મોટા ભાઈ
મોટા ભાઈ


મોટાભાઈએ કંકોત્રી મોકલી છે, મનોજ બોલ્યો.
ના.. આપણે જવાનું નથી. મોટાભાઈના છોકરાનું લગ્ન હશે. આપણે એમની સાથેના સંબંધો ઓછા કરી દીધા છે.
મનોજની પત્ની શોભા બોલી.
મનોજ:-' પણ મારી પૂરી વાત તો સાંભળ.'
શોભા:-' આખી જિંદગી તમારી વાતો સાંભળી છે. મોટાભાઈએ બાપુજીની મિલકતમાંથી આપણને ભાગ આપ્યો નથી. એ દિવસથી આપણો સંબંધ ઓછો થઈ ગયો છે.'
મનોજ:-' પણ તું મારી વાત તો સાંભળ કે પછી તારી ટક ટક કરવાની ટેવ ચાલુ રાખવી છે ? એવું હોય તો તને કંકોત્રી બતાવવી નથી.'
શોભા:-' ના.. બતાવતા. જુઓ સાંભળો તમારે લગ્નમાં જવાનું નથી.'
મનોજ:-' જો શોભા.. પુરી વાત સાંભળીને બોલજે. એ મારા મોટાભાઈ છે. ગમે તેવા પણ થોડી ઘણી લાગણી છે.બઆ કંકોત્રી આવી છે એ લગ્નમાં હું જવાનો છું. તારે ના આવવું હોય તો તારી મરજી. પછી કહેતી નહીં મને સાથે લઈ ગયા નહીં.'
એટલામાં મનોજ પર એક ફોન આવ્યો.
મનોજ:-' હેલ્લો.. મેરેજમાં હું આવવાનો છું. મારા મોટાભાઈ આવવાના નથી. ને તમારા બહેન પણ આવવાના નથી. મોટાભાઈની તબિયત સારી નથી એટલે.
મારું એડ્રેસ તમારી પાસે નહોતું ! સારું થયું તમે મારા મોટાભાઈ પર કંકોત્રી મોકલી. તમે કુટુંબના વડીલને મોકલીને સારું કર્યું છે. હું ચોક્કસ આવવાનો છું.'
એટલામાં ફોન કટ થઈ ગયો.
શોભા આ વાતો સાંભળતી હતી બોલી:-'કોનો ફોન હતો ? મારા ભાઈનો ? ને ઘરમાં લગ્ન રાખ્યું છે તો મને જાણ પણ ના કરી.'
મનોજ મંદ મંદ સ્મિત કર્યું.
બોલ્યો:-' તું મારી વાત સાંભળવા તૈયાર નહોતી. તારા કઝિનનો ફોન હતો એની છોકરીનું લગ્ન છે. મોટાભાઈએ એમનો વ્યવહાર મને આપી દીધો છે. મોટાભાઈની તબિયત સારી રહેતી નથી. રહી મિલકતની વાત. તો મારા માટે શાંતિ અને સુખ જ અગત્યનું છે. તું તારા કઝિન સાથે વાત કરીને કહી દેજે કે કેમ નથી જવાની. ને હા..આપણો વ્યવહાર હું મારી રીતે કરીશ. હું જવાનો છું જ. ને તું ક્યાં કોઈની સાથે સારો સંબંધ રાખે છે ? ક્યારેય તારા કઝિનને ફોન કરીને ખબર અંતર પૂછી છે ?'
શોભા:-' હમણાં જ હું પ્રિતેશને ફોન કરીને કહું છું કે હું આવવાની છું. તમે ય શું.. મને પહેલા કીધું હોત તો ?