Amrut Patel 'svyambhu'

Romance Tragedy

4.2  

Amrut Patel 'svyambhu'

Romance Tragedy

ભ્રાંતિ ભાગ-૧

ભ્રાંતિ ભાગ-૧

4 mins
328


કોઠી રોડ પાસે ગાડી ઉભી રાખી દરવાજો ખોલી રશ્‍મિએ જેવો પગ બહાર મુકયો ત્‍યાં... હોસ્‍પિટલ તરફથી ફૂટપાથ ઉપર ધીમે પગલે ચાલી આવતા પાવન પર તેની નજર પડતા જ તે સ્‍તબ્‍ધ બની ગઈ... !

કેટલા વરસો પછી તેણે પાવનને જોયો.

આ એજ પાવન હતો જે વરસો પહેલા તેની આસપાસ એક અલી (ભમરો)ની માફક ફરતો રહેતો હતો. તેના ચાલ્‍યા ગયા પછી પણ રશ્‍મિએ તેની જ પ્રતીક્ષામાં આટલા વરસો પસાર કર્યા હતા ! આટલા વરસે આમ અચાનક જ મુલાકાત થશે તેની તો રશ્‍મિએ કલ્‍પના સુઘ્‍ધાં કરી નહોતી.

પાવન આર્ટ્‌સનો સ્‍ટુડન્‍ટ હતો જયારે રશ્‍મિ કોમર્સની. શાંત પ્રકૃતિ ધરાવતી રશ્‍મિ તેના ફ્રેન્‍ડ સર્કલમાં ખૂબ જ દેખાવડી હતી. તેણે આ સુંદર રૂપને પચાવી જાણ્‍યું હતું. રૂપ સાથે ગુણનો બહુ મેળ બેસતો નથી પણ રશ્‍મિ આમાં અપવાદ હતી. જેવી તે રૂપાળી હતી તેવી જ ગુણવાન અને ઠરેલ હતી. ઈશ્વરે એને રૂપ જાણે ખોબલે ખોબલે દીધું હતું. કોલેજની યુવતીઓ તેના આ રૂપની અંદરો અંદર ઈર્ષા કરતી હતી ! રશ્‍મિ સાથે સંબંધ બાંધવા માટે કોલેજનાં ઘણા યુવાનો અવનવા પ્રયત્‍નો કરતા હતા. પણ કોઈને સફળતા મળતી નહોતી. જેમ તે સુંદરતામાં પ્રથમ હતી તેમ અભ્‍યાસમાં પણ મોખરે રહેતી ! ચહેરા ઉપર એક અદ્‌ભુત તેજસ્‍વી સૌદંર્ય હંમેશને માટે નીતરતું રહેતું. તેનો ઉછેર જ એવા પરિવારમાં થયો હતો કે કોલેજનાં મુકત વાતાવરણમાં પણ કયારેય પાંખો ખોલીને વિહરવાની તેને ઈચ્‍છા થતી નહોતી. અને આ ગુણ જ તેની સુંદરતામાં વધારો કરતો હતો.

પાવન પણ દેખાવમાં ઓછો ઉતરતો નહોતો. ઉંચો ગૌરવર્ણ દેહ, અણીયારી આંખો અને એક વિશાળ ભાલ પ્રદેશ અને એના ઉપર લહેરાતા એના ભૂખરા સોનેરી એક તરફી વાળ કે જે બીજા યુવાનો કરતા નોખી ભાતનાં હતાં. તે કારણે સૌમાં  તે અલગ જ તરી આવતો. રૂઆબદાર વાક્‍છટાથી સામેની કોઈપણ વ્‍યકિતને તે પ્રભાવિત કરી દેતો. કોલેજનાં યુવક- યુવતીઓ તો ઠીક પરંતુ પ્રોફેસરો પણ તેના વ્‍યકિતત્‍વથી આકર્ષિત હતા. દરેક વાતે તે સામેની વ્‍યકિત સાથે હળી મળી જતો. યુવા મિત્રો સાથે મિત્ર જેવો અને વડીલો સાથે મર્યાદામાં વાતો કરી દરેક સાથે મીઠા સંબંધો જ રાખતો અને એના આ ગુણથી એ બધાનો પ્રિય બની ગયો હતો. કોલેજની દરેક પ્રવૃત્તિમાં તે મોખરે જ રહેતો. અભ્‍યાસમાં પણ અવ્‍વલ રહેતો. સ્‍પોટ્‍સ કે વકતૃત્‍વ સ્‍પર્ધામાં કોઈપણ વિષયમાં તે ખૂબ જ રસ પૂર્વક ભાગ લેતો આથી દરેક સ્‍ટુડન્‍ટમાં પણ તે પ્રિય બની રહયો હતો.

રશ્‍મિ ઘણી વાર પાવનની વાક્‍છટાથી પ્રભાવિત બની જતી અને મનોમન તે પાવન તરફ કુણી લાગણી ધરાવી રહી હતી. પણ આ વાતને તે શબ્‍દો દ્વારા ન તો વ્‍યકત કરી શકતી કે બીજાની માફક પાવનને તે ફૂલોથી નવાજી શકતી હતી. કોલેજની અન્‍ય યુવતીઓ પાવન પર લટ્ટુ રહેતી. કયારેક કોઈ મજાક પણ કરી લેતી પણ પાવન વાતને હસવામાં લઈ ઉડાવી દેતો. પણ પાવનની આ બધી પ્રવૃત્તિ અને વ્‍યકિતત્‍વથી રશ્‍મિ દિવસે દિવસે અંજાતી ગઈ !

એક દિવસ રશ્‍મિ કોલેજની લાયબ્રેરીમાં તેના અભ્‍યાસને લગતું એક પુસ્‍તક શોધી રહી હતી. એક પછી એક પુસ્‍તક ઉથલાવી રહી હતી ત્‍યાં તેની નજર પાવન ઉપર પડી તે એક તરફ પુસ્‍તક વાંચી રહયો હતો. રશ્‍મિએ કુતુહલવશ પાવનની પાછળથી પુસ્‍તક ઉપર નજર નાંખી. આ પહેલા તે આ રીતે વર્તી નહોતી. પુસ્‍તકમાંથી નજર હટાવી તે પાવનનો ચહેરો વાંચતી હોય તેમ ટગર ટગર તેને જોઈ રહી. પાવનને પુસ્‍તકમાં રસ પડયો હતો એટલે તેનું ઘ્‍યાન તે તરફ નહોતું. પાવનને જાણે આખો દ્વારા હૈયામાં ભરી લીધો હોય તેમ તે પછી પુસ્‍તક શોધવાની પ્રવૃત્તિમાં મશગૂલ બની ગઈ !

તે પછીનાં દિવસોમાં કોલેજમાં એક સ્‍પર્ધાનું આયોજન થયું. વકતાઓએ એક પછી એક તેમના વકતવ્‍યો રજૂ કર્યા. પણ પાવન જેવું ચોટદાર વ્‍યકતવ્‍ય કોઈ રજૂ કરી શકયું નહોતું અને એટલે પ્રથમ ઈનામનો હકકદાર પણ પાવન જ બન્‍યો ! પાવનની આવી અવનવી પ્રવૃત્તિ તથા તેના સ્‍વભાવને કારણે રશ્‍મિનાં હદયમાં પાવન તરફના પ્રેમનાં બીજમાંથી અંકુર ફૂટી રહયા હતા. આ બધી વાતે પાવન અજાણ હતો. રશ્‍મિના હદયમાં હવે પાવને એક અલગ સ્‍થાન કરી લીધું હતું. રશ્‍મિની નજર કોલેજમાં હંમેશા પાવનને જ શોધતી રહેતી. દિવસમાં એકવાર પણ દૂરથી તે પાવનને જોઈ લેતી ! દિવસો પછીનાં આ રીતે પસાર થતા રહયાં.

રશ્‍મિ કેટલાય દિવસોથી પાવન સાથે વાતો કરવા મોટનાં સંજોગો ઉભા થાય તેવું દિલથી ઈચ્‍છી રહી હતી. પરંતુ તેના સ્‍વભાવના કારણે તે સામે ચાલીને વાતો કરવામાં ક્ષોભ અનુભવતી હતી. કઈ વાતે તે પાવન સાથે વાતનો વિષય છેડે તે પણ એક પ્રશ્‍ન હતો !

પણ આજે અચાનક જ જાણે બધું બની ગયું. રશ્‍મિને કોલેજ જવાનું ખૂબ જ મોડું થઈ ગયું હતું તે ઉતાવળે પગલે કોલેજ રોડ તરફ જઈ રહી હતી ત્‍યાં થોડે દૂર જઈ રહેલા પાવન પર તેની નજર પડી. પહેલા તો તેને એમ હતું કે તે પાવન નથી. તેમ છતાં તેણે ઝડપ વધારીને તેનો પીછો કરતી હોય તેમ આગળ વધી રહી હતી. રોજ કરતા આજે કોલેજ રોડ નિર્જન ભાસતો હતો. તેને થોડું આશ્‍ચર્ય થયું. પણ આજે મોડું થયું હતું એટલે આમ બન્‍યું હશે તે મનમાં વિચારતી આગળ પાવન અને પાછળ તે ઉતાવળે પગલે જાણે દોડી રહી હતી ! માનસપટ ઉપર કંઈ કેટલાંય વિચારો આવીને તેની ચાલની ગતિની માફક ચાલી ગયા ! આજની એકાંત પળને તે ઝડપી લેવા માંગતી હતી. અને એટલે જ તે ઝડપથી આગળ વધી રહી હતી. 

પણ જેવી તે પાવનની નજીક પહોંચી ત્‍યાં તેના મનમાં ઉદભવેલા બધા જ વિચારો એક સાથે વિલાય ગયા ! શરમથી ચહેરો ગુલાબી બની ગયો.પાવન સાથે વાત કરવાની તો ઠીક પણ તેની સાથે નજર પણ મેળવી શકી નહોતી. અને પાવને ક્રોસ કરતી આગળ વધી રહી હતી.

ત્યાં...

ક્રમશ


Rate this content
Log in

Similar gujarati story from Romance