પ્રેમ હત્યા ભાગ : ૧૮
પ્રેમ હત્યા ભાગ : ૧૮
હવે આ બાજુ હવા ભરેલી પેલી બે બોટલોનો રીપોર્ટ લેબોરેટરીમાંથી મેળવી લઇ ઈ.વિનોદ પોલીસ સ્ટેશનમાં આવ્યો. ઇન્સ્પેકટર વિનોદની રાહ જોઈ જોઈ કંટાળેલા ઈ.મિહિરે ઈ.વિનોદને જોતાંજ પૂછ્યું, ‘બોટલમાં કયો વાયુ હતો ?”
ઈ.વિનોદ બોલ્યા “કોઈ નીતિન કરીને વાયુ છે..”
ઈ.મિહિરે વિજયી સ્મિત સાથે કહ્યું “યસ...મારી શંકા સાચી પડી. અલબત એ વાયુને નીનહાઈડ્રીન એમ કહેવાય છે. ઇન્સ્પેક્ટર વિનોદ, આનો મતલબ એ થયો કે ત્યાં લાશ દટાયેલી હોવાની માયાએ કહેલી વાત સાચી છે.”
ઇન્સ્પેક્ટર વિનોદ બોલ્યા, “ડોગ સ્કવોડને ત્યાં કંઈ જણાયું નહોતું. એવું કેમ થયું હશે.”
ઈ.મિહિર મુસ્કુરાતા બોલ્યા “કોન્ક્રીટ કે સ્લેબ નીચે દબાયેલી લાશોને ટ્રેસ કરવામાં ડોગસ્કવોડ કાયમ નિષ્ફળ જ જાય છે. ઇન્સ્પેકટર વિનોદ, એકચ્યુઅલી વાત એવી છે કે વાતાવરણમાં નાઈટ્રોજનનું પ્રમાણ કુલ ૭૨% છે તેથી કોઇપણ પ્રાણીના શરીરમાં એનું પ્રમાણ વધારે હોવું સ્વાભાવિક છે! તેથી જ જયારે કોઈ પ્રાણી મરે છે ત્યારે એની લાશ સડી જવાથી એમાંથી નાઈટ્રોજન વાયુ છૂટે છે. હવે જયારે પ્રાણી કે મનુષ્યની લાશ જમીનમાં દટાઈ જાય ત્યારે તેનું જમીનમાં રહેલા તત્વો સાથે સંયોજન થઇ એક નવા જ પ્રકારનો વાયુ બને છે જેનું નામ છે નીનહાઈડ્રીન હા પણ આ વાયુને બનવામાં ખાસો સમય લાગે છે. એટલે તમે મારા જેવી પદ્ધતિ પંદરમે દિવસે જ વાપરી હોત તો તમે પણ એમાં નિષ્ફળ ગયા હોત. જયારે આ પદ્ધતિ માટે આજે આઠ મહિના પછીનો સમયગાળો એકદમ ઉપયુક્ત હતો. બોટલમાંથી નીનહાઈડ્રીન (ninhydrin) વાયુ નીકળ્યો મતલબ અંદર કોઈકની લાશ તો છે જ ! માટે ફટાફટ ઘટનાસ્થળે ખોદકામ કરાવી લાશો બહાર કઢાવો.”
મહાત્મા કેનાલનો આખો વિસ્તાર પોલીસે સીલબંધ કર્યો. લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે શું ચાલે છે તે જોવા માટે ભેગા થયા. પોલીસના જવાનોએ બતાવેલી જગ્યાએ ખાડો ખોદવાનું કામ શરૂ કર્યું. લગભગ અડધા જેટલો ઊંડો ખાડો ખોદાયા બાદ અંદરથી અસહય દુર્ગધ આવવા લાગી. થોડે દુર તમાશો જોવા એકઠા થયેલ લોકોએ મોં આડે રૂમાલ ધરી દીધા. કેટલાકને તો ઉલટી જેવું થવા લાગ્યું.
હજુ ઊંડે સુધી ખોદકામ કરતા પોલીસને વિકૃત હાલતમાં પડેલી બે લાશો મળી આવી ! અસહય રીતે આવતી દુર્ગધનું પ્રમાણ હવે ખુબ વધી ગયું હતું. પોલીસ જવાનોને ત્યાં ઊભા રહેવાનું પણ ત્યાં મુશ્કેલ થઇ પડ્યું. ઈ.મિહિરે બન્નેની લાશોને બહાર કાઢવાનો હુકમ આપ્યો. જેમ તેમ કરીને આવતી અસહય દુર્ગધ વેઠીને પણ પોલીસ જવાનો એ બન્ને લાશોને ખાડાની બહાર લાવી જમીન પર મૂકી. સાથે લાવેલ કપડાથી ઢાંકી દીધી. હવે તેઓ માયા પાસે આવી બોલ્યા “લાશ પરથી મૃતકની ઓળખ આરામથી થઈ જશે અને એકવાર લાશ જુલી અને વ્યોમેશની છે એમ સાબિત થઈ જાય કે પછી આપણને આકાંક્ષાને જેલના સળિયા પાછળ ધકેલતાં વાર નહિ લાગે!” બન્નેની લાશોને પોસ્ટમોર્ટમનો હુકમ આપીને ઈ.મિહિર બીરિટ સ્થળ છોડી ગયા.
(ક્રમશ:)
