હળવી વાત હળવેકથી - 29
હળવી વાત હળવેકથી - 29


ડાયરી લખવાની શરૂઆત કરી અને સર્જન થયું-
આજે તો વાતને દાયકાઓ પસાર થવા આવ્યા. જગનની જમીન પચાવી પાડવાના ઈરાદે ભુમાફિયાઓએ તેને તેની જ પત્નીને ડાકણનો વહેમ રાખીને રહેંસી નાખવાના ખોટા આરોપમાં ફસાવીને આજીવન કેદની સજા ફટકારાવી હતી. તે દિવસ તે નિર્દોષ હોવા છતાં તેની નિર્દોષતા સાબિત કરી શક્યો નહોતો અને ભૂમાફિયાઓ તેમનો બદ ઈરાદો પાર પાળવામાં સફળ થયા હતાં.
દાયાઓથી પછી સારી ચાલચલગત જોતાં તંત્રની રહેમ નજર હેઠળ તેને અંતિમ દિવસોમાં મુક્તિ મળી !
આજે તે સજા કાપીને બહાર આવ્યો પણ તે કુદરત સામે આજે પણ લાચાર છે. તેનું કોઈ સંચિત કર્મ હજુ બાકી હોય તેમ... આવી પડેલી આ વૈશ્વિક મહામારીને કારણે શહેરમાં લોકડાઉન જાહેર કર્યું છે. ઘરનું ઘર તો રહયું નહોતું એટલે સેન્ટ્રલ જેલનાં દરવાજે ઊભો વિચારી રહ્યો હવે ક્યાં જઈશ ?!
* * *
'જિંદગી પણ કેવાં કેવાં રંગો બદલતી રહે છે !' જગન નિર્દોષ હતો તો પછી...?!
જેલની બહાર આવ્યાં બાદ પણ જાણે તેની સજા ચાલું હતી. ડાયરી બંધ કરી હું ક્યાંય સુધી વિચારતો રહ્યો.