Kaushik Dave

Drama Fantasy Others

3  

Kaushik Dave

Drama Fantasy Others

એકતરફી નિર્ણય

એકતરફી નિર્ણય

1 min
12


જોયું મિત્ર, સાહેબે કેવો નિર્ણય લીધો ?

હા.. મને ખબર જ હતી.

લે.. તને ખબર હતી છતાં પણ અમને કહ્યું નહીં. તને ખબર હતી છતાં પણ તું સાહેબ પાસે ફરિયાદ લઈને ગયો હતો. અમારી જેમ શરણાગતિ સ્વીકારી લીધી હોત તો. ઓફિસમાં તો સાચું ખોટું ચાલ્યા કરે. ખોટું થતું હોય તો પણ વિરોધ કરીએ એટલે આપણને હેરાનગતિ કરે.

હા.. મને ખબર હતી છતાં પણ સાહેબને એમની માનીતી વ્યક્તિ વિશે ફરિયાદ કરી હતી. ખોટું કામ કેવી રીતે ચલાવી લેવાય. આપણી ઓફિસની ઈજ્જત જાય સાથે સાથે આપણી પણ ઈમેજ બગડે.

ને સાહેબે એકતરફી નિર્ણય લીધો ને તને ખખડાવી દીધો હશે. આ જમાનામાં સચ્ચાઈ ચાલે નહીં. ચલતી ગાડીમાં બેસી જવાનું. હવે તને હેરાનપરેશાન કરશે.

એ પણ મને ખબર છે. એટલે મેં બીજી બ્રાન્ચમાં જવા માટેની અરજી કરીને સાહેબને આપી દીધી.

ને સાહેબે અરજી સ્વીકારી લીધી હશે !

હા અને ના.. એમણે કહ્યું કે તારા જેવા વ્યક્તિની અમારે જરૂર છે. જોઈશું નિર્ણય કરીને જ... અરજી હેડ ઓફિસ મોકલીશું. પછી કંઈ બોલ્યા નહીં.

એટલે તને જવા દેવો પણ નથી અને ખોટી વ્યક્તિની તરફેણ પણ કરવી છે.

સાહેબ છે એ એમનો નિર્ણય છે. ભગવાન જે કરશે એ સારું જ કરશે.

તને ખબર છે એનું પરિણામ તારે ભોગવવું પડશે.


Rate this content
Log in

Similar gujarati story from Drama