પરદેશી જાદુગર
પરદેશી જાદુગર
પરદેશથી આયો એક જાદુગર
પરદેશી બન્યો એક જાદુગર
આવો આવો પ્યારે બચ્ચો
પરદેશી જાદુ બતાવે એક જાદુગર*
રોજ ગીત ગાતો એક જાદુગર ગલી ગલી ફરતો હતો. એ એવા સરસ અલગ અલગ જાદુ એની જાદુઈ છડી ફેરવી બતાવતો હતો કે બાળકો એનો અવાજ સાંભળીને ગાંડાના જેમ ભાગતાં આવતાં હતાં. દરેક શેરીમાંથી રોજ એક બાળક ગાયબ થવા લાગ્યો. આઠ બાળકો ગાયબ થયાં પછી લોકો ચિંતિત થયા. પોતાના બાળકોને સાચવવા લાગ્યા.
ઘરનાં બહાર એકલાં જવા દેવા ના લાગ્યા. જાદુગર સમજી ગયો કે હવે આ ગામનાં લોકો ચેતી ગયા હતા તેથી આઠે બાળકોને મારી નાંખવાની ધમકી આપીને ધમકાવીને કંતાનની ગુણીમાં પેક કરીને તે લઈને જવા લાગ્યો.
એક બાળક હોંશિયાર હતો. તેણે એ ગુણીને દાંતથી કતરી કાણું પાડ્યું, એમાંથી એ જોતો રહેતો. જાદુગર આગળ પાછળ થતાં જ એ તો બચાવો બચાવો ચિલ્લાવા લાગ્યો. એનો અવાજ સાંભળી બીજા બાળકો પણ હિંમત કરીને ચિલ્લાવા લાગ્યા.
લોકો એ અવાજ સાંભળ્યો અને ભાગતા જાદુગરને પકડીને પોલીસને હવાલે કરી બાળકોને મુક્ત કરી એના માતા-પિતાને સોંપ્યા.
પોલીસે તો પોતાની જાદુની છડી જાદુગર પર ચલાવીને એ પરદેશી જાદુગરની બધી પરદેશી જાદુ ભુલાવી દીધી.
