસ પર હુમલો કરે છે. પણ જયારે લાગે છે કે તે સામનો નહિ કરી શકે તે ફરાર થઇ જાય છે અને તે પ્રોડિસો સુધી પહોંચે ત્યાં સુધીમાં શ્રેયસ અને ટીમ ત્યાંથી નીકળી જાય છે હવે આગળ)

 

વર્મહોલનો રૂટ ઓલરેડી રેહમને ફીડ કરી દીધો હતો. પછી રેહમને બધાને મિટિંગ રૂમમાં બોલાવ્યા અને પ્રોડિસ પર શું થયું તેની જાણકારી આપી. દરેકજણ આશ્ચર્યમાં ગરકાવ હતા કે આટલું બધું બની ગયું અને તે લોકો પાર્ટી કરવામાં વ્યસ્ત હતા. ઇયાને શ્રેયસ તરફ અંગુઠો ઊંચો કરીને કહ્યું 'હે ઓલ્ડી યુ આર બેસ્ટ.' પછી રેહમને બધાને જણાવ્યું કે 'જો આપણે આપણા વહિકલમાં ગયા હોત તો વર્મહોલ સુધી પહોંચતા ૭ થી ૮ વર્ષ નીકળી ગયા હોત પણ હવે આપણે ફક્ત ૯ મહિનામાં પહોંચી જઈશું. પણ હવે તમે સમજી લો કે એક ખતરો હંમેશા તમારા પર મંડરાતો રહેશે તે છે સોલાર વિન્ડ તો મોટાભાગનો સમય ઈંકયુબેટરમાં રહેવું પડશે.


એકાંત મળતાજ કેલી શ્રેયસને વળગી પડી અને કહ્યું 'તમે ન હોત તો મારુ શું થાત.' શ્રેયસે તેનો ગાલ થપથપાવ્યો અને કહ્યું 'જો હું ન હોત તો તું પૃથ્વી પર લેબમાં કામ કરતી હોત.' શ્રેયસ કેલીને બહુ ચાહતો હતો પણ તેનાથી લગભગ બમણી ઉંમરના હોવાના ગિલ્ટને લીધે તેની વધારે નજીક આવતો નહોતો. કેલીએ તેની આંખોમાં જોયું અને કહ્યું 'ઉમર એ તો ફક્ત આંકડો છે.' તેની આ માસુમિયત પર શ્રેયસ હસી પડ્યો અને તેને બાહોમાં સમાવી લીધી. કેલીએ કહ્યું 'કાલે શું થશે તે વિષે કઈ ખબર નથી તો આજમાં જીવી લઈએ.'

 

પ્રોડિસ ગ્રહ પરથી ફરારીના ૬ મહિના પછીની ઘટના.

 સિકંદરની લેબના રીસીવરમાં એક કોડેડ સંદેશો ઝીલાયો. જે સિકંદરને થોડીવાર પછી મળ્યો. જે તેણે ડિકોડ કરીને વાંચ્યો અને મનોમન બબડ્યો 'સિકંદરને હરાવવો આસાન નથી.' તેણે ગણતરી માંડવાનું શરુ કર્યું. થોડીવાર પછી તેણે સાયમંડને મીટિંગરૂમ માં બોલાવ્યો અને કહ્યું 'મારે થોડા સમય માટે બહાર જવાનું છે તો અહીંની જવાબદારી તારી.' સાયમંડે પૂછ્યું 'કેટલા સમય માટે ?'સિકંદરે કહ્યું 'તારે ફક્ત જવાબદારી નિભાવવાની છે સવાલો નથી પૂછવાના.' સાયમંડ કઈ બોલી શક્યો નહિ. સિકંદરે પોતાના શરીરમાં હાથ નાખીને એક ડિવાઇસ કાઢ્યું અને તેને કઈ રીતે વાપરવું તે બતાવ્યું અને થોડીજ વારમાં તે ત્યાંથી ગાયબ થઇ ગયો અને તે અનંત આકાશમાં ઉડી રહ્યો હતો.


તેના જવા પછી સાયમન્ડને થોડી હાશ થઇ. તે વિચારવા લાગ્યો કે સિકંદરને બનાવવો એ ભૂલ હતી, અને તે પછી તેને હજી એક મોટી ભૂલ કરી હતી. તે ભૂતકાળની યાદોને વાગોળી રહ્યો હતો. અત્યારનું શરીર નવું હતું પણ ડીએનએ માંથી તેને સ્મૃતિ મળી ચુકી હતી. તે યાદ કરવા લાગ્યો કે કેવી રીતે સિરમે તેની કમજોર નસ પકડીને કેવી રીતે સૌથી આધુનિક અને ખતરનાક રોબોટ બનવવા લલચાવ્યો. જયારે સિકંદર બનવાની છેલ્લી સ્ટેજ હતી ત્યારે તેને વિચાર આવ્યો કે રખે સિરમ તેની સાથે કોઈ દગો કરે તો એવું કરી જાઉં કે સિકંદર સિરમના કાબુમાં ન રહે. તેથી સિકંદરના પ્રોગ્રામમાં સાયમંડ પ્રોટોકોલ નાખ્યો અને પોતાની અંદર રહેલ ભાવનાઓ અને યાદો તેમાં ફીડ કરી અને સેલ્ફ ડિસિઝનનો પ્રોટોકોલ પણ નાખ્યો પણ તે એવી રીતે નાખ્યો કે જો સિકંદર તેને ૩૫ દિવસ ન જુએ તો જ તે એક્ટિવેટ થાય અને પછી તે સેલ્ફ ડિસિઝન લેતો રોબોટ થઇ જાય. પણ હવે તેને લાગ્યું કે તેની આ ભૂલથી માનવજાત ખતરામાં આવી ગઈ છે. પિતાજીએ આપેલા જ્ઞાન નો અર્થ હવે સમજવા લાગ્યો હતો.


સિકંદરના ગયા પછી તેણે પહેલું કામ કર્યું કે બધાને કે જગ્યાએ આવવાનો ઓર્ડર આપ્યો. પછી બધા રોબોટ્સના પ્રોગ્રામ્સ તપાસ્યા અને સાવધાનીપૂર્વક તે પ્રોગ્રામ્સ ડિએક્ટિવેટ કરવા લાગ્યો. થોડીજવારમાં બધા પ્રોગ્રામ્સ ડીલીટ કરી દીધા. તેને હાશ થઇ કે કંપનીના માણસો પરથી રોબોટ્સનો કબ્જો હતી ગયો હતો. હવે ફક્ત એકલો સિકંદર રહી ગયો હતો. પછી તેણે એક કોલ જોડ્યો અને કહ્યું કે 'સિકંદર અહીંથી નીકળી ગયો છે અને મેં મારુ કામ કરી દીધું છે હવે તમારો વારો.' 


આ બધું કરતી વખતે તેને ખબર ન હતી કે કોઈ વ્યકતિ હતી જે તેને આ બધું કરતા એક સિક્રીન પર જોઈ રહી હતી. મિસાની હસ્યો અને મનોમન બબડ્યો 'વાહ સિકંદર તન માની ગયો. તને ખબર હતી કે કોણ શું કરશે ! તેણે પોતાના પાસે રહેલ ડિવાઇસ ઓપન કર્યું અને તેમાં રહેલ એક્ટિવેટનું બટન દાબ્યું. હવે દસ કલાક પછી બધા રોબોટ્સ ફરી એક્ટિવેટ થઇ જવાના હતા. પછી તેણે એક કોલ જોડ્યો અને કહ્યું સાયમંડને ખતમ કરો. સાયમંડની ઓફિસ જે બિલ્ડીંગમાં હતી તે ઓફિસની બહારની શોપમાંથી એક વ્યક્તિ નીકળી અને તે બિલ્ડિંગમાં પ્રવેશી અને પ્રવેશ કરવા માટે તેની પાસે આઇડેન્ટિટી કાર્ડ પણ ઉપલબ્ધ હતું જે દર્શવતું હતું કે તે મેન્ટેનન્સ સ્ટાફમાંથી એક છે. તેની પાસે એક ટૂલકિટ પણ હતી જેમાં એક ગન છુપાવેલી હતી પણ જેવો તે પહેલા મળે પહોંચ્યો તેનું બેલેન્સ ગયું અને પણ તે નીચે પડે તે પહેલા કોઈએ તેને ઝીલી લીધો અને તેને એક રૂમમાં લઇ ગયો. તે વ્યક્તિ પરલોક સિધાવી ગઈ હતી. સાયમંડ તેની ઓફિસમાં સુરક્ષિત હતો અને સ્ક્રીન પર તે દ્રશ્ય જોઈ રહ્યો હતો. તેના હોઠ પર હાસ્ય રમી રહ્યું હતું અને તે મનોમન બબડ્યો વૉર ઇસ ઓન સિકંદર.


છેલ્લા એક મહિનાથી બધા ઈંકયુબેટરમાં પુરાઈ રહ્યા હતા. હવે સોલારવિન્ડ્સની માત્ર વધી ગઈ હતી. વચમાં જે થોડી ગેપ મળતો તેમાં થોડું ખાઈ લેતા હતા જેથી શરીરને થોડી શક્તિ મળતી હતી. પછી તે ક્ષણ પણ આવી ગઈ જયારે રેહમનનો અવાજ ગુંજ્યો બધા બહાર આવી જાઓ આપણે વર્મહોલની નજીક છીએ અને થોડા સમય પછી તેમાં પ્રવેશ કરવાના છીએ. આગળ શું હશે તેની ખબર નથી તો એક બીજાને મળી લો. દરેકના ચેહરા પર દ્વિધાના ભાવ હતા. વર્મહોલમાં પ્રવેશ થયા પછી શું થવાનું છે તે વિષે કોઈને અંદાજો ન હતો.


JICAPSનું તીમાસ્કા શહેરના મધ્યભાગે અડધી રાત્રે એક ચીંથરેહાલ વ્યક્તિ લથડતી ચાલે ચાલી રહી હતી. તેના આખા શરીર પર ચાઠાં પડેલા હતા અને તે એક અંધારી ગલીમાં જઈને નીચે પડી ગયો તે આગળ વધી શકે તેવી કોઈ શક્યતા જણાતી ના હતી. ત્યાં નજીકમાંથી એક કૂતરું નીકળ્યું અને અને તેને જોઈને ભસવા લાગ્યું. તે વ્યક્તિ તરફથી કોઈ હરકત ન થતા તે તેની વધુ નજીક ગયું. તે વ્યક્તિએ ઉલ્ટી કરેલી હતી. તે ઉલ્ટી ચાટવા લાગ્યું અને થોડીવારમાં તે નીચે પડી ગયું. તેના શરીર પર ચાઠાં ઉપસી આવ્યા.

 

શું થશે જયારે બધા વર્મહોલમાં પ્રવેશ કરશે ? તે બીમાર વ્યક્તિ કોણ હતી ? જાણવા માટે વાંચતા રહો, 'પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી.'      


Rate this content
Log in

Similar gujarati story from Action