Kaushik Dave

Fantasy

2.1  

Kaushik Dave

Fantasy

અનોખી

અનોખી

2 mins
24


અનોખી તો અનોખી જ છે. જીવનમાં બહુ સ્ટ્રગલ કરી. બી.એ.પાસ થઈને પિતાજીનું મરણ થયું. ઘર ચલાવવાની જવાબદારી આવી પડી. જોબની શોધ કરતી હતી પણ એમ સહેલાઈથી બી.એ.પાસને કોણ જોબ આપે ?

પણ આપણી અનોખી અનોખી હતી. એમ હિંમત હારી જાય એવી નહોતી. પાસે સ્કુટી કે એક્ટિવા પણ નહોતી. અનોખીને નાસ્તા બનાવતા સારી રીતે આવડતી હતી. એણે એક વિચાર કર્યો કે આજકાલ નાસ્તો અને ફાસ્ટ ફુડનો જમાનો છે. પણ આપણને કોણ ઉભા રહેવા દેશે ! દુકાન નથી. રસ્તા ટર ઉભા રહીએ તો પોલીસ હટાવે કે હપ્તો લે. એટલે એણે વિચાર કર્યો કે નજીકમાં એક મોટું ગાર્ડન છે ત્યાં નાસ્તાવાળાના ઠેલા ઉભા રહે છે. સાયકલ આવડે છે. તો ચાલને સાંજે સાંજે હાંડવો તેમજ થેપલા બનાવીને બેસું.

બીજા દિવસે એ ગાર્ડનથી થોડે દૂર સાયકલ સાથે પહોંચી. કેશરોલમાં હાંડવો, થેપલા અને મેથીનો મસાલો લઇને ઉભી રહી. રાત્રે નવ વાગ્યા સુધીમાં એનો નાસ્તો ખલાસ થઈ ગયો. ઘરે આવીને આવક ગણી તો ૫૪૦ રૂપિયા થઈ હતી. અનોખીએ એની માતાને કહ્યું, "આજનો આપણો દિવસ સારો ગયો છે."એની માતાએ કહ્યું, "કે આવતી કાલથી તને મદદ કરીશ." આમ એક મહિનામાં અનોખીનો હાંડવો ફેમસ બની ગયો.

એક દિવસ સાંજે એક ફેમિલી આવી ને હાંડવો અને થેપલા ખાધા. સાહેબે પુછપરછ કરતા અનોખીએ કહ્યું કે એને જોબની જરૂર છે.જે કામ આપશો એ કરીશ.

સાહેબની પત્ની એનજીઓ ચલાવતી હતી. એણે અનોખીને મદદ કરવાનું વચન આપ્યું. બીજા દિવસે અનોખી એન જીઓમાં જોબ પર લાગી. પ્રમાણિકતાથી કામ કરતા એના કામની પ્રશંસા થઈ.

અનોખીનું માનવું હતું કે કોઈ કામ નાનું કે મોટું નથી. બસ ખંત અને પ્રમાણિકતા રાખો તો ઈશ્વર પણ તમારી સાથે છે. અનોખી તો અનોખી છે.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy