Amrut Patel 'svyambhu'

Tragedy Inspirational

4.1  

Amrut Patel 'svyambhu'

Tragedy Inspirational

સ્થળાંતર

સ્થળાંતર

3 mins
275


સરકારી તંત્ર પોલીસની મદદથી સંભવિત પૂરગ્રસ્ત વિસ્તારમાં રહેતા લોકોને સરકારી શાળામાં સ્થળાંતર કરાવી રહ્યું છે. ક્યાંક પ્રેમથી તો વળી ક્યાંક ક્યાંક બળજબરીથી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કેટલાક લોકો અત્યાર સુધીમાં જે કંઈ ભેગું કર્યું હતું તે તમામ પ્રકારની વસ્તુઓ જે હાથવગું થયું તે લઈ નીકળી પડ્યા છે !

સવલીએ પહેલા તો તંત્ર સાથે થોડી રકઝક કરી પણ તે ફાવી નહીં એટલે આજુબાજુ વાળાની મદદથી જીવનની અત્યાર સુધીની ભેગી કરેલી મિલ્કત ને પ્લાસ્ટિકનાં થેલામાં તૂટેલા ખાટલે મૂકાવી. અઢી વરસના જીગલાને લઈ શંકરની રાહ જોઈ રહી છે !

ગઈ રાતથી અનરાધાર વરસી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. જોકે સવારે પરિસ્થિતિ સારી હતી એટલે શંકરે સાવલીને ઘરે રહેવા જણાવી તે મજૂરીએ નીકળી ગયો હતો. ત્યારબાદ વરસાદ વધતા જતા તેમજ તાપી નદીમાં પણ પાણીની આવક વધતા નીચાણવાળા વિસ્તારમાં પાણી વધી રહ્યા છે. શંકર પણ જ્યાં ગયો ત્યાંજ પાણીમાં ફસાઈ ગયો છે !

 'ચાલો જલ્દી કરો. આ પાણી પછી તમારા બાપનું હગુ (સગુ)ની થાય. જે લેવું ઓય તે લેયને નીકળો નિટો(નહીતર) પછી ફહાઈ(ફસાઈ) જાહો ! બોલતા બોલતા જે કઈ હાથમાં આવ્યું તે લઈ બધા નીકળી રહ્યા છે !

 સવલી કેડે જીવલાને લઈને શંકરની રાહ જોઈ રહી છે. શંકર આવી જાય તો સારું તેમ વિચારતા વિચારતા આવી રહેલા પાણી ઊપર નજર સ્થિર થઈ.

 આજથી બરાબર આઠ વરસ પહેલા તેને ગરબાડા તાલુકાના 'ભે' ગામમાંથી બિલ્ડિંગ કોટ્રાક્ટર મજૂરી કામે લાવ્યો હતો. એક તરફ હાયરાઈઝ બિલ્ડિંગ બની રહી હતી ત્યારે બીજી તરફ સવલી જે કોટડીમાં રહેતી હતી ત્યાંથી થોડી દૂર શંકર હીરાના કારખાને મજૂરીએ જતો એક દિવસ શંકર-સાવલીની નજર મળી કોઈ પરિચય નહોતો.

 સવલીએ તે દિવસે શરમથી આંખ નીચી કરીને બંને એક થયા તે સાથે હાઈરાઝ બિલ્ડિંગ પૂરું થયું !

 'એય કોની રાહ જોઈ છે. નિકળની નેટો આ નાલ્લા પોયરા હાટે તણાય મરહે ! ' સવલીને કોઈ ચેેતવી.

સવલી તંદ્રામાંથી બહાર આવી પાણી વધી રહ્યું છે. શંકરના આવવાના કોઈ એંધાણ વાર્તાતા નહોતા એટલે તે ફરીથી કેડ પરના જીવલાની પકડીને મજબૂત કરતા ખોલીમાંથી એક પતરાની પેટી લઈ ખાટલે મૂકવા જતી હતી ત્યાં પેટી ખુલતા ખુલતા રહી ગઈ તેણે પેટી અને કેડના જીવલા બંનેને સાંભળી લીધા.

 પતરાની પેટી ઊપર નજર પડતાંજ..

 'ભે' ગામ છૂટ્યાથી આજ આઠ આઠ વરસ પહેલાનો સમય સવલી સામે તરવરી રહ્યો !

 શંકરે સૌથી પહેલા સાવલીને આ પતરાની પેટી ભેટમાં આપી હતી. તે પછી આ પેટી પેટી ન રહેતા આ મહાનગરનું તેમનું નાનકડું ઘર જ બની ગયું હતું ! એક પછી એક સંઘર્ષ ભર્યા દિવસોમાં આ પેટીમાં તેમની મહામૂલી મૂલ્યવાન વસ્તુઓને લઈને !

'શંકર, આંય દર વરહે પાણી ભરાઈ હે તે આપણે હો ભાગલપુરા બાજુ નાહી જાયે !

' તે બાજુ હો આવું જ હે. ને પેલા હારા લુખાઓ તે બો પજવે હે... જો હગવળ થાય તો નાલ્લુ તો નાલ્લુ પણ આપણું પોતાનું ખોલકું મલી જાય તેમ વિચારું હુ !' શંકર દર ચોમાસામાં સાવલીને આશ્વાસન આપતો રહેતો !

' એ ડોબી ચાલની નિકળની નીટો ટુ ટો મરહે પણ આ પોયરાને હો મારહે !' પહાડી અવાજથી સવલી ઝબકી ગઈ !

બોલનાર સાવલીનો મહામુલો ખજાનો રેકડીમાં ભરી રહ્યો છે !

સવલી જીવલાને કેડે લટકાવીને પતરાની પેટી ઊપર દુઃખભરી નજર કરી પાણીમાં આગળ વધવા લાગી.

દર વરસની જેમ આ વરસે પણ શંકર સ્થળાંતરવાળી જગ્યાએ આવી જશે તે આશા સાથે !


Rate this content
Log in

Similar gujarati story from Tragedy