Kaushik Dave

Fantasy Inspirational

3  

Kaushik Dave

Fantasy Inspirational

કહું છું એક વાર્તા

કહું છું એક વાર્તા

2 mins
17


એ રાત્રે ઘરે પાછા આવવામાં મોડું થઈ ગયું હતું. રેલવે સ્ટેશન પર મારી ગાડી મોડી આવી હતી. હું એકલો જ હતો પણ ટ્રેનમાંથી ઘણા પેસેન્જર ઉતર્યા હતા. બસ બંધ થઈ ગઈ હતી. રિક્ષા પણ ઓછી હતી ને ઉચ્ચક ભાવ વધુ કહેતા હતા એ પોસાય એમ નહોતા. આખરે ગણ્યા ગાંઠ્યા પેસેન્જરો રહ્યા હતા એમાં હું પણ હતો.

વિચાર્યું કે બસ સ્ટેન્ડ પર સવારની રાહ જોઉં. એમ વિચારીને બસસ્ટેશન પર ઉભો રહ્યો હતો. અડધા કલાકમાં એક રીક્ષા આવીને ડ્રાઈવર મને પુછવા લાગ્યો. "ક્યાં જવું છે ?"

મને થોડી બીક લાગતી હતી. કદાચ મને લુંટી લેશે તો ! પણ પછી હિંમત કરીને કહ્યું કે "વેજલપુર.."

ડ્રાઈવર હસી પડ્યો. "હું પણ ત્યાં જ જાઉં છું. બેસી જાવ.

મેં પુછ્યું કે "કેટલા થશે ?"

એણે કહ્યું કે "તમને ઈચ્છા હોય એટલા પણ વ્યાજબી આપજો."

મેં કહ્યું કે "એક સો આપીશ."

એણે કહ્યું કે "મારે પણ કંપની જોઈતી હતી ને તમે મળી ગયા. હું સીતેર જ લેવાનો છું. ને જો સાથે સાથે મારી વાર્તા સાંભળવી પડશે.આજ કાલ કોઈ ને વાર્તા સાંભળવી ગમતી નથી.બસ સિરિયલ જ જોયા કરે છે."

ના છૂટકે હા પાડી. મને થયું કે એને બબડવા દો. એને લાગશે કે વાર્તા કહેશે પણ આપણે તો એક કાને સાંભળી ને ....

જ્યાં ત્યાં ઘરે જ પહોંચવું છે. આખરે બેસી ગયો.

ને એણે વાર્તા કહેવા માંડી. ને અડધો કલાકમાં વેજલપુર આવી ગયું એ ખબર પડી નહીં. શું મેં વાર્તા સાંભળી હશે ?

હા..એના જીવનમાં આવેલી ઘટનાને એક પછી એક કહેવા લાગ્યો હતો પણ એની હિંમતને દાદ આપવી પડે.

એ વિકલાંગ હતો પણ હિંમત હાર્યા વગર. એણે રીક્ષા ચલાવવાનું નક્કી કર્યું હતું. ઘર ચાલે એટલું કમાણી કરી લેતો હતો.

આખરે મેં એને બસોની નોટ આપી. ને કહ્યું કે તમે રાખો. પણ એણે ના પાડી. ને ફક્ત સીતેર રૂપિયા લીધા. બાકીના પાછા આપી દીધા.

મેં કહ્યું કે આ ત્રીસ રૂપિયા તમારા સંતાનને માટે. કહેજો કે અંકલે આપ્યા છે. એની આંખોમાંથી આંસુ આવી ગયા.

બોલ્યો. મારે કોઈ ભાઈ નથી.. આજથી તમે મારા મોટાભાઈ છો.. કોઈ કામકાજ હોય તો મારો ફોન નંબર સેવ કરજો.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy