"Komal" Deriya

Abstract Romance Tragedy

4  

"Komal" Deriya

Abstract Romance Tragedy

પ્રેમ : લાગણી કે બંધન - ૬

પ્રેમ : લાગણી કે બંધન - ૬

5 mins
280


પરંતુ એના આ હકાર વચ્ચે એક ડર પાંગરી રહ્યો હતો. જે સમય જાણતો હતો કે ક્યારેક તો ડંખ મારી જશે.

કેમકે એને કાર્યક્રમમાં કોઈ મળ્યું હતું જેને જોઈને એ ડરી ગઈ હતી. એ કોણ હતું એતો વિધિજ જાણતી હતી એટલે એ કોણ હતું એ કોઈને ખબર નહતી. સમર પણ આ વાતથી સંપુર્ણ અજાણ હતો અને એ દિવસે વિધિને વાત કરતા એણે અટકાવી દીધી એટલે એને એમ કે વાત અહીં સમાપ્ત થઈ ગઈ પણ સંજોગવશાત્ એ વ્યક્તિ વિધિને શોધતાં આવી ચડ્યું.

દરવાજો ખોલતાની સાથે જ વિધિની આંખો પહોળી થઈ ગઈ, એની સામે ઉભેલી એ વ્યક્તિને જોતાં જ એના હોશ ઉડી ગયા. એના સામે જગવિખ્યાત ગરબાકિંગ મિતરા ઉભો હતો. એ મિતરા એટલે બીજું કોઈ નહીં પણ રાજ ! મતલબ મિતેશરાજ, વિધિનો શ્વાસ.. કેમકે જે વ્યક્તિ વર્ષો પહેલા મૃત્યુ પામ્યો હતો એને સાક્ષાત નજરની સામે જોઈ એ અસમંજસ મા પડી ગઈ. એની સમજવાની શક્તિ સંપુર્ણ નાશ પામી ગઈ. એને કંઈ સમજાતું નહતું કે કેવું વર્તન કરવું જોઈએ. એ એવી રીતે ગભરાઈ રહી હતી જાણે એની કોઈ ચોરી પકડાઇ જવાની હોય.સવારના પહોર ના ઠંડા પવનમાં પણ એને પરસેવો છૂટી રહ્યો હતો. આખુ શરીર ઠંડુ પડી ગયું હતું. ટાંકણી મારી તો લોહી નાનીકળે એવી જામી ગઈ હતી. એનું મગજ છે કંઈ ગોઠવણ કરી રહ્યો હતું. બસ એને એ ડર હતો કે સમરને આ વાતની ખબર પડશે તો શું વિચારશે! વિધિ અત્યારે એવા સ્થાન પર આવી હતી કે કોઈ જ નિર્ણય લઈ શકે તેમ ન હતી.

હવે પ્રશ્ન એ હતો રાજ અને સમય વચ્ચે વિધિ કઈ રીતે સેતુ બનશે, રાજને શું કહેશે, સમર ના પ્રશ્નોના જવાબ ક્યાંથી લાવશે, એ ભૂતકાળને વર્તમાનને કઈ રીતે સમજાશે, કોનો સાથ આપશે ?

અને આવા કંઈક લાઈવ પ્રશ્નો હતા. અને આવા પ્રશ્નોના જવાબો શોધવા એના માટે ખૂબ અઘરું હતું. દરેક પ્રશ્નોના જવાબો કેટલા અઘરા હતા એ કોઈ જાણતું ન હતું. આ જવાબ અને પ્રશ્નોની ગૂંચવણમાં એને થયું કે પ્રેમની લાગણી એ બંધન છે એને પ્રેમ હવે બંધન જેવો લાગ્યો. એ સમયની ખૂબ મોટી રુણી હતી કેમકે સમર નવું જીવન આપવા માટે સંપૂર્ણ પ્રયત્ન કરતો હતો. એ જાણતો હતો કે વિધિ એને પ્રેમ નથી કરતી પણ તોય એ પૂરા મનથી તેના પ્રેમ કરતો હતો. બંને જેવી રીતે રીત રીવાજ થી લગ્નગ્રંથિથી જોડાયેલા હતા. બસ એમ જ લાગણીઓથી પણ જોડાયેલા હતા.

બીજી તરફ રાજનું પણ અગત્યનું યોગદાન રહ્યુ હતું. જ્યારે એ જાણતી પણ ન હતી કે પ્રેમ શું છે, જીવનનો અર્થ શું છે? આનંદ શું છે? ખુશી શું છે? એ સમયે રાજ એની સાથે હતો. ખરા અર્થમાં પ્રેમ કરતા તો રાજ શીખવીને ગયો હતો. પણ પ્રેમને નિભાવવો કઈ રીતે એ તો સમરે જ શીખવ્યું હતું.

અહીં રાજ અને સમર બંને નો પ્રેમ સાચો હતો. વિધિની લાગણીઓ પણ બંને માટે સાચી હતી. રાજના પાછા આવ્યા પછી આ લાગણીઓ પ્રેમ કરતાં બંધન વધારે લાગતી હતી. કેમકે રાજને જોઈને એક ક્ષણ માટે વિધિને થયું કે એને ભેટી પડું અને ખૂબ રડી લઉં અને બીજી ક્ષણે એને સમર નો વિચાર આવ્યો કે જેની સાથે ભગવાન અગ્નિની સાક્ષી એ સાત ફેરા લીધા છે કદાચ તેની સાથે અન્યાય થઈ જશે. 

એ રાજને પછી પણ નહોતી શકતી કે પેલા દિવસે શું થયું હતું? અને આટલા વર્ષોથી તેણે તેને મળવાનો વિચાર પણ કેમ નહોતો કર્યો?

" કોણ આવ્યું છે? કેમ આટલી વાર થી દરવાજામાં ઉભી છે?" બોલતા બોલતા સમર છેક દરવાજે પહોંચી ગયો. મિતરાને આવેલો જોઈ રાજીના રેડ થઈ ગયો. ઝડપથી એને અંદર બોલાવ્યો અને વિધિને તેના માટે ચા-પાણીની વ્યવસ્થા કરવા માટે કહ્યું. તેણે સપનામાંય નહીં વિચાર્યું હોય કે આ એ જ રાજ છે જેને આખી દુનિયા મૃત્યુ પામેલો સમજે છે. 

પણ રાજને સમજાઈ ગયું કે સમર તેને ઓળખતો નથી અથવા તો જાણતો નથી. એ કંઈ પણ બોલ્યા વગર ચા પીને ત્યાંથીનીકળી ગયો. કંઈ બોલ્યો નહીં એટલે હવે વિધિની ચિંતા વધી ગઈ. એને એમ થવા લાગ્યું કે એ મને ખોટું સમજીને જતો રહ્યો છે. એટલે એણે બધું સાચું કહેવા માટે રાજને મળવા માટે નક્કી કર્યું.

એ રાજ પાસે પહોંચી આ વખતે સમર પણ એની સાથે હતો. પહોંચતાની સાથે જ એને સમર અને રાજની ઓળખાણ કરાવી. અને આ વખતે સમર એનો પતિ છે એવુ કહ્યું એણે આ સાંભળીને જ સમર તો ખુશ થઇ ગયો. 

વિધિએ રાજ્ને બધું કહેવાનું વિચાર્યુ હતુ એટલે એણે વાત શરૂઆતથી શરૂ કરી. રાજના અકસ્માતની ખબર મળી એના પછી એનુ જીવન જ સમાપ્ત થઇ ગયુ હતુ. જેમ પાણીમાથી માછલી બહાર નિકાળીયેને તરફડે એમ જ વિધિ પણ રાજ માટે વલખાતી હતી. એના જીવનની દરેક સવાર ફક્તને ફક્ત આથમવા માટે જ ઉગતી હતી. એના જીવનનો કોઇ ધ્યેય હવે બાકી જ નહતો. એ આખેઆખી તુટી ચુકી હતી બસ આ જ સમયે જ્યારે એને કોઇ ના સહારાની, પ્રેમની અને સહાનુભુતીની જરૂર હતી ત્યારે સમર એના જીવનમાં આવ્યો હતો. એણે ખુબ પ્રેમથી વિધિનો હાથ પક્ડીને એને કહ્યું હતુ કે હું અંતિમ શ્વાસ સુધી આ સાથ નિભાવીશ. એને મારો વિશ્વાસ જીત્યો, મને હસતી અને જીવતી કરી અને મને ફરીથી પ્રેમ કરતા શીખવ્યું અને વચનોનીભવતા પણ શીખવ્યું.

“રાજ મેં તને ખુબ પ્રેમ કર્યો છે અને એ મારો પહેલો પ્રેમ હતો એ તો તને ખબર જ છે અને કદાચ એટલે જ હું આજેય તને નથી ભુલાવી શકી પણ આજે હું તને એ કહેવા આવી છુ કે હું નથી ઇચ્છતી કે મારે તારા અને રાજમાથી કોઇ એકને પસંદ કરવું પડે. બસ એટલે હું આજે તારી અને સમરની સામે કહુ છુ કે તમને બન્નેને ખુબ પ્રેમ કરુ છુ. મને જેટલુ દુઃખ રાજ તારા જવાથી થયુ હતું એટલી જ ખુશી સમરને મારી સાથે જોઇને થાય છે. હું તારા વગર કદાચ જીવી લઇશ પણ સમર વગર જીવનની કલ્પના પણ તદ્દન નિરર્થક છે. કેમકે કદાચ રાજ તો મને પ્રેમ કરી શકે પણ સમરની જેમ એને નિભાવતા મને ના શિખવી શકે. મને પ્રેમનુ ખુલ્લુ આકાશ ના આપી શકે. મને એના સિવાય કોઇ બીજાને પ્રેમ કરવાની અને એની યાદો સાથે જીવવાની આઝાદી ના આપી શકે.

મારા દરેક નફરત ભરેલા વ્યવહારને પ્રેમ ના પણ સમજી શકે. હું એની ચિંતા કર્યા વગર કંઇપણ કરુ એને હમેશા મારી જ ફીકર હોય એવુ તો ના બની શકે. અરે એ મારા માટે વિદેશની ધરતી પર મારી પસંદગીના ગરબાનુ આયોજન કરે અને હું એને એમ પણ ના કહુ કે આભાર તોય એ મને આવીને એમ પુછે કે તુ ઠીક તો છેને એવું થોડી કરી શકે. સાચુ કહુ છુ રાજ તુ આ બધુ તો ના જ કરી શકે. કેમકે મારા પર આટલી શ્રધ્ધા તો ફકત સમરને જ છે અને એટલે હુ આજે એ કહેવા માંગુ છુ કે હુ રાજની યાદો સાથે આગળની સફર સમરનો હાથ પકડીને ચાલવા માંગુ છું અને હા સમર હું આટલા દિવસ ચૂપ હતી એ માટે હું તારી ખુબ મોટી અપરાધી છું અને કદાચ માફી માંગવાને પણ લાયક નથી. મને જે સજા કરવી હોય તે કર પણ બસ મારો સાથ ના છોડી દેજે. કેમકે રાજ પછી હુ તારો હાથ પકડીને ચાલવા લાગી છુ પણ હવે જો તે હાથ છોડ્યો તો કદાચ હુ જીવનપર્યંત ઉભી નહી થઇ શકુ.


Rate this content
Log in

Similar gujarati story from Abstract