Kaushik Dave

Drama Fantasy Others

4.0  

Kaushik Dave

Drama Fantasy Others

લગ્ન જીવન

લગ્ન જીવન

2 mins
46


"આજે ક્યાં ભાષણ કરવા જવાના છો ?' થોડી કડવી વાણીમાં દીના બહેન એમના પતિને સંબોધીની બોલ્યા.

પતિ દિનેશ ભાઈ પત્નીના કહેવાનો ભાવાર્થ સમજી ગયા.

મુખ પર ગુસ્સો આવી ગયો પણ કંટ્રોલમાં રાખીને બોલ્યા:-' તું કેમ આમ કડવું બોલે છે ? તારે કાયમ બબડવાનું હોય છે. હું બહાર જાઉં એ તને પસંદ નથી હોતું.'

દીના બહેન:-' ને તમે કાયમ આવું જ બોલો છો. હું તમારૂં ભાષણ સાંભળું છું. તમે મને સાથે લઈ જતા નથી પણ મને મારી સખી બધું કહે છે ‌'

દિનેશ ભાઈ:-' મને ખબર છે તારી જાસૂસ કોણ છે જે તને ખરી ખોટી વાતો કહે છે.'

દીના બહેન થોડા ઢીલા પડી ગયા.

એમને થયું કે મારા વ્હાલા ગુસ્સે ભરાયેલા છે તો શાંતિથી પૂછું.

દીના બહેન:-' તમને એવું લાગે, પણ તમે બહુ ફેમસ બની ગયા છો એટલે મને તમે મારાથી દૂર થઈ જશો એવી બીક સતત લાગ્યા કરે છે. પણ આજે તમે કયા સમારંભમાં જવાના છો ? ને કયા વિષય પર બોલવાના છો ? તમે બહુ પરફેક્ટ બોલો છો.'

દિનેશ ભાઈને પણ લાગ્યું કે વાત બગડી જાય એ પહેલા સંબંધ સુધારી લેવા સારા.

દિનેશ ભાઈ હસ્યા.

દીના બહેન પાસે આવીને દીના બહેનના ગાલ પર વ્હાલ કરતા બોલ્યા:-' હું પણ તારી મનોસ્થિતિ સમજું છું. આજે મારે એક નાના ફંક્શનમાં જવાનું છે. એક મહિલા સંમેલનમાં. ને સુખી લગ્નજીવન વિશે બોલવાનું છે.'

એટલામાં દિનેશ ભાઈના મોબાઈલની રીંગ વાગી.

દિનેશ ભાઈએ દીના બહેનને ઈશારો કરીને કહ્યું કે કોલ રીસીવ કરીને આવું છું.એમ કહીને બીજા રૂમમાં ગયા.

દિનેશ ભાઈ બીજા રૂમમાં ફોન પર વાત કરવા ગયા.

દીના બહેન બબડ્યા.. હવે પછીના રવિવારનો કાર્યક્રમ ગોઠવી દેશે. ફરીથી એક નવો વિષય પર ભાષણ આપશે. મને ખબર છે એ મને કદી સાથે લઈ જવાના નથી. સુખી લગ્નજીવન એટલે શું એ મને કહે તો સાચો જવાબ આપું. 


Rate this content
Log in

Similar gujarati story from Drama