Participate in 31 Days : 31 Writing Prompts Season 3 contest and win a chance to get your ebook published
Participate in 31 Days : 31 Writing Prompts Season 3 contest and win a chance to get your ebook published

Prashant Subhashchandra Salunke

Action Crime Thriller


4  

Prashant Subhashchandra Salunke

Action Crime Thriller


પ્રેમ હત્યા - 20

પ્રેમ હત્યા - 20

3 mins 247 3 mins 247

થોડીવારમાં જ તેઓ લેબોરેટરીમાં ડોક્ટર શ્રીકાંત સામે ઊભા હતાં. ડોક્ટર શ્રીકાંત સાથે વાતચીત કરતાં ઈ.મિહિરે કહ્યું “ડોકટર સાહેબ ડીએનએ પ્રિન્ટ મળવાની કોઈ શક્યતા ખરી ?”

ડોકટર “ઈન્સ્પેકટર... બંને લાશ સંપૂર્ણ રીતે સળગી ગયેલ છે તેથી કોઈ જીવિત કોષ મેળવવો અમારા માટે શક્ય નથી. માટે ડીએનએની વાત તો ભૂલી જ જાઓ....હા આ ચાર્ટમાં બતાવેલ રચના પ્રમાણે બંનેની હાડપિંજરમાં દેખાતાં તફાવતને આધારે અમે માત્ર એટલું જાણી શક્યા છીએ કે એક લાશ સ્ત્રીની છે અને બીજી લાશ પુરુષની”

મિહિર “સ્ત્રીને કોઈ ગર્ભ હોવાની નિશાની?”

ડોકટર “સપૂર્ણ લાશ સળગી ગઈ હોવાથી અને આટલા દિવસોથી લાશ સડેલી હોવાથી આ કહેવું મુશ્કેલ છે. છતાં જો આઠેક મહિનાનો ગર્ભ હોય તો કદાચ હું તપાસ કરી જોઉં”

મિહિર “ડોકટર શરીર પર કોઈ તો નિશાની હશે ને?”

ડોકટર “ના કોઈ નિશાની અમે મેળવી શક્યા નથી.”

મિહિર “ડોકટર શરીરમાં કોઈ ફેકચર કે પછી કોઈ ઈજાની નિશાની ? કોઈ જન્મજાત ખોડખાંપણ ?”

ડોકટર “ના.... બંને તંદુરસ્ત હતાં.. અને બંનેમાંથી કોઈને પણ ફેકચર વગેરે કંઈ થયું નથી.”

ઈ.મિહિરે વિસ્મયથી પાંડુરંગ તરફ જોતા કહ્યું, “પાંડુ માત્ર નાનામાં નાનું પણ એકાદું ક્લ્યુ મળી જાય તો હું આખા કેસના મૂળિયાં સુધી પહોંચી જઈશ.”

પાંડુરંગ પણ ઈ.મિહિરની પરેશાની જોઈ વ્યથિત થતો હતો એણે જોરથી કહ્યું “હે ગણપતિદાદા, વિનાયકા, એકદંતા.. વિઘ્નહર્તા... માઝ્યા માલકા ચી મદદ કર રે.......”

ત્યાંજ ડોક્ટરે કંઈક વિચારીને કહ્યું. “એકદંતા પરથી મને યાદ આવ્યું. કે જે પુરુષની લાશ છે એની દાઢમાં એણે માઈનોર સિમેન્ટ ભરાવી છે.’ ઈ.મિહિર આનંદથી ઉછળી પડતાં બોલી ઉઠ્યો. ”શું વાત કરો છો ડોક્ટર જરા વિગતવાર સમજાવશો ?”

ડોક્ટરે સામે રાખેલા કોપ્યુટરના કીબોર્ડ પર કેટલાક બટનો દબાવી. સ્ક્રીન પર એક દાંતના ચોકઠાની તસવીર લાવી ઈ.મિહિરને સમજાવતાં કહ્યું, “આ મૃત પુરુષના દાંતના ચોકઠાનો એક્સ રે છે. જડબાની ઉપલી હરોળના સામેના દાંત અને નીચેની હરોળના સામેના દાંતમાંથી કુલ પાંચ દાંત તૂટી ગયેલા હોવાથી એને તપાસવાની કોઈ શક્યતાઓ નહોતી. જડબાના ચોકઠાને વ્યવસ્થિત ગોઠવી જયારે અમે એનું નિરીક્ષણ કર્યું ત્યારે ધ્યાનમાં આવ્યું કે આમાં નીચેના જબડામાં ડાબી તરફ જે નાનું ટપકું દેખાય છે તેમાં પુરૂષે હત્યાના થોડાક દિવસ પહેલાં જ સિમેન્ટ ભરાવ્યો હશે એવી મને શંકા છે.”

ઈ.મિહિર બોલ્યો “થેંક્સ ડોકટર... તમે આ જડબાના એક્સ રે ની તસવીર મને ઈમેલ કરી શકશો?”

ડોકટર ,”હા..કેમ નહિ? તમારો ઈમેલ આઈડી આપો. હું તરત એની પર આ તસવીરો સેન્ડ કરી દઉં.”

કંઈક યાદ આવતાં ઈ.મિહિર બોલ્યો,”ડોક્ટર બીજી લાશનો પણ જડબાના એકસ રે હોય તો એ પણ મને ઈમેલ કરી આપજો.”

ડોક્ટર “સોરી.... ઈન્સ્પેક્ટર બીજી લાશના જડબાના એકસ રે અમારી પાસે નથી.”

ઈ.મિહિર, “કારણ?”

ડોક્ટર,”હત્યારાએ પુરુષના કપાળ પર પથ્થરનો ઘા મારી એને એની ખોપડી ફાડી નાખી હતી જેથી ચોકઠાને વધારે ઈજા થઈ નહિ. જયારે બીજી લાશના ચહેરાને ભરપુર રોષથી છુંદી નાખવાના ઈરાદે પ્રહાર કર્યો હતો જેથી એના જબડાને ભારે નુકસાન થયું છે. છતાં પ્રયત્ન કરતાં અમે એને ગોઠવી શકીશું આપ જો કહેતા હોવ તો સાંજ સુધીમાં એનો પણ જડબાના એક્સ રે હું તમને મેલ કરી દઉં.” ઈ.મિહિર “થેંક્સ..... પણ હાલ એ જહેમત ઉઠાવવાની જરૂર લાગતી નથી” આમ બોલી ઈ.મિહિર ત્યાંથી નીકળી ગયા. લેબોરેટરીના પગથિયાં ઉતરતી વખતે પાંડુરંગે પૂછ્યું “સાહેબ, કોઈના દાંતમાં સિમેન્ટ છે કે નહી એ કોને ખબર પડે ! મને નથી લાગતું કે આ માહિતી કામમાં આવશે !” ઈ.મિહિરે પાંડુરંગ તરફ જોયું એ પછી તેઓ હસતાં હસતાં જીપમાં બેસતાં બોલ્યા “પાંડુ, હું તને કાયમ કહું છું ને કે હત્યા સુરાગ છોડે જ છે. હત્યારો લાખ કોશિશ કરે તો પણ એનાથી કોઈકને કોઈક ભૂલ થઈ જ જતી હોય છે. હવે મારી શંકા જો સાચી પડી તો સમજ આકાંક્ષાનો ખેલ ખલાસ.”

પાંડુરંગ બોલ્યો “લાશના દાંતમાં સિમેન્ટ મળી આવ્યો એમાં આકાંક્ષાએ સુરાગ કેવી રીતે છોડ્યો કહેવાય? એની એમાં શું ભૂલ?”

ઈ.મિહિર “પાંડુરંગ લાશના દાંતમાં સિમેન્ટ મળી આવવો એમાં આકાંક્ષાની કોઈ ભૂલ થઈ નથી. ભૂલ તો એણે બહુ પહેલાં જ મર્ડર સ્પોટ પર ફરી એકવાર જઈને જ કરી દીધી છે. પાંડુ, એકવાર કેસ સોલ્વ થાય તો તને બધી હકીકત કહી સંભળાવીશ...”

(ક્રમશ:)


Rate this content
Log in

More gujarati story from Prashant Subhashchandra Salunke

Similar gujarati story from Action