Margi Patel

Romance Crime

5.0  

Margi Patel

Romance Crime

પ્રેમની નવી સફર

પ્રેમની નવી સફર

7 mins
442


રાધિકા

રાધિકા નું વર્ણન કરું તો શબ્દો ઓછા પડે. રાધિકા રૂપમાં ખૂબ જ સુંદર દેખાય. લાંબી લાંબી આંગળીઓને એમાં પણ સરસ એવી નેલપેન્ટ કરેલા અને એકજ આંગળીમાં ખૂબ જ નાજુક વીંટી પહેરતી. માથાના વાળ થોડા સીધાને થોડા વાંકડિયા એ પણ લાંબા કમરથી પણ નીચે. એમાં પણ શરીરનો બાંધો તો એટલો સરસને કે છોકરો શું પણ છોકરીઓ દેખાતી રહી જાય. એવું સુંદર દેખાતી રાધિકા.

સાહીલ... 

સાહીલ પણ કોઈ હીરો કરતા ઓછો દેખાવડો નથી. સાહીલની ઊંચાઈ પણ ખૂબ જ સારી છે. અને શરીરનો બાંધો તો જાણે કસાયેલો. કપડાં પણ રોજ નવી નવી સ્ટાઇલ માં જ પહેરતો. ને રોજ નવા નવા પરફયુમ પણ લગાવે. જયારે પણ સાહીલ બોલો તો કોઈ એવી છોકરીના હોય જે તેના પાછળ પાગલ ના થાય.

સાહીલ અને રાધિકા બંન્ને નાનપણથી સાથે જ મોટા થયેલા. બંન્ને ભણતા પણ જોડે. બંન્નેની દોસ્તી એટલી મજબૂત કે કોઈ પણ તોડાવી ના શકે કે ના કોઈ વચ્ચે આવી શકે. બંન્નેને એકબીજાની પસંદ, નાપસંદ બધી જ ખબર હોય. ને રાધિકા સાહીલનું ધ્યાન પણ ખૂબ જ રાખતી.

આ દોસ્તી રાધિકા તરફથી ક્યારેય પ્રેમમાં બદલાઈ ગઈ એ ખુદ રાધિકાને પણ ખબર ના પડી. રાધિકા જયારે પણ સાહીલને બીજી છોકરીઓ સાથે ફર્લ્ટ કરતા દેખે તો રાધિકા અંદરથી આગબબૂલી થી જતી. પણ સાહીલને તેનો પ્રેમ કહેવાની બિલકુલ હિમ્મત નહીં. રાધિકાને હંમેશા એક જ ડર સતાવતો કે જો સાહીલને મારી ફેલિન્ગ ખબર પડશે અને દોસ્તી પણ નહીં રાખે તો હું શું કરીશ ! બસ આજ ડરથી રાધિકા ચૂપ જ રહી.

સાહીલને પાર્ટી કરવાનો ખૂબ શોખ. સાહીલ પાર્ટી કરવા જે બારમાં જાય છે ત્યાં સાહીલની નજર એક છોકરી પર પડે છે. સાહીલ તો એક જ નજરે તેને દેખતો જ રહે છે. સાહીલની નજર તે છોકરી પરથી ખસતી જ નથી.

ખ્યાતિ...

ખ્યાતિનો દેખાવ પણ દેખાવમાં તો ખૂબ જ સુંદર. ખ્યાતિનું વર્ણન કરીએ એટલું ઓછું છે. હાથમાં ત્રણ બેસ્લેટ, બધી જ આંગળીએ વીંટી, અને વાળ તો સીધા કમર સુધી આવે. ક્રોપ ટોપ પહેરેલું ને નીચે ઢીંચણ સુધીનો સ્કર્ટ.

ખ્યાતિને પણ સાહીલની જેમ પાર્ટીની આદત હતી. ખ્યાતિને રોજ પાર્ટી કરવી, નવા નવા દોસ્તો બનાવવા, ફરવું એવા શોખ ધરાવતી હતી. ખ્યાતિની નજર સાહીલ પર પડી. તો ખ્યાતિ દેખે છે કે સાહીલ તો તેને એક જ નજરે દેખી રહ્યો છે. ખ્યાતિ ધીમે ધીમે ચાલતી સાહીલ પાસે આવી. બંન્ને એ એકબીજાને 'હાઈ', 'હેલ્લો' કર્યા. બંન્ને વચ્ચે વાતચીત થઇ. પણ સાહીલ તો એક જ મુલાકાતે ખ્યાતિના પ્રેમ માં પડી ગયો. સાહીલ એ વાતવાતમાં ખ્યાતિનો નંબર લઇ લીધો. બંન્ને એ પાર્ટીની મજા સાથે માળી.

ઘરે ગયા પછી સાહિલે ખ્યાતિને મેસેજ કર્યો, 'હાઈ' કરી ને. પણ સામે કોઈ જ રિપ્લાય ના આવ્યો. સાહીલ મોબાઈલ ની સામે જ પુરી રાત દેખતો રહ્યો. કે હમણાં આવશે મેસેજ. પણ દિવસ થઇ ગયો પણ મેસેજ ના આવ્યો. રાતે ફરીથી સાહીલ એજ બારમાં જાય છે. જ્યાં સાહીલને ખ્યાતિ મળ્યા હતાં. પણ ખ્યાતિ ત્યાં નતી આવી આજે. સાહીલની જાણે પાગલ જ થઇ ગયો હોય એના પાછળ એવું જ કરતો. દરરોજ તે બારમાં જઈને બેસવું. તેની રાહ દેખવી. ને છેલ્લે થાકીને ઘરે આવી જાવું. આવું સતત ૬ એક દિવસ ચાલ્યું.

સાહીલ હવે તો ખ્યાતિને ભૂલી જ ના શકતો. જ્યાં દેખે ત્યાં ખ્યાતિ જ દેખાય. અરે હદ તો ત્યાં થઇ કે સાહીલને રાધિકામાં પણ ખ્યાતિ દેખાવા લાગી. સાહીલ ખ્યાતિ સમજીને તેના કદમ આગળ વધારીને રાધિકાને કિસ પણ કરી લીધી અને કાનમાં 'આઈ લવ યુ ખ્યાતી' પણ બોલી નાખ્યું.

પણ આ રાધિકાને સહન ના થયું તો રાધિકા સાહીલને ધક્કો મારીને દૂર ખસેડે છે. ત્યારે તો સાહીલને ભાન આવે છે કે આ ખ્યાતિ નહીં પણ રાધિકા છે. અને સાહીલ રાધિકાને સોરી કહે જ છે. પણ એટલામાં રાધિકા રડતી રડતી ત્યાંથી જતી રહે છે. રાધિકા સાહીલના સ્વરમાં ખ્યાતિનું નામ સાંભળીને તેનું દિલ ભાગી જાય છે. અને ખૂબ જ રડે છે. છતાં જેમ તેમ કરીને પોતાને સંભાળીને સાહીલ પાસે જાય છે અને કહે છે. 'તું ચિંતા ના કર, આપણે બંન્ને થઇને ખ્યાતિ ને શોધી લઈશું. ' આટલું સાંભળતા જ સાહીલ રાધિકાને ભેંટી પડે છે. અને રાધિકા તેની ફીલિંગ છુપાવાનો પ્રયાસ કરે છે.

દસ એક દિવસ પછી ખ્યાતિનો મેસેજ આવે છે. સાહીલને 'હેય' કરીને. એ દેખીને તો સાહીલ જાણે સાતમા આસમાનમાં ઉડવા લાગ્યો. ખુશીનો માર્યો પાગલ જ થઇ ગયો. સાહીલના મોં પર આ ખુશી દેખીને રાધિકા પણ ખુશ થઇ ગઈ. ને મનમાં જ બોલી, 'ચાલો મને નહીં પણ સાહીલને તો એનો પ્રેમ મળી ગયો. તેના પ્રેમથી હું પણ ખુશ જ છું.'

સાહીલ અને ખ્યાતિ એ મળવાનો પ્લાન બનાવ્યો. તે કોફીશોપમાં મળ્યા. અને આ મુલાકત પછી તો બંન્નેની મુલાકાતોનો સિલસિલો શરુ થઇ ગયો હતો. તેમાં પણ સાહીલનો પ્રેમ તો દિવસ જાય તેમ તેમ ખ્યાતિ માટે વધતો જ જાય છે. જોત જોતામાં બંન્નેને આ સબંધના સાત મહિના થઇ ગયા. બંન્ને એક બીજા સાથે ખુશ હતાં.

બીજી બાજુ સાહીલને તો ખબર જ નહીં કે ખ્યાતિ પોતાનું કામ કરવા માટે જ સાહીલ જોડે પ્રેમનું નાટક કરે છે. ખ્યાતિ એક ડ્રગ્સ સપ્લાય હતી. તે સાહીલને મળવાનું પહેલેથી પ્લાન હતું. ખ્યાતિ તો બસ સાહીલનો ઉપયોગ જ કરતી ડ્રગ્સને વેચવા માટે. અને અહીં તો સાહીલ ખ્યાતિને ગાંડાની જેમ પ્રેમ કરતો. કે સાહીલને કોઈ ભાન જ નહીં.

એક દિવસ રાધિકા અચાનક જ સાહીલના ઘરે ગઈ હતી મળવા. સાહીલ જોડે વાતો કરતા કરતા રાધિકાની નજર એક પેકેટ પર પડી. અને તે દેખીને રાધિકા સાહીલ ને પૂછે જ છે કે આ શું છે ? પણ સાહીલને જ ખબર ના હતી તો તે શું કહે. સાહીલ કઈ બોલ્યો નહીં તો રાધિકા ખોલવા જાય જ છે કે એટલામાં જ ખ્યાતિ આવી જાય છે ને રાધિકાને બોલવા લાગે છે કે કોઈની વસ્તુ ના અડાય કહીને. અને આ સાહીલ દેખે છે છતાં કઈ જ નથી બોલતો. આ દેખીને રાધિકા ત્યાંથી જતી રહે છે. થોડા સમય પછી સાહીલ જયારે એ પેકેટ ખોલે છે તો એના પગ નીચેથી જમીન ખસી જાય છે. અને ધીરે ધીરે તેને બધું યાદ આવે છે કે ખ્યાતિ એ ડ્રગ્સની લે-વેચ મારી પાસે કરાવી. અને મેસેજ ખ્યતી માટે રાધિકા જોડે સબંધ બગડ્યો. સાહીલને પસ્તાવાનો પાર નથી કઈ. પણ એ કઈ નથી કરી શકતો.

સાહીલ જયારે ખ્યાતિને પૂછે છે અને કહે છે કે ' હું અત્યારે જ પોલીસ પાસે જઈને બધું જ કહી દઈશ.' ત્યારે ખ્યાતિ સાહીલને એક જ તમાચો મારીને કહે છે કે 'સાહીલ તું તો બેવકૂફ છે મે સાત મહિનાથી તારા જ જોડે આ કામ કરવું છું તો પણ તને ખબર ના પડી. અને તને પણ મે ડ્રગ્સ લેતો કરી નાખ્યો છે. તું પોલિસ પાસે જઈશ ? જા પછી કહેતો નહીં કે રાધિકાનો આ વિડિઓ ક્યાંથી વાયરલ થઇ ગયો. આહાહા કેવી સુંદર લાગે છે રાધિકા નાહતા નાહતા જો તો ખરા, અને તેના પીઠ પરનો તલ તો જો. ' આટલું સાંભળીને તરત જ સાહીલ ગુસ્સેથી ખ્યાતિ પર ચિલ્લાય છે પણ તેનો કોઈ જ ફાયદો નથી થતો. ખ્યાતિ કહે છે કે 'તું તો બેવકૂફ હતો જ પણ તારા કરતા પણ વધારે તો રાધિકા છે. એ તને ખુબજ પ્રેમ કરતી છતાં મારા પાસે આવીને કહે સાહીલ તને ખૂબ જ પ્રેમ કરે છે એવી વાતો કહીને મારૂ કામ આસાન એને જ કારવ્યું.' આટલું કહી ખ્યાતિ ત્યાંથી જતી રહે છે.

સાહીલ ખૂબ જ રડે છે. કે મે રાધિકાના પ્રેમને ઓળખો જ નહીં. રાધિકા મને આટલો પ્રેમ કરે છે. રાધિકાનો વિડિઓ દેખીને તો સાહીલ કઈ કરી જ ના શકતો. રાધિકાનો વિડિઓ વાયરલ થવા નતો દેવો કે ડ્રગ્સનું કામ કરવું એ જ પરેશાનીમાં સાહિલે ડ્રગ્સ પોતે જ વધારે પડતા ડ્રગ્સ લઇ લીધા.

કોઈને ખબર નતી કે રાધિકા એ ખ્યાતિની વાત સાંભળી છે. જે તેને સાહીલને કહ્યું એ બધું જ રાધિકા એ તેના ફોનમાં રેકોર્ડ કરી લીધું છે અને પોલિસ પાસે જતી રહી. સાહીલને બચાવવા. રાધિકા એ તેના વિડિઓનો વિચાર કર્યા વગર સાહીલને બચાવવા લાગી. ને પોલિસ સાથે જઈને ખ્યાતિને પકડાઈ દીધી.

પણ બીજી બાજુ તો ડ્રગ્સ ઓવરડૉઝના લીધે સાહીલનો જીવ જોખમે મુકાયો હતો.  રાધિકા જેમ તેમ કરીને સાહીલને પણ બચાવી લે છે. સાહીલને રિહેબ સેન્ટરમાં મૂકે છે. તેની ડ્રગ્સની આદત છોડાવવા માટે. અને રાધિકાના એ દેખભાલથી સાહીલ જલ્દી ડ્રગ્સની આદત છોડી પણ દે છે.

6 મહિના પછી સાહીલ રેહબ સેન્ટરમાંથી ઘરે જાય છે. રાધિકા લેવા આવે છે. સાહીલ બહાર આવીને રાધિકાને જોરથી ભેંટી પડે છે અને ' થેંક યુ' કહે છે. બંન્ને ઘરે જવા નીકળ્યા. ઘરે પહોંચતા જ રાધિકા નિઃશબ્દ થઇ જાય છે. રાધિકા જોઈ છે તો પૂરું ઘર ડેકોરેશન કર્યું હોય છે. સાહિલે તેના બીજા દોસ્તોની મદદથી પુરા ઘરની રોનક જ બદલી દે છે. રાધિકા જેમ જેમ આગળ જાય ને બધું દેખાતી હોય છે અને ખુશ થઇ જાય છે.

જેવી રાધિકા પાછળ ફરીને દેખે છે તો સાહીલ ઢીંચણથી બેઠેલો હોય છે અને તેના હાથમાં એક વીંટી હોય છે. સાહીલ રાધિકા ને કહે છે કે ' વિલ યુ મેરી મી હું તારા વગર અધૂરો છું. મારે તારી જરૂર છે. પુરી જિંદગીમાં. મારૂ અસ્તિત્વ જ તું જ છે રાધિકા. શું તું મારા પર ફરીથી ભરોસો કરીશ ? હું તને ખૂબ જ ખુશ રાખીશ. અને હવેથી કોઈ જ છોકરી સાથે ફ્લર્ટ નહીં કરું.તું આપણી દોસ્તીને નામ આપીશ પ્રેમ નું ?'

આટલું સાંભળતા જ રાધિકા સાહીલને ભેંટી પડે છે છે અને કહે છે કે 'અરે ! પાગલ હું તો તારી જ છું અને તારી જ રહેવાની છું. તારે તો એમ કહેવાય કે ચાલ આપણે લગ્ન કરી દઈએ. તારે તો ફક્ત ઓડર જ કરવાનો મને. '

આ સાંભળતા જ સાહીલ ખુશીથી ઝૂમી ઉઠે છે અને બંન્ને એકબીજાને ખૂબ જ જોરથી ભેંટી પડે છે. અને કહે છે ચાલ આપણે એક નવી શરૂઆત કરીએ દોસ્તી પ્રેમની. જેમાં આપણે દોસ્ત પહેલા અને પછી પતિ - પત્નિ. ચાલ કરીએ દોસ્તીની નવી શરૂઆત... પ્રેમના સફરની શરૂઆત...


Rate this content
Log in

Similar gujarati story from Romance