પલકોની પાછળ
પલકોની પાછળ
પલકોની પાછળ
એક સંગીતના જાદૂની મૌન વાર્તા
મનોર, અરવલ્લીની પાંખે વસેલું એક નાનું ગામ. સવારે મોરનાં ટહુકા અને સાંજના સંતુર ના અવાજ રેલાવતી જ હવા. અહીંના લોકોનું સંગીતમય જીવન બનાવે છે. પણ આ ગામમાં એક વિશેષતા હતી, અહીંના લોકો ઝાઝું બોલતા નહોતા. જાણે શબ્દો અહીં સૂરમાં તરબતર થયા હોય.
અહીં રહેતી હતી એક છોકરી, પલક. નામ જ કહેશે એની નજરો નું જાદૂ.કારણ કે એની મૃગાક્ષી આંખોની પલકો પાછળ કંઈક છુપાયેલું હતું.એક શાંત, ગુપ્ત સંગીત.
પલક બોલતી નહોતી. જન્મથી મૌન. પણ એક વાર જ્યારે ગામમાં ઉત્સવ આવ્યો, એક અજાણ્યો વાદક આવ્યો – મલ્હાર. એક જૂની વેણુ લઈને ભમતો ભીખારી જેવો જણાતો હતો . પરદેશી મલ્હારની વેણુ વાગતા જ ગામની હવા બદલાઈ ગઈ. મલ્હાર નું વેણુ વદન એ રોજ ની વાત બની.
પલક મલ્હાર ની વેણુ સાંભળે ત્યારે એની આંખો પાણીથી ભીની થતી. એક સાંજ એણે મલ્હાર પાસે જઈ ફક્ત પોતાની આંગળીઓથી ઘાસ પર લય રમી. મલ્હારે જાણ્યું, પલકતો સંગીત સમજે છે. ભલે તે બોલલી નથી શકતી , પણ સાંભળે જરૂર છે. અને અંદરથી તે ગાય પણ શકે છે.
તે દિવસે મલ્હારે, તેની વેણુ મા એક સૂર છેડ્યો જે કંઇ પણ પરંપરાગત નહોતો. એ પલકના શ્વાસ જેવો લાગતો. ગામના લોકો આશ્ચર્યચકિત. પલક ની આંખો બંધ. પણ પલકના ચહેરા પર એવું તાજગીભર્યું હાસ્ય હતો કે બધાને લાગ્યું, પલક એ હવે મલ્હારનું ગીત બની ચૂકી છે.
મલ્હાર તો એક દિવસ મનાર ગામ છોડી ગયો. પણ જતા જતા કહેતો ગયો,
"મને જીવનમાં કદી શબ્દો મળ્યાં નહોતા, પણ અહીં મનાર ગામ મા, એક ઝાલાકમાં મને પૂરું જીવન ગીત મળ્યું."
પલક હવે રોજ સાંજે પાંખિયા સાથે ઊંચી જગ્યાએ બેસે. આંખો મીંચીને પલકો પાછળ પોતાનું સંગીત જુએ. એનાં પિતા આજે કહે છે:
"મારી દીકરી હવે બોલતી નથી, પણ આખું ગામ એના મનનું સંગીત સાંભળે છે."
---
સૂક્ષ્મ સંદેશ:
પલકો પાછળ જોવા જાવ તો શબ્દોથી વિશેષ એક દુનિયા છે – જ્યાં સંગીત છે, લાગણીઓ છે, અને એવી વાર્તાઓ છે જે બોલીને નહિ, પણ જીવીને કહેવાય છે.
---

