Amrut Patel 'svyambhu'

Inspirational

3  

Amrut Patel 'svyambhu'

Inspirational

હળવી વાત હળવેકથી - 28

હળવી વાત હળવેકથી - 28

1 min
282


સમય મળતાં જ ડાયરી હાથમાં લઈ પાનાં ઊથલાવી વાંચવાની શરૂઆત થઈ...

મહિનો પૂરો થતાં સોસાયટીની સફાઈ કરતી કમરી માટે ખુશીનો દિવસ. કેડની નાનકડી પોટલીનો સ્પર્શ કરતા બોલી; 'એ પગાર આલજો..' 

 'કૃતાર્થ બેટા, કમરીબેનને પૈસા આપી દેતો'.

 રજાનો દિવસ છતાં ઓફિસ ચાલુ રાખતા કૃતાર્થ સવારથી જ અકળામણમાં છે ! તેણે પચાસ રૂપિયાની નોટ કમરી સામે ધરી..

 'અરે...ભાઈ, નોટ ચૂંથી નાંખી... આતો લ..ક્ષ..મી !'

 'હા..હા..હવે પકડો ને નીકળો અહીંથી.. સલાહ આપવા નીકળી પડ્યા છે 'ઈડિયટ..' !

કમરીને તે ન ગમ્યું પણ તે તેની ખુશ ઓછી કરવા માંગતી નહોતી એટલે આગળ નીકળી ગઈ !

તે પછી કૃતાર્થ ઑફિસ નીકળ્યો.

    *   *   *

 'મિસ. લેખિ, તમે ઈ-મેઈલ ચેક કર્યો ? તમે લોકો આખો દિવસ શું કામ કરો છો ? કોઈને જાતે કામ કરવું જ નથી અને સલાહ આપવી છે- ' ઈ... ડિ.. ય..!' ! બોસ લેખિ પર ગુસ્સે થયા.

 લેખિ બહાર આવી; 'કૃતાર્થ, તારું મગજ ક્યાં ભમે છે ? આ તારાં કારણે મારે ઠપકો સાંભળવાનો ?

'પણ.. મેમ..!'

 'હવે મને સલાહ આપ્યા વિના પેલો ઈ-મેઈલ કરેક્શન કરી રિ-ફોરવર્ડ કર. આ બધા ક્યાં મારે લમણે ભટકાયા..'ઈ.. ડિ.. ય…! ' કૃતાર્થની પાછળ શબ્દો પડઘાય રહ્યાં...!

 તે સાથે જ સવારનો પડઘો કાને અથડાયો.. 'ઈ.. ડિ... ય... ટ..!

  *     *    *

આપણે બ્રહ્માંડમાં જેવા શબ્દો મૂકીએ તેનો જ પડઘો પડઘાતો રહે છે…  ડાયરી બંધ કરી હું વિચારતો રહ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational