Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Jyotindra Mehta

Action Crime Thriller


3  

Jyotindra Mehta

Action Crime Thriller


પ્રતિસૃષ્ટિ-અ સ્પેસ સ્ટોરી - ૨૦

પ્રતિસૃષ્ટિ-અ સ્પેસ સ્ટોરી - ૨૦

6 mins 314 6 mins 314

(પાછલા ભાગમાં જોયું કે એન્દ્રી રેવન બી પર લેન્ડ કરે છે અને ત્યાં બધા બિલ્વીસને મળે છે. શ્રેયસને બિલ્વીસ કંઈક ગડબડ કરી રહ્યો છે તેની ગંધ આવે છે હવે આગળ...)


બીજે દિવસે બધાએ બિલ્વીસને રિકવેસ્ટ કરી કે તેઓ પૃથ્વી પર સંદેશ મોકલવા માંગે છે ત્યારે બિલ્વીસ તૈયાર થઇ ગયો પણ તેણે તાકીદ કરી કે સંદેશમાં તેઓ રેવન બી પ્રોજેક્ટ વિષે કોઈ માહિતી નહિ આપે. ઉપરાંત સંદેશો પૃથ્વીના સ્પેસ સેન્ટરમાં જશે અને ત્યાંથી તેમના ઘરે અથવા જેને મોકલવો હોય તેને મળશે. દરેક જણે પોતપોતાનો સંદેશ રેકોર્ડ કરાવ્યો. શ્રેયસે બિલ્વીસને પૂછ્યું કે 'પૃથ્વી પરનું સ્પેસ સેન્ટરનું એડ્રેસ કઈ રીતે લોકેટ કર્યું છે ?' બિલ્વીસે કહ્યું કે 'આ મશીનમાં ફક્ત સ્પેસ સેન્ટરનું એડ્રેસ લોકેટ કર્યું છે અને બીજે ક્યાંય મોકલી ન શકાય. શ્રેયસે પોતાનો સંદેશ પોતાના ચીફના નામે રેકોર્ડ કરાવ્યો જે કોડ લેન્ગવેજમાં હતો. પછી બધા શહેરમાં ફર્યા અને જુદા જુદા લોકોને મળ્યા. પછી શ્રેયસે બિલ્વીસને કહ્યું કે 'મારી ઈચ્છા શેલ્ટરની બહાર જવાની છે તો શું મને પ્રોટેક્શન સૂટ મળી શકશે.' થોડી અનિચ્છા સાથે બિલ્વીસે હા કહી અને કહ્યું કે 'કોઈને સાથે લઇ જાઓ જેથી ફરવામાં આસાની રહે.' શ્રેયસે એક બટકા વ્યક્તિ સામે આંગળી ચીંધી અને કહ્યું કે 'આને લઇ જાઉં છું.' તે બટકી વ્યક્તિ ચમકી તેણે કહ્યું 'હું મોટેભાગે બહાર જતો નથી અને મને બહાર જવું ગમતું પણ નથી.'શ્રેયસે કહ્યું 'આપણે ક્યાં બહુ દૂર જવું છે આપણે નજીકમાંજ ફરશું, ઇતિહાસકાર છું ને બધું જોવાની ઈચ્છા હોય છે. સૂટ પહેરતી વખતે શ્રેયસે તે બટકા વ્યક્તિનું નામ પૂછી લીધું તેનું નામ રિવા હતું.


રિવા અને શ્રેયાંસ પ્રોટેક્શન સૂટ પહેરીને બહાર નીકળ્યા, શ્રેયાંસના ધ્યાનમાં આવ્યું કે રીવાની આંખો ચકળવકળ થઇ રહી હતી જાણે કંઈક શોધતો હોય. શ્રેયસે તેને પૂછ્યું 'શું થયું ?' રિવાના અવાજમાં થોડું કંપન હતું તેણે કહ્યું 'કંઈ નહિ.' શ્રેયસે પૂછ્યું 'શું અહીં કઈ એવું છે જેનાથી ડરવું પડે ?' રીવાએ થોડા બહાદુરીભર્યા પ્રયાસ સાથે કહ્યું 'ના ના અહીં દરવા જેવું કઈ નથી.' શ્રેયસે તરત વાતનો સુર બદલ્યો અને પૂછ્યું 'અહીં કેટલા વરસથી છે ?' રીવાએ કહ્યું 'પાંચ વર્ષ પહેલા આવ્યો છું.' શ્રેયસે પૂછ્યું અહીં 'ક્યાં ક્યાં ફર્યો છે ?' રીવાએ કહ્યું 'એક બે વખત જ બહાર ગયો છું. મને શેલ્ટરની બહાર જતા ડર લાગે છે.' શ્રેયસે અણધાર્યો સવાલ પૂછ્યો 'આ પ્રોટેક્શનશૂટનું મટેરીયલ કંઈક જુદું જ છે નહિ ?'  રિવા થોડો થોથવાઈ ગયો તેણે કહ્યું 'આ અહીંની ધાતુનુંજ બનેલું છે.' શ્રેયસે કહ્યું 'અહીં તો ઉત્ખનનની પરમિશન નથી. આ ટાઈપનો સૂટ બનાવવાની વ્યવસ્થા નથી તો આ સૂટ કઈ રીતે બનાવ્યો ?' રિવાની આંખોમાં ડર હતો તે દૂર ક્યાંક જોઈ રહ્યો હતો. શ્રેયસે તેના ખભે હાથ મુક્યો અને કહ્યું 'અહીં કઈ ડરવા જેવું હોય તો મને કહી દે જેથી હું પણ સાવધાન થઇ જાઉં. રીવાએ કહ્યું 'મને પ્રોડિસોનો ડર લાગે છે.' શ્રેયસે પૂછ્યું 'પ્રોડિસ એ કોણ છે ?' રીવાએ કહ્યું 'અહીંના બુદ્ધિશાળી જીવો તેઓ બહુ શક્તિશાળી અને ખતરનાક છે આ પ્રોટેક્શન સૂટ પણ તેમની દેન છે.' શ્રેયસે કહ્યું 'જો સૂટ તેમને આપ્યો હોય તો તેઓ મિત્ર ગણાય.' રીવાએ કહ્યું 'હું વધારે કઈ જાણતો નથી તેમની સાથે વાતચીત ફક્ત બિલ્વીસ કરે છે અને પછી કઈ કહેવા જતો હતો પણ ચૂપ થઇ ગયો અને કહ્યું શેલ્ટરની બહાર જવું ખતરાથી ખાલી નથી.' પછી રીવાએ કહ્યું કે 'મેં જે કઈ પણ કહ્યું તે બિલ્વીસને કહેતા નહિ તે બહુ ખતરનાક છે.' શ્રેયસે હસીને કહ્યું હું 'કોઈને કઈ નહિ કહું પણ મને એક વાત કર આ સંદેશ વ્યવહારની ટેક્નોલોજી તેમનીજ દેન છે ને ?' રીવાએ કહ્યું 'હા.' શ્રેયસે પૂછ્યું 'હજી શું છે તેમની પાસે કોઈ ઘાતક હથિયારો ?' રીવાએ કહ્યું 'મને વધારે કઈ ખબર નથી, સિવાન વધારે જાણે છે.' શ્રેયસે 'કોણ કોણ પ્રોડિસો વિષે અહીં જાણે છે ?' રિવાના અવાજમાં હવે કંટાળો હતો તેણે કહ્યું 'જે કોઈ તેમના વિષે જાણે છે તેઓ ગાયબ થઇ જાય છે અને બિલ્વીસને ખબર નથી કે હું જાણું છું તેથી અત્યારે જીવિત છું.' 'સિવાન ક્યાં છે ?' શ્રેયસે પૂછ્યું. રીવાએ કહ્યું 'સિવાન કેદમાં છે.' શ્રેયસે પૂછ્યું 'ને કેમ મારી ન નાખ્યો.' રીવાએ કહ્યું 'તે બિલ્વીસનો ભાઈ છે તેથી ફક્ત કેદ કર્યો છે. હવે આપણે પાછા જઈએ ? 'શ્રેયસ થોડીવાર શૂન્યમાં તાકી રહ્યો હતો અને પછી કહ્યું 'ચાલ પાછા જઇએ.'


પાછા ફર્યા પછી શ્રેયસ રેહમન પાસે ગયો અને એકાંતમાં તેની સાથે વાત કરી. બીજા ત્રણ ચાર દિવસ શાંતિથી શેલ્ટરમાં ફરવામાં વીત્યા. તે રાત્રે એક અજબ ઘટના બની. સ્પેસવેહિકલ માં આવેલ રોબો ધીમે ડગલે સંદેશવ્યવહાર જ્યાંથી કરતા હતા તે રૂમ માં ગયો અને ધીમે ધીમે તે સ્ક્રીન નજીક પહોંચ્યો અને અને તેના પર તેની આંગળીઓ ઝડપથી ફરવા લાગી અને પછી તેણે એક સંદેશો લખ્યો અને જે અડ્રેસ પર તે સંદેશો મોકલવાનો હતો તે એડ્રેસ લોકેટ કર્યું અને એન્ટરનું બટન દબાવ્યું અને સંદેશ પ્રસારિત થઇ ગયો. પછી તેણે જૂનું એડ્રેડ ફરી ફીડ કર્યું અને જે રીતે આવ્યો હતો તે રીતે પાછો ત્યાંથી નીકળી ગયો. બહાર આવ્યા પછી તેણે એક બટન દબાવ્યું એટલે તે બિલ્ડિંગના કેમેરા ફરી શરુ થઇ ગયા. તે પાછો ત્યાં આવ્યો જ્યાં તેને રાખવામાં આવ્યો હતો. થોડીવારમાં એક માસ્ક પહેરેલી વ્યક્તિ વિચિત્ર રીતે સિક્કો ઉછાળતી આવી અને તે રોબો પાસે ઉભી રહી. પછી તેણે રોબોની ચેસ્ટમાંથી એક ચિપ કાઢી અને તેની જગ્યાએ બીજી ચિપ મૂકી દીધી અને ત્યાંથી તે પસાર થઇ ગયો.


તે પછીના દિવસે બધા શેલ્ટરમાં ફરી રહ્યા હતા તે વખતે શ્રેયસ અને રેહમને જુદો રસ્તો પકડ્યો અને બીજે છેવાડે રહેલ એક રૂમ પાસે પહોંચ્યા જેના વિષે રીવાએ કહ્યું હતું. કોઈ જોઈ નથી રહ્યું તેની ખાતરી કરીને બંને તે રૂમમાં અંદર ગયા. અંદર કોઈ જ નહતું. રૂમની સામેની દીવાલ પર એક સ્ક્રીન મૂકી હતી તેની નજીક શ્રેયસ પહોંચ્યો અને તેની સાથે છેડછાડ કરવા લાગ્યો. ૧૫ મિનિટની મહેનત પછી તે સફળ થયો અને ત્યાં નજીક બંનેને એક સીડી દેખાવા લાગી. તે ઉતર્યા પછી જોયું કે અદ્દલ બિલ્વીસ જેવી દેખાતી વ્યક્તિ ખુરસીમાં બંધાયેલી હતી. તેના વાળ વેરવિખેર હતા અને દાઢી વધેલી હતી. શરૂઆત શ્રેયસે કરી તેણે પૂછ્યું 'તું કોણ છે ? બંધાયેલ વ્યકતિએ કહ્યું મારુ નામ 'બિલ્વીસ છે.' શ્રેયસ અને રેહમન માટે આ આશ્ચર્યનો ઝટકો હતો. રેહમને કહ્યું 'આ કેવી રીતે શક્ય છે ?' 'અમે બિલ્વીસને બહાર મળી ચુક્યા છીએ.' બંધાયેલ વ્યક્તિએ કહ્યું 'અસલી બિલ્વીસ હું છું, પણ તમે કોણ છો ?' કારણ અહીં આવેલ દરેક વ્યકતિને હું ઓળખું છું. શ્રેયસે કહ્યું 'સાચી વાત છે અને હમણાં થોડા દિવસ પહેલાજ આવ્યા છીએ મારુ નામ શ્રેયસ છે અને આ છે અમારા સ્પેસવેહિકલના કેપ્ટ્ન રેહમન.' શ્રેયસે પૂછ્યું 'તને કોણે કેદ કર્યો ? બિલ્વીસે કહ્યું મને મારા ભાઈ સિવાને કેદ કર્યો છે તે સત્તા લોભી અને મહત્વાકાંક્ષી છે. તે અહીંના સ્થાનિક જીવો પ્રોડિસો સાથે મળીને કંઈક ભયંકર કરવા જઈ રહયો છે.' રેહમને પૂછ્યું 'શું થયું હતું ?' બિલ્વીસે કહ્યું 'અહીં બધું બરાબર ચાલી રહ્યું હતું અમારું સર્વેક્ષણનું કામ અમે કરી રહ્યા હતા તે વખતે અમે અહીંના સાથનિક જીવ પ્રોડિસના કોન્ટકટમાં આવ્યા. શરૂઆતમાં તેમને બહુ સારો રિસ્પોન્સ આપ્યો અને અમારી ટીમ સાથે સારો વ્યવહાર કર્યો. ટીમમાં અમે ૭ લોકો હતા. સિવાન ઈશારાની વાતચીતમાં હોશિયાર હોવાથી તેમની સાથે તે વાતચીત કરતો હતો. ૧૫ દિવસ ત્યાં રહેવાથી અમે પણ તેમની ભાષા થોડી થોડી સમજવા લાગ્યા હતા. પણ પછી મને ધ્યાનમાં આવ્યું કે તેઓ બહુ મહત્વાકાંક્ષી છે અને તેઓ પૃથ્વી પર સિવાનની મદદથી પહોંચીને કબજો જમાવવા માંગતા હતા. અમે વિરોધ કર્યો એટલે મારા બાકીના સાથીદારોને મારી નાખ્યા અને મને કેદ કર્યો. સિવાને તેમની સાથે ટેક્નોલાજી ટ્રાન્સફર ઉપરાંત ઘણી બધી ડીલ કરી છે.'


શ્રેયસે પૂછ્યું 'હવે આપણે શું કરવું જોઈએ ?' બિલ્વીસે કહ્યું કે 'આપણે બધાને મળીને વાત કરીને સિવાનની પોલ ખોલી દઈએ.' શ્રેયસે કહ્યું 'જે હિસાબે તમારા સાથીદારોને સિવાને મારી નાખ્યા તે સાંભળ્યા પછી લાગે છે કે સિવાન બહુ ખતરનાક છે.' બિલ્વીસે કહ્યું 'હવે હું તેને નહિ છોડું, એક વાર હું બહાર આવીશ એટલે બધી ઠીક કરી દઈશ.' શ્રેયસે કહ્યો 'ચાલો આપણે બહાર જઇએ. જેવો બિલ્વીસ આગળ વધ્યો શ્રેયસની પહેલી બે આંગળીઓ જોડાઈ ગઈ અને તેણે બિલ્વીસના ગળા નજીકની નસ દાબી એટલે બિલ્વીસ બેભાન થઇ ગયો. શ્રેયસે ફરી તેને ત્યાં રહેલ ચેરમાં બેસાડ્યો અને સ્ક્રીન ઉપરનું બટન દાબીને તેને ફરી બાંધી દીધો.        

 

શ્રેયસે શા માટે બિલ્વીસને ફરી કેદ કર્યો ? સાચો બિલ્વીસ કોણ છે ? સિવાન કોણ છે ? જાણવા માટે વાંચતા રહો 'પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી.'       


Rate this content
Log in

More gujarati story from Jyotindra Mehta

Similar gujarati story from Action