પીળો રંગ
પીળો રંગ


જો બકા, પ્રેમનો રંગ લાલ જ હોય.
એવું ? પણ કહે છે કે એ નવરંગી પણ હોય.
એ તો ઠીક છે પણ જ્યારે પ્રેમ વ્યક્ત કરે ત્યારે એ ગાલ લાલ થઈ જાય.
જ્યાં સુધી કોઈને ખબર ના પડે ત્યાં સુધી ખબર ના પડે.
પણ મેરેજ થયા પછી કલર નવરંગી બની જાય.
થોડી સમજ.. થોડી આનાકાની.. થોડું રિસાઈ જવાનું ને થોડું મનાવવાનું.
પણ બધાને એવું ના હોય.
તમને એવું લાગે પણ મને પીળો રંગ પસંદ છે.
તને પીળો રંગ કેમ પસંદ છે ? મને તો ગમતો નથી. લાલ એટલે લાલ.. ગુલાબ પણ લાલ હોય છે.
પીળા રંગ વિશે ખબર નથી ? પીળો રંગ એક આશા જન્માવે છે. આપણને ઉત્સાહ આપે છે. તને ખબર હશે કે લગ્ન વખતે પીઠી પણ પીળા રંગની હોય છે. ઘણા ખરા ફૂલ પીળા રંગના હોય છે. ને હવે તો લગ્ન પહેલા પીઠી કરતી વખતે બધા પીળા વસ્ત્ર પહેરે છે. જે આપણને એક પ્રકારનું સુખ અને શાંતિ આપે છે ને લાડી તેમજ વરની નવી જિંદગી સુખી બને એવું આપણે ઈચ્છીએ છીએ.
ઓહો.. તેં તો પીળા રંગના વિશે બહુ કહ્યું. મને ખબર જ નહોતી. હવે ખબર પડી રંગોનું મહત્વ. દરેક રંગનું અલગ અલગ મહત્વ છે. હવે આવતીકાલે તું બીજા કોઈ રંગ વિશે કહેજે. મને જાણવાની ઈચ્છા છે. તો હેપ્પી હોલી અને હેપ્પી ધૂળેટી.