અમૃત પટેલ સ્વયંભૂ

Thriller

5.0  

અમૃત પટેલ સ્વયંભૂ

Thriller

પર્દાફાશ

પર્દાફાશ

2 mins
597



      વારંવારના અપમાનિત થયેલા આર કુમારે મનમાં વિચાર કરી એક ગાંઠ વાળી લીધી છે!

      કોઈપણ રીતે તેને ઉઘાડો પાડી જ દેવો છે.


      બંને વિધુર થયા તે પછી અવારનવાર યોજાયેલા સાહિત્યક કાર્યક્રમો દરમિયાન તેણે કાઈને કોઈ વાતે તેમને નીચા જોવા જેવું કર્યું છે જેથી આ અપમાનનો બદલો લેવા આર કુમારે એક ગુપ્ત રીતે નવોદિતને કામ સોંપી રજેરજની માહિતી મેળવી લીધી છે! બસ હવે ટુંક સમયમાં જ…


     તે ફરી એકવાર નજર કરતો હોય તેમ કે.દેસાઈની વિરુદ્ધમાં અત્યાર સુધીમાં મળેલા પુરાવાઓને એક પછી એક જોઈ રહ્યો... 'ઓનલાઈન એસ્કોર્ટ ગર્લના વેબસાઈટ ઉપર ફોટા જોઈ નવરા પડેલા કે.દેસાઈએ માહિતી ક્લિક કરી મેળવેલી માહિતી...' સમય, ઉંમર, કોલેજ ગર્લ, હાઉસવાઈફ, ફોરેનર જેવાં લોભામણી પેકેજના નામે જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેમાં કેવીરીતે તે લપેટમાં આવ્યા છે તે તમામ પ્રકારની માહિતી એકત્રીત થઈ ગઈ છે બસ હવે!


      'સાલો ડોસો મને બદચલન કહે છે! હવે જોઉં છું કોણ કેટલા પાણીમાં છે તે? આર કુમારને તે દિવસ ફરી તાજો થયો…


      તે દિવસે મહિલા હોસ્ટેલમાં વાંચીકમનો કાર્યક્રમમાં ભાગ લેવા આર કુમાર તેની ઉંમરની અનુવાદકને લઈને ગયા હતા. પ્રવચનમાં તે અનુવાદકના વખાણ સાંભળી ન શક્યો હોય તેમ જેવો કાર્યક્રમ પૂરો થયો ત્યાં… 'અરે ભાઈ, જવા દોને વાત. આ ડોસાને સાઠે બુદ્ધિ નાઠ્ઠી છે...બૈરું ગયું તે પછી આ રખડેલ ને લઈને ફરીયા કરે છે! જ્યાં જ્યાં જાય ત્યાં લટકેલીને લટકેલી!' કે.દેસાઈ બોલ્યે જતો હતો અને પાછળ આર કુમાર! તે દિવસે ગમ ખાઈને ગાંઠ વાળી લીધી... અત્યાર સુધીમાં તેણે કેવીકેવી લીલાઓ કરી તે પૈકીની કેટલીક તો આંખોદેખી હતી. જ્યારે બીજી માહિતી મેળવી લીધી છે! આર કુમાર કંઈક ગણતરી કરતો મુશકરાઈ રહ્યો. આવતી કાલે સવારે...!


     ત્યાં વહેલી સવારે ઊઠીને જેવો સમાચાર વાંચવા બેઠો ત્યાં.... 'એસ્કોર્ટ ગર્લના ફોટા ગ્રાહકોને વોટ્સએપ પર મોકલી પૈસા પડાવવતા...'એલસીબી એ ઓનલાઈન છેતરપિંડીનો કર્યો પર્દાફાશ. ઝડપાયેલા આરોપીઓ તેમજ ગ્રાહકોના નામ...

      આર કુમાર યાદી જોઈને...મનોમન બોલી ઊઠ્યો; 'ચાલો..હું તો બચી ગયો પર્દાફાશમાંથી!           


Rate this content
Log in

Similar gujarati story from Thriller