Riten Antani

Abstract

3  

Riten Antani

Abstract

પન્ના લાલ ચાલ અને પરા મામા

પન્ના લાલ ચાલ અને પરા મામા

2 mins
161


પન્નાલાલ ચાલનું નામ સાંભળીને લીનાનું દિલ લાગણીઓથી ઉભરાઈ જાય..તેનું મોસાળ એટલે પન્નાલાલ ચાલ..મુંબઈના નાગર જ્ઞાતિના લોકો માટે એક પોતાની લાગણીઓનું વિરામ સ્થાન.

એમાં પરા મામા એટલે કુટુંબ વત્સલ લાગણીસભર ધોધ.. નામ તો પરાશર પણ બધા પરા મામા જ કહે, હું પણ.

લગ્ન બાદ પહેલી વાર મુંબઈ ગયા ત્યારે મેં એ 

ધબકતી ચાલ જોઈ..પરામામાને જોયા..તેઓ અમને "મિયાં"ની લસ્સી પીવડાવવા પણ લઈ ગયા..બસ ત્યારથી પરામામા સાથે અલગ ભાઈબંધીનો નાતો જોડાઈ ગયો. અકાળે તેમના નાના ભાઈ ભાભી(લીના ના બીજા મામા અને મામી) નું અવસાન થયું. બેય નાના ભાણેજને મોટા કર્યા..પોતે બહુ પરગજુ અને આનંદી સ્વભાવના એટલે મિત્રો પણ ઘણા..પણ કુટુંબને આધાર તેમનાં પર રાખવો ગમે અને બીજા કોઈ કારણે પણ સરસ સ્નેહ સંબધ હોવા છતાં લગ્ન ન કર્યા.

પોતાના મોટા ભાઈ અને ભાભી સાથે પન્નાલાલ ચાલમાં જ રહે..તેમની દીકરીઓને પણ પોતાની જ માને અને વ્હાલ કરે. લીના પણ તેમના પ્રેમની એટલી જ હકદાર..

પરા મામા એટલે વ્હાલનું અક્ષય પાત્ર..

આખી પન્નાલાલ ચાલમાં એકદમ લોકપ્રિય...

મારા સાસુ એટલે એમના મોટા બેન.."બેના"

અને હેમા, લીના એટલે તેમના વહાલની વારસદાર.

વર્ષો વીત્યાં ,મોટા ભાઈની પણ બેય દીકરીના સરસ કુટુંબમાં લગ્ન કર્યા..નાના ભાઈ ના બેય પુત્ર અને પુત્રી પણ સાથે રહી ને જ મોટા થયાં. હમણાં બે વર્ષ પહેલા જીનુંના પણ લગ્ન થયા.. યથું ને કોમ્પ્યુટરમાં એન્જિનિયર બની ને ઈન્ફોસિસમાં નોકરી મળી છે એટલે પૂના છે.

સમય વીત્યો મોટા ભાઈ પણ અવસાન પામ્યા..બેય દેર ભોજાઈ..પન્નાલાલ ચાલ માં જ રહ્યા...

હવે સંજોગો બદલાયા, નોકરીમાંથી નિવૃત્ત થયા અને હવે વડોદરા રહે છે.

...આવ...આવ... એવો આવકાર તો ગળામાં જ હોય...

હમણાં મોટા મામી પણ મૃત્યુ પામ્યા.

મારા સાસુ અને બીજા એક બેન પણ હમણાં 

મૃત્યુ પામ્યા..કાળના ચક્રમાં બધું થયા કરે છે..પણ પરા મામા એવા જ છે, મહાયોગીની જેમ દુઃખ જીરવી ને વહાલ વરસાવી રહ્યા છે.

પણ મને તો પન્નાલાલ ચાલ એ જાણે પરા મામા હોય એવું લાગે છે. મુંબઈ બહુ મોટી મહાનગરી છે પણ પન્નાલાલ ચાલ અને પરા મામા એ વહાલનો ટાપુ છે. મારે લખવું હોય તો ખૂબ લખાય પણ જે લખો તે ઓછું છે,તો...આ પન્નાલાલ ચાલ અને તેના પ્રતીકસમા અમારા પરા મામા..રીતે અભિવ્યક્ત.


Rate this content
Log in

Similar gujarati story from Abstract